________________
મહાયુદ્ધ પહેલાંનાં સે વરસે અને પ્રચલિત પરિસ્થિતિથી તે બિલકુલ સંતુષ્ટ હતું. હિંદુસ્તાન નવીન પ્રકારના સામ્રાજ્યના નમૂનારૂપ હતું. એની રસાળ ભૂમિના શેષણને પરિણામે ત્યાંથી ઈંગ્લંડ તરફ સુવર્ણ અખલિત પ્રવાહ વહેવા લાગ્યું. સામ્રાજ્ય મેળવવાની ઝંખના સેવનારા બધા લેકે ઈંગ્લંડના હિંદના કબજા તરફ ઈષની નજરે જોતા હતા. તેઓ આ હિંદના નમૂના પ્રમાણે અસ્ત્ર પાતપિતાનાં સામ્રાજ્ય રચવાના પ્રયાસ કરી રહ્યા હતા. એ દિશામાં ક્રાંસ અમુક અંશે સફળ થયું. જર્મની એ ક્ષેત્રમાં બહુ મોડું પડયું અને તેને માટે હવે બહુ ઓછે અવકાશ રહ્યો હતું. એટલે ઉત્તરોત્તર વધારે ને વધારે પ્રદેશ પચાવી પાડવાની કોશિશ કરતી અને એમ કરતાં એક બીજી સાથે અથડાઈ પડતી યુરોપની “મહાન સત્તાઓ' વચ્ચે દુનિયાભરમાં રાજકીય તંગદિલી વર્તી રહી. ખાસ કરીને ઈંગ્લેંડ અને રશિયા વચ્ચે નિરંતર ઘર્ષણ ચાલ્યા કરતું હતું કેમકે રશિયા મધ્ય એશિયામાં થઈને ઈંગ્લંડના હિંદના કબજાને જોખમાવી રહ્યું હોય એમ લાગતું હતું. એટલે ઈંગ્લેંડ રશિયાને માત કરવાનો તથા તેને ફાવવા ન દેવાનો નિરંતર પ્રયાસ કરી રહ્યું હતું. સદીના વચગાળામાં જ્યારે તુકને રશિયાએ હરાવ્યું અને કોન્સ્ટોન્ટિનોપલ ઉપર પિતાની લેભી નજર કરી ત્યારે ઈંગ્લંડ તુર્કીની વહારે ધાયું અને રશિયાને પાછું હઠાવ્યું. ઈંગ્લેડે કંઈ તુક માટે ઊભરાતા પ્રેમને વશ થઈને નહિ પણ રશિયાના ભયથી અને હિંદ ગુમાવી બેસવાની બીકે આમ કર્યું હતું.
જર્મની અને યુનાઈટેડ સ્ટેટ્સ ધીમે ધીમે તેની સમીપ આવતાં ગયાં તેમ તેમ ઈંગ્લંડની ઔદ્યોગિક સરસાઈ ઓછી થતી ગઈ. ૧૯મી સદીના અંત સુધીમાં તે પરિસ્થિતિ કટોકટીની હદે પહોંચી. આ યુપી સત્તાઓની ભારે મહત્ત્વાકાંક્ષા માટે આ દુનિયા બહુ નાની હતી. દરેક સત્તા બીજીથી ડરતી રહેતી, તેની ઈર્ષા કરતી અને તેને ધિક્કારતી હતી. અને આ ડર તથા ધિક્કારવા થઈને તેઓ પોતપોતાનાં સૈન્ય તથા લડાયક જહાજે વધારવા લાગી. સંહારનાં આ સાધન વધારવાની બાબતમાં તીવ્ર હરીફાઈ ચાલી. બીજા દેશો જોડે લડવા માટે સંપ કરીને જુદા જુદા દેશે એકત્ર થયા અને છેવટે યુરોપમાં સામસામા લડવા માટે આવી રીતે એકત્ર થયેલા બે પક્ષો ઊભા થયા. એક પક્ષનું આગેવાન કાંસ હતું અને ઈંગ્લેડ ખાનગી રીતે તેની સાથે જોડાયું હતું; જર્મની બીજા પક્ષનું આગેવાન હતું. આખું યુરોપ લશ્કરી છાવણી સમાન બની ગયું. અને ત્યાં આગળ હુન્નરઉદ્યોગ, વેપારરોજગાર તથા લડાયક સરંજામ બનાવવાની હરીફાઈ દિનપ્રતિદિન વધારે ને વધારે તીવ્ર થતી ગઈ. જનતાને આડે રસ્તે દેરવાને તથા બીજા દેશના તેમના પાડોશીઓ પ્રત્યે તેમનામાં ધિક્કારની લાગણી પેદા કરવા માટે પશ્ચિમના બધા દેશોમાં રાષ્ટ્રીયતાની સંકુચિત ભાવના જગાવવામાં આવી અને એ રીતે યુદ્ધને માટે તેને તૈયાર રાખવામાં આવી.