________________
જગતના ઇતિહાસનું રેખાદર્શન ધીમે ધીમે પશ્ચિમ યુરોપના બીજા દેશેએ તેને પકડી પાડયું. આ યાંત્રિક સુધારાની દિશામાં યુનાઈટેડ સ્ટેટસ પણ આગળ વધ્યું. રેલવેઓ તેને પશ્ચિમ તરફ છેક પ્રશાન્ત મહાસાગર સુધી લઈ ગઈ અને એ વિરાટ પ્રદેશ એક રાષ્ટ્ર બન્યું. એ રાષ્ટ્રપિતાના આંતરિક પ્રશ્નોમાં તેમ જ પિતાને વિસ્તાર વધારવામાં એટલું બધું મગ્ન થઈ ગયું હતું કે યુરોપ તથા દુનિયાના બીજા ભાગની બાબતમાં માથું મારવાની એને ફુરસદ નહોતી. પરંતુ યુરોપ તરફથી થતી દખલગીરી પ્રત્યે અણગમે દર્શાવવા તેમ જ તેને અટકાવવા જેટલું તે બળવાન બન્યું હતું. જેને વિષે મારા આગલા પત્રમાં મેં તને કહ્યું છે તે મનો સિદ્ધાંતે દક્ષિણ અમેરિકાનાં પ્રજાસત્તાક રાજ્યને યુરોપની લેભી વૃત્તિના શિકાર થતા બચાવ્યાં. આ પ્રજાસત્તાક રાજ્ય લેટિન પ્રજાસત્તાક રાજ્ય તરીકે ઓળખાય છે કેમકે, સ્પેન અને પિટુંગાલના લેકેએ તેમની સ્થાપના કરી હતી. આ બે દેશે તેમ જ કાંસ અને ઈટાલી લૅટિન રાષ્ટ્ર તરીકે ઓળખાય છે. યુરોપના ઉત્તર તરફના દેશે ટયુટોન રાષ્ટ્ર કહેવાય છે. ઇંગ્લંડ યૂટનની એંગ્લે–સેકશન શાખાનું રાષ્ટ્ર છે. યુનાઈટેડ સ્ટેટ્સના લેક મૂળે તો એંગ્લે-સેકશન શાખામાંથી ઊતરી આવેલા છે પરંતુ પાછળથી ત્યાં અનેક પ્રકારના લેકે જઈ વસ્યા છે. . - બાકીની બધી દુનિયા હુન્નરઉદ્યોગ અને યંત્રની બાબતમાં પછાત હતી અને તે પશ્ચિમના નવા યાંત્રિક સુધારા સાથે સ્પર્ધા કરી શકે એમ નહોતું. યુરોપના યંત્રેથી ચાલતા ઉદ્યોગોએ પહેલાંના સમયના ગૃહ-ઉદ્યોગ કરતાં અતિશય ત્વરાથી અને પુષ્કળ પ્રમાણમાં માલ પેદા કરવા માંડયો. પરંતુ આ બધો માલ પેદા કરવાને માટે કાચા માલની જરૂર હતી, પણ મોટા ભાગને કાચો માલ પશ્ચિમ યુરોપમાંથી મળી શકે એમ નહતું. વળી માલ પેદા કર્યા પછી તેને વેચવાની જરૂર ઊભી થતી હતી એટલે એને માટે બજારે જોઈતાં હતાં. એટલે આ કાચો માલ પૂરો પાડે અને તૈયાર કરેલ પાકે માલ ખરીદે એવા દેશની પશ્ચિમ યુરોપે તપાસ કરવા માંડી. આફ્રિકા અને એશિયા નબળા હતા અને યુરોપે તેમના ઉપર શિકારી પશુની પેઠે ઝડપ મારી. સામ્રાજ્ય પ્રાપ્ત કરવાની હરીફાઈમાં, દરિયાઈ બળ અને હુન્નરઉદ્યોગમાં આગળ હોવાને કારણે ઈંગ્લડ સહેજે પ્રથમ હતું.
તને યાદ હશે કે, યુરોપિયન લેકે પહેલવહેલા હિંદ તેમ જ પૂર્વ તરફના દેશમાં યુરોપને જરૂરી તેજાના તથા બીજી વસ્તુઓ ખરીદવાને આવ્યા હતા. આ રીતે પૂર્વ તરફને માલ યુરોપ ગયો અને પૂર્વના દેશની હાથસાળની કેટલીક વસ્તુઓ પણ ત્યાં ગઈ. પરંતુ યંત્રોનો વિકાસ થવાથી હવે એ પ્રવાહ ઊલટી દિશામાં વહેવા લાગ્યો. હવે પશ્ચિમ યુરોપની સેંઘી વસ્તુઓ પૂર્વ તરફ આવવા લાગી અને ઈંગ્લંડના માલના વેચાણને ઉત્તેજન આપવા ખાતર ઈસ્ટ ઈન્ડિયા કંપનીએ હિંદના ગૃહઉદ્યોગોને ઈરાદાપૂર્વક નાશ કર્યો.