________________
જગતના ઇતિહાસનું રેખાદર્શન આમ આંધળી રાષ્ટ્રીય ભાવનાએ યુરોપમાં પ્રભુત્વ મેળવ્યું. આ વિચિત્ર ઘટના હતી કેમકે સંપર્કનાં સાધનો ત્વરિત થવાને કારણે જુદા જુદા દેશે એકબીજાની વધારે નજીક આવ્યા હતા અને હવે પહેલાં કરતાં ઘણું વધારે લે કે પ્રવાસ કરવા લાગ્યા હતા. કોઈ તે એમ ધારે છે, જો કે તેમના પડોશીઓને વધારે સારી રીતે ઓળખતા થયા તેમ તેમ તેમના પૂર્વગ્રહો ઓછા થયા હશે અને તેમનું સંકુચિત માનસ ઉદાર બન્યું હશે. બેશક અમુક અંશે તે આમ બનવા પામ્યું ખરું પરંતુ નવા ઔદ્યોગિક મૂડીવાદ નીચેના સમાજની રચના જ એવા પ્રકારની હતી કે એંમાંથી રાષ્ટ્ર રાષ્ટ્ર વચ્ચે, વર્ગ વર્ગ વચ્ચે તેમજ માણસ માણસ વચ્ચે ઘર્ષણ પેદા થાય જ.
પૂર્વના દેશમાં પણ રાષ્ટ્રીયતાની ભાવના જાગ્રત થઈ ત્યાં એણે પિતાના દેશ ઉપર પ્રભુત્વ ભગવનારા અને તેનું શોષણ કરી રહેલા વિદેશીઓના સામનાનું
સ્વરૂપ ધારણ કર્યું. પ્રથમ પૂર્વના દેશના ફયુડલ અવશેષોએ વિદેશીઓના પ્રભુત્વને સામનો કર્યો હત; કેમકે, એથી કરીને પિતાની સ્થિતિ જોખમાય છે એ ડર તેમને લાગ્યો હતો. એમાં તેઓ કદી ફળીભૂત થાય એમ નહતું અને આખરે તેઓ નિષ્ફળ નીવડ્યા. એ પછી ધાર્મિક રંગે રંગાયેલી નવી રાષ્ટ્રીયતાની ભાવના પેદા થઈ. ધીમે ધીમે ધર્મને ઢાળ અદશ્ય થતું ગયો અને પશ્ચિમના દેશેના જેવી રાષ્ટ્રીયતા ઉભવી. જાપાનમાં વિદેશી પ્રભુત્વને ટાળવામાં આવ્યું અને તીવ્ર તથા અર્ધ-ફયૂડલ રાષ્ટ્રીયતાની ભાવનાને ઉત્તેજન આપવામાં આવ્યું.
આરંભમાં તે યુરોપના આક્રમણને એશિયાએ સામનો કરવા માંડ્યો હતું પરંતુ યુરોપિયન સૈન્યનાં હથિયારોની તાકાત અને સચોટતાનો પરિચય થતાં એ સામને શિથિલ થયે. યુરોપમાં થયેલા વિજ્ઞાનના વિકાસ અને યાંત્રિક પ્રગનિને લીધે તેનાં સૈન્ય પૂર્વના દેશનાં તે સમયનાં સૈન્ય કરતાં અતિશય બળવાન હતાં. એટલે, એમની સામે પૂર્વના દેશે અસહાય થઈ પડ્યા અને હતાશ થઈને તેમણે પિતાનાં મસ્તક નમાવ્યાં. કેટલાક લેકે કહે છે કે, પૂર્વના દેશે આધ્યાત્મિક છે અને પશ્ચિમના જડવાદી છે. આ પ્રકારની ટીકા અત્યંત ભ્રામક છે. ૧૮મી અને ૧૯મી સદીમાં યુરેપ આક્રમણ કરનાર તરીકે આવ્યું ત્યારે પૂર્વના દેશોનું મધ્યકાલીનપણું અને પશ્ચિમના દેશની ઔદ્યોગિક તેમ જ યાંત્રિક પ્રગતી એ જ એ બે વચ્ચે સાચે તફાવત હતે. હિંદ તથા પૂર્વના બીજા દેશે કેવળ પશ્ચિમના લશ્કરી કૌશલ્યથી જ નહિ પણ તેની વૈજ્ઞાનિક તેમ જ યાંત્રિક પ્રગતિથી પણ ઝંખવાઈ ગયા હતા. આ બધી વસ્તુઓએ મળીને તેમનામાં લશ્કરી તેમ જ યાંત્રિક બાબતમાં ઊતરતા૫ણુની ભાવના પેદા કરી. એમ છતાંયે ત્યાં આગળ રાષ્ટ્રીયતાની ભાવના વધતી ગઈ અને પરદેશી આક્રમણને સામને કરવાની તથા વિદેશીઓને હાંકી કાઢવાની ઈચ્છા જાગ્રત થઈ.