________________
9• <#
જગતના ઇતિહાસનું રેખાદર્શન
દેશપ્રેમના દુરુપયોગ કરવામાં આવ્યા. પ્રચંડ ય ંત્રાના માલિકા તેમ જ ઉદ્યોગપતિએ દિનપ્રતિદિન વધારે ને વધારે તવંગર બનતા રહે એટલા ખાતર એમ કરવામાં આવ્યું, સત્ય અને પ્રેમના ઝંડા લઈ ને જનાર ખ્રિસ્તી મિશનરી પાદરી ઘણી વાર સામ્રાજ્યની સરહદના રખવાળ બની રહેતા અને ભાગેજોગે એને સહેજ પણ હાનિ પહોંચે તો એ બહાના નીચે તેને દેશ સામ્રાજ્યની સરહદ ઉપર આવેલા દેશના મુલક પચાવી પાડતા યા તે તેની પાસેથી છૂટછાટા મેળવતા.
ઉદ્યોગાનું મૂડીવાદી સંગઠન તથા મૂડીવાદી સુધારા અનિવાય રીતે આવા સામ્રાજ્યવાદમાં પરિણમ્યાં. વળી, મૂડીવાદને લીધે રાષ્ટ્રીયતાની ભાવના અતિશય તીવ્ર બની એટલે આ સદીને આપણે રાષ્ટ્રવાદની સદી પણ કહી શકીએ. આ રાષ્ટ્રવાદમાં કેવળ સ્વદેશ માટેના પ્રેમના જ નહિ પણ બાકીના બધા દેશેા માટેના તિરસ્કારને સમાવેશ થતા હતા. પોતાના દેશની વડાઈ અને તેનાં સ્તુતિગાન કરવાની તથા બીજા બધાને તિરસ્કારપૂંક ઉતારી પાડવાની વૃત્તિમાંથી ભિન્ન ભિન્ન દેશો વચ્ચે અચૂકપણે ધણુ અને ઝધડા પેદા થાય જ છે. યુરોપના જુદા જુદા દેશ વચ્ચેની ઔદ્યોગિક તેમ જ સામ્રાજ્યવાદી હરીફાઈ એ બળતામાં ઘી હોમ્યું. ૧૮૧૪-૧૫ ની વિયેના પરિષદે નક્કી કરેલી યુરોપની વ્યવસ્થા ધણુ પેદા કરનાર એક બીજું બળ હતું. એમાં કેટલીક પ્રજાઓને દબાવી દઈ ને બળજબરીથી ખીજી પ્રજાના શાસન નીચે મૂકવામાં આવી હતી. પેલેંડ એક રાષ્ટ્ર તરીકે અદૃશ્ય થયું હતું. આસ્ટ્રિયા-હંગરીનું સામ્રાજ્ય એક શંભુમેળા સમાન હતું અને તેમાંની ભિન્ન ભિન્ન પ્રજા એકષ્મીજીને જીગરથી ધિક્કારતી હતી. યુરોપની દક્ષિણ-પૂર્વમાં આવેલા તુર્ક સામ્રાજ્યમાં બાલ્કન દ્વીપકલ્પમાં ઘણીયે અતુ પ્રજા હતી. ઇટાલી અનેક રાજ્યામાં વહેંચાઈ ગયું હતું અને તેને થાડા ભાગ ઑસ્ટ્રિયાના તાબામાં હતો. યુરોપના આવા પ્રકારના નકશા બદલવાને યુદ્ધ અને ક્રાંતિ મારફત વારંવાર પ્રયત્નો કરવામાં આવ્યા હતા. વિયેનાની પતાવટ પછી તરત જ થયેલા આવા કેટલાક પ્રયત્ના વિષે મેં આગલા પત્રમાં ઉલ્લેખ કર્યાં છે. સદીના ઉત્તરા માં ઇટાલીએ ઉત્તરના પ્રદેશમાંથી આસ્ટ્રિયાની ધૂંસરી ફગાવી દીધી તથા તેના મધ્ય ભાગમાંથી પોપનુ આધિપત્ય પણ દૂર કર્યુ. અને તે એક અને અવિભાજ્ય રાષ્ટ્ર બન્યું. એ પછી તરત જ પ્રશિયાની આગેવાની નીચે જનીએ પણ પોતાની એકતા સાધી. જમનીએ ફ્રાંસને હરાવી તેને તેજોવધ કર્યાં અને સરહદ ઉપરના તેના આલ્સેસ અને લેરેઈન પ્રાંતા લઈ લીધા. એ દિવસથી ફ્રાંસ એનુ વેર લેવાનાં સ્વપ્નાં સેવવા લાગ્યું. ૫૦ વરસની અંદર એનું ખૂનખાર અને ભી વેર લેવામાં આવ્યું.
ઇંગ્લંડ દરેક ખાખતમાં આગળ પડતું હેવાને કારણે સૌથી વધારે ભાગ્યશાળી હતું. લલચાવનારી બધી વસ્તુ
યુરોપના બધા દેશોમાં એની પાસે હતી