________________
૧૬૬. આરબ દેશા—સીરિયા
૨૮ મે, ૧૯૩૩
સામાન્ય રીતે સમાન ભાષા તેમ જ સમાન પરંપરાવાળા દેશોમાં વસનારી પ્રજાએના સમૂહને એકત્ર કરવા માટે તથા તેમને મળવાન બનાવવા માટે રાષ્ટ્રવાદ એ કેટલું બધું પ્રચંડ બળ છે એ આપણે જોઈ ગયાં છીએ. આ રાષ્ટ્રવાદ એવા એક સમૂહને એકત્ર કરે છે એ ખરું, પરંતુ એ વસ્તુ ખીજા સમૂળેથી તેને જુદો પાડે છે તેમ જ તેને તેમનાથી વધારે અળગા કરે છે. આમ, રાષ્ટ્રવાદ ફ્રાંસને એક સબળ અને નક્કર રાષ્ટ્રીય ઘટક બનાવે છે. એ એક અતિશય સ ંઘટિત રાષ્ટ્ર છે અને બાકીની દુનિયા પાતાનાથી ક ંઈક ભિન્ન વસ્તુ હોય એમ તે ગણે છે. એ જ રીતે રાષ્ટ્રવાદે જુદી જુદી જમન પ્રજાને એકત્ર કરીને એક બળવાન જૈન રાષ્ટ્ર નિર્માણ કર્યું છે. પરંતુ ફ્રાંસ અને જર્મની આમ અલગ અલગ રીતે સંગઠિત થયાં એથી કરીને તે અને એકખીજાથી વળી વધારે દૂર થયાં છે.
જે દેશમાં ભિન્ન ભિન્ન અનેક પ્રજાએ વસતી હોય ત્યાં આગળ ધણી વાર રાષ્ટ્રવાદ એ ફાટફૂટ પાડનારું બળ બની જાય છે અને તે દેશને બળવાન અને સંગઠિત કરવાને બદલે ખરેખાત તેને દુબળ કરે છે તથા તેના ભાગલા પડી જાય એવી પરિસ્થિતિ ઊભી કરે છે. મહાયુદ્ધ પૂર્વે આસ્ટ્રિયા-હંગરી એ એવા જ દેશ હતા. તેમાં જુદી જુદી અનેક પ્રજાએ વસતી હતી. જન– આસ્ટ્રિયન અને હુંગેરિયન એ એ પ્રજાનું ત્યાં આગળ પ્રભુત્વ હતું અને બાકીની પ્રજાએ તેમને આધીન હતી. એથી કરીને રાષ્ટ્રવાદના વિકાસે ઑસ્ટ્રિયાહુંગરીતે નબળું પાડયું કેમ કે તેણે આ જુદી જુદી પ્રજામાં અલગ અલગ રીતે પ્રાણ પૂર્યાં અને એને પરિણામે તેમનામાં સ્વાતંત્ર્ય માટેની કામના પેદા થઈ. મહાયુદ્ધે તે પરિસ્થિતિ બિલકુલ બગાડી મૂકી અને યુદ્ધમાં તેને પરાજય થયા પછી દેશ નાના નાના ટુકડાઓમાં વહેંચાઈ ગયા અને પ્રત્યેક રાષ્ટ્રીય ઘટકનું એક જુદું રાજ્ય બન્યું. ( આસ્ટ્રિયાુંગરીના જે રીતે ભાગલા પાડવામાં આવ્યા એ બહુ ઉચિત કે તર્કશુદ્ધ તા નહતા પરંતુ એ બાબતમાં આપણે અહીં ઊંડા ઊતરવાની જરૂર નથી. ) પરંતુ, જતીને ભારે પરાજય થવા છતાં તેના ભાગલા પડ્યા નહિ. ભારે આપત્તિમાં પણ રાષ્ટ્રીયતાની પ્રાળ અસરને કારણે તે પોતાની એકતા ટકાવી રાખી શકયું.
મહાયુદ્ધ પહેલાં, તુર્ક સામ્રાજ્ય પણ આસ્ટ્રિયા હંગરીની પેઠે ભિન્નભિન્ન પ્રજાના એક શંભુમેળા હતા. બાલ્કનની ભિન્ન ભિન્ન પ્રજા ઉપરાંત તેમાં આરબ, આર્મીનિયન અને બીજી પ્રજાએ પણ વસતી હતી. આ સામ્રાજ્યમાં રાષ્ટ્રવાદ એ ભાગલા પાડનારું બળ નીવડ્યું. રાષ્ટ્રવાદની પહેલવહેલી અસર