________________
બ્રિટન ચીન ઉપર બળજબરીથી અફીણ લાદે છે ૭૫૧ અને ફયુચૂ હતાં. આ “ટ્રીટી પોર્ટસ” એટલે કે સંધિથી માન્ય કરવામાં આવેલાં બંદરે તરીકે ઓળખાતાં હતાં. બ્રિટને કેન્ટોન પાસેના હોંગકૅગ ટાપુને કબજે લીધે તથા નાશ કરવામાં આવેલા અફીણના બદલા પેટે તેમ જ ચીન ઉપર તેણે બળજબરીથી લાદેલા યુદ્ધના ખરચ અંગે ચીન પાસેથી ભારે રકમ પડાવી.
આ રીતે અંગ્રેજોએ અફીણની બાબતમાં વિજય મેળવ્યું. ચીનના સમ્રાટે તે સમયની ઇંગ્લંડની રાણી વિકટોરિયાને ચીન ઉપર ઠોકી બેસાડવામાં આવેલા અફીણના વેપારની ભયંકર અસર અતિશય વિનયપૂર્વક દર્શાવતી અંગત અપીલ કરી. પરંતુ વિકટેરિયા રાણી તરફથી એને કશે જવાબ મળ્યો નહિ. પચાસ વરસ પૂર્વે એના પુરગામી ચિન-લુંગે ઈંગ્લંડના રાજાને આથી જુદા જ પ્રકારને પત્ર લખ્યું હતું !
પશ્ચિમની સામ્રાજ્યવાદી સત્તાઓ સાથેની ચીનની અથડામણ અને તેને પરિણામે ઉદ્ભવેલી આપત્તિઓની આ શરૂઆત હતી. તેની અળગા૫ણુની સ્થિતિને હવે અંત આવ્યો. તેને પરદેશી વેપાર તથા વધારામાં ખ્રિસ્તી મિશનરીઓને સ્વીકાર કરવાની ફરજ પડી. આ મિશનરીઓએ ચીનમાં સામ્રાજ્યવાદના પુરોગામીઓ તરીકે મહત્ત્વનો ભાગ ભજવ્યો. એ પછીની - ચીનની ઘણીખરી આપત્તિઓ અને મુસીબતે માટે એક યા બીજી રીતે આ મિશનરીઓ જ કારણભૂત હતા. સામાન્યરીતે તેમનું વર્તન ઉદ્ધત અને અકળાવનારું હતું પરંતુ ચીનની અદાલતમાં તેમના ઉપર કામ ચલાવી શકાતું નહોતું. નવી સંધિ પ્રમાણે પશ્ચિમના દેશના લોકોને ચીની કાયદો કે ઇન્સાફ લાગુ પડી શકતો નહિ. તેમના ઉપર તેમની પિતાની અદાલતોમાં કામ ચલાવવામાં આવતું. આને “પ્રાદેશિક કાયદામાંથી મુક્તિને હક કહેવામાં આવે છે. એ હક આજે પણ મોજૂદ છે અને તેની સામે ચીનમાં ભારે રોષની લાગણી પ્રવર્તે છે. મિશનરીઓએ વટાળીને ખ્રિસ્તી બનાવેલા ચીનાઓ પણ “પ્રાદેશિક કાયદામાંથી મુક્તિના આ ખાસ હકના રક્ષણની માગણી કરતા હતા. તેઓ કઈ પણ રીતે એના હકદાર નહતા પરંતુ એથી પરિસ્થિતિમાં કશું ફેર પડે એમ નહોતું. કેમકે એક બળવાન સામ્રાજ્યવાદી રાષ્ટ્રના પ્રતિનિધિ સમર્થ મિશનરીનું તેમને પીઠબળ હતું. આ રીતે કેટલીક વાર એક ગામની સામે બીજા ગામને ઉશ્કેરવામાં આવતું. આથી ગ્રામવાસીઓ કેટલીક વાર અકળાઈને જીવ પર આવી જતા અને તેઓ અથવા તે બીજા કેઈ મિશનરીની સામે થઈ જતા અને તેના ઉપર હુમલે કરતા તથા કોઈક વાર તેને જીવ પણ લેતા. પછીથી તે તેમની પાછળ રહેલી સામ્રાજ્યવાદી સત્તા તેમના ઉપર તૂટી જ પડતી અને તેને સારી પેઠે બદલે લેતી. યુરોપની સત્તાઓને માટે ચીનમાં તેમના મિશનરીઓનાં થયેલાં ખૂન કરતાં ભાગ્યે જ બીજી કોઈ વસ્તુ વધારે ફાયદા