________________
- સિંહાવલેકન હતું. થોડા સમય પછી હિંદની સરહદ ઉપર કુશાન સામ્રાજ્ય ઊભું થયું. એના ઉપર પણ ગ્રીક અસર પડી હતી. બુદ્ધ મૂર્તિપૂજાના વિરોધી હતા. તેમણે પિતાને દેવ ગણાવ્યા નહિ કે પિતાની પૂજા કરવાનું પણ જણાવ્યું નહિ. પુરોહિતશાહીને કારણે સમાજમાં દાખલ થયેલાં અનિષ્ટોને તે દૂર કરવા ચહાતા હતા. તેઓ પતિત તથા દુખિયાઓના ઉદ્ધારને માટે પ્રયાસ કરનાર સુધારક હતા. ઋષિપત્તન કે સારનાથ આગળના તેમના પહેલવહેલા ઉપદેશમાં તેમણે જણાવ્યું હતું કે, “હું અજ્ઞાનમાં ડૂબેલાઓને જ્ઞાનથી તૃપ્ત કરવાને આવ્યો છું... જ્યાં સુધી કોઈ પણ મનુષ્ય પ્રાણીઓના હિતને અર્થે પિતાની જાતનું સમર્પણ કરતું નથી તથા ત્યજાયેલાઓને સાંત્વન આપતો નથી ત્યાં સુધી તે પૂર્ણ બનતે નથી.... મારે સિદ્ધાંત કરુણાને સિદ્ધાંત છે. એથી જ દુનિયાના સુખી લોકોને તે આકરો લાગે છે. નિર્વાણને માર્ગ સૌને માટે ખુલ્લે થયે છે. ચંડાળને માટે મેક્ષનાં દ્વાર બંધ કરનાર બ્રાહ્મણ પણ તેની પેઠે માતાના ગર્ભમાંથી જ પેદા થયો છે. હાથી જેમ ઘાસનાં ઝૂંપડાંને ઉખેડી નાખે છે તેમ તમે પણ તમારા અંતરમાં રહેલા વિકારોને નાશ કરે. પાપોથી બચવાને “આર્ય સત્ય” એ એક માત્ર ઉપાય છે.” આ પ્રમાણે બુદ્દે સદાચાર અને સાચા જીવનને માર્ગ બતાવ્યો. પરંતુ ગુરુના ઉપદેશનું રહસ્ય ન સમજનારા બેવકૂફ શિષ્યની બાબતમાં હમેશ બને છે તેમ બુદ્ધના મોટા ભાગના શિષ્ય તેમણે સૂચવેલા આચારના બાહ્ય નિયમોનું જ પાલન કરવા લાગ્યા અને તેનું રહસ્ય તેઓ સમજ્યા નહિ. તેમના ઉપદેશનું પાલન કરવાને બદલે તેમણે તેમની પૂજા કરવા માંડી, પરંતુ હજી બુદ્ધની મૂર્તિઓ કે પ્રતિમાઓ બનવા પામી નહોતી.
પછી ગ્રીસ અને જ્યાં આગળ ગ્રીક સંસ્કૃતિ પ્રસરી હતી તે દેશના વિચાર આવ્યા. એ દેશોમાં દેવોની મનોહર મૂર્તિઓ બનાવવામાં આવતી અને તેની પૂજા કરવામાં આવતી હતી. હિંદની વાયવ્યમાં આવેલા કંદહારમાં આ અસર સૌથી વધારે થઈ અને ત્યાં આગળના મૂર્તિવિધાનમાં શિશુ બુદ્ધનો ઉદય થયો. તેમના આલાદક અને શિશુ દેવ કામદેવના જે અથવા ભાવિમાં થનાર શિશુ ખ્રિસ્ત જે તે હતો. બૌદ્ધ ધર્મમાં મૂર્તિ પૂજાને આ રીતે આરંભ થયો અને પ્રત્યેક બૌદ્ધ મંદિરમાં બુદ્ધની મૂર્તિની સ્થાપના થવા સુધી એને ફેલાવે થયો.
હિંદી કળા ઉપર ઈરાનની કળાની પણ અસર થવા પામી. બૌદ્ધ ધર્મની જાતકકથાઓ અને હિંદુ ધર્મની વૈવિધપૂર્ણ પુરાણકથાઓએ હિંદના કળાકારોને અખૂટ વસ્તુ પૂરું પાડ્યું છે અને આંધ્રદેશમાં અમરાવતીમાં, મુંબઈ પાસે એલીફંટાની ગુફાઓમાં, અજંટા અને ઈલેરામાં તથા બીજા અનેક સ્થળોએ આ પ્રાચીન જાતકકથાઓ અને પુરાણુથાઓ પથ્થર અને ચિત્રમાં અંકિત થયેલી તને જોવા મળશે. આ બધાં સ્થાને અદ્દભુત અને મુલાકાત લેવા જેવાં