________________
મહાયુદ્ધ પહેલાંનાં સે વરસે
૧૮૫ ૯ વિરાટ એશિયાની પીઠ ઉપર યુરેપે સવારી કરીએ ખંડના આખા ઉત્તર ભાગમાં રશિયન સામ્રાજ્ય પોતાના પગ પ્રસારીને બેઠું હતું. દક્ષિણમાં એશિયાના સૌથી કીમતી ભાગ હિંદુસ્તાન ઉપર ઇંગ્લંડે પોતાની નાગચૂડ જમાવી હતી. પશ્ચિમે તુર્ક સામ્રાજ્ય છિન્નભિન્ન થઈ રહ્યું હતું અને તુકને યુરોપના બીમાર પુરુષ” તરીકે ઓળખવામાં આવતું હતું. ઈરાન નામનું સ્વતંત્ર હતું અને તેના ઉપર ઇંગ્લંડ તથા રશિયાનું પ્રભુત્વ હતું. સિયામને
ડે ભાગ બાદ કરતાં આખો પૂર્વ-દક્ષિણ એશિયા, એટલે કે તેના બ્રહ્મદેશ, 'હિંદી ચીન, મલાયા, જાવા, સુમાત્રા, બોર્નિયે અને ફિલીપાઈને ટાપુઓ વગેરે દેશે યુરેપે પચાવી પાડ્યા હતા. છેક પૂર્વમાં ચીનને યુરોપનાં બધાં રાજ્ય કતરી ખાવા લાગ્યાં હતાં અને તેની પાસેથી એક પછી એક છૂટછાટ જબરજસ્તીથી પડાવવામાં આવતી હતી. એક માત્ર જાપાન ટટાર ઊભું રહ્યું અને એક સમેવડિયા તરીકે તેણે યુરેપને સામનો કર્યો. તે પોતાના એકાંતવાસમાંથી બહાર આવ્યું હતું અને અસાધારણ ત્વરાથી તેણે નવી ઊભી થયેલી પરિસ્થિતિ સાથે પિતાનો મેળ સાધ્યું હતું.
એક મિસર બાદ કરતાં આખો આફ્રિકા ઘણે જ પછાત હતા. તે યુરોપને અસરકારક સામનો કરી શકે એમ નહોતું એટલે સામ્રાજ્ય જમાવવાની આંધળી હરીફાઈમાં યુરોપનાં રાજ્યો તેના ઉપર તૂટી પડયાં અને આ વિશાળ ખંડને તેમણે આપસમાં વહેંચી લીધે. તે હિંદ જવાના માર્ગ ઉપર આવેલું હોવાથી ઇંગ્લડે મિસરને કબજે લીધે અને તેની રાજનીતિનું ધ્યેય મુખ્યત્વે કરીને હિંદ ઉપરને પિતાને કબજે ટકાવી રાખવાનું હતું. ૧૮૬૯ની સાલમાં સુએઝની નહેર ખુલ્લી મુકાઈ અને એને લીધે યુરોપથી હિંદ આવવાનું અંતર ખૂબ ઓછું થઈ ગયું. વળી, એને લીધે મિસર ઇંગ્લંડ માટે વધારે મહત્વનું બન્યું કેમકે તે નહેરની બાબતમાં વચ્ચે પડી શકે એમ હતું અને એ રીતે હિંદ જવાના દરિયાઈ માર્ગ ઉપર તેને કાબૂ હતો.
આમ યાંત્રિક ક્રાંતિને પરિણામે મૂડીવાદી સુધારે દુનિયાભરમાં ફેલાયે અને યુરોપે સર્વત્ર પિતાનું પ્રભુત્વ જમાવ્યું. અને મૂડીવાદને પરિણામે સામ્રાજ્યવાદ ઉભ. એથી કરીને એને સામ્રાજ્યવાદની સદી પણ કહી શકાય. પરંતુ આ ન સામ્રાજ્યવાદી યુગ પ્રાચીન કાળના રેશમ, ચીન, હિંદુસ્તાન તેમ જ આરબ અને મંગલેના સામ્રાજ્યવાદથી બિલકુલ નિરાળો હતો. કાચા માલ અને બજારેનો ભૂખ્યો એવો સામ્રાજ્યને નવીન પ્રકાર હવે ઉદ્ભવ્યો. આ ન સામ્રાજ્યવાદ નવા ઉદ્યોગવાદની સંતતિ હતી. વેપારની પાછળ વાવટે જાય છે, એવું કહેવામાં આવતું અને ઘણુંખરું વાવટાની પાછળ પાછળ બાઈબલ પણ જતું હતું. દુનિયાની નબળી અને ઉદ્યોગોની બાબતમાં વધારે પછાત પ્રજાઓનું શોષણ કરવાના એકમાત્ર આશયથી ધર્મ, વિજ્ઞાન તથા માણસના