________________
૧૯મી સદી ચાલુ
૧૮૯ ૦ વીસમી સદીના આરંભમાં એક એવો બનાવ બન્યો જેણે એશિયાવાસીઓના માનસ ઉપર ભારે અસર કરી. એ બનાવ તે ઝારશાહી રશિયાનો જાપાને કરેલે પરાય. નાનકડા જાપાને યુરેપની સૌથી મોટી અને બળવાન સત્તામાંની એકનો પરાજય કર્યો એથી સો લેકો આશ્ચર્યચકિત થઈ ગયા. એશિયામાં એથી કરીને આશ્ચર્યની સાથે આનંદ પ્રવર્તી રહ્યો. જાપાન પશ્ચિમના દેશોના આક્રમણની સામે ઝૂઝનાર એશિયાના પ્રતિનિધિ તરીકે લેખાવા લાગ્યું અને થોડા વખત માટે તે તે પૂર્વના બધા દેશમાં અત્યંત લોકપ્રિય થઈ પડ્યું. પણ જાપાન એશિયાનું એવા પ્રકારનું પ્રતિનિધિ નહોતું. તે તે યુરોપની બીજી સત્તાઓની માફક પિતાના સ્વાર્થને ખાતર જ લડયું હતું. જાપાનની છતના ખબર આવે ત્યારે હું કેટલો બધો ઉત્તેજિત થઈ જતો હતો એ મને બરાબર યાદ છે. તે વખતે હું તારી ઉંમરનો હતો.
આમ પશ્ચિમન સામ્રાજ્યવાદ જેમ જેમ વધારે ને વધારે આક્રમણકારી થતે ગયો તેમ તેમ તેને રોકવાને તથા તેની સામે લડવાને માટે રાષ્ટ્રીય ભાવના જાગ્રત થતી ગઈ. પશ્ચિમે આરબ પ્રજાઓથી માંડીને છેક પૂર્વની મંગલ પ્રજાઓ સુધી આખા એશિયામાં રાષ્ટ્રીય હિલચાલે ઉદ્ભવી. આરંભમાં તે સાવચેતીપૂર્વક અને ધીમે પગલે આગળ વધી પરંતુ પછીથી દિનપ્રતિદિન તેની માગણી વધારે ને વધારે ઉદ્દામ બનતી ગઈહિંદમાં એ જ અરસામાં રાષ્ટ્રીય મહાસભાને ઉદય થયું અને તેની શરૂઆતની કારકિર્દીનો આરંભ થયો. એશિયાના બળવાને હવે આરંભ થયો હતો.
૧૯મી સદીનું આપણું અવલેન હજી પૂરું થયું નથી. પરંતુ આ પત્ર ઠીક ઠીક લાંબ થયે છે એટલે તે હવે પૂરે થવો જોઈએ.
૧૦૮. ૧૯મી સદી ચાલુ
૨૪ નવેમ્બર, ૧૯૩૨ મેં મારા આગલા પત્રમાં ૧૯મી સદીનાં કેટલાંક વિશિષ્ટ લક્ષણો તેમ જ પ્રચંડ યંત્રના આગમનને પરિણામે પશ્ચિમ યુરોપમાં ફેલાયેલા ઔદ્યોગિક મૂડીવાદમાંથી ઉદ્ભવેલી કેટલીક વસ્તુઓ વિષે તને કહ્યું છે. એ બાબતમાં પશ્ચિમ યુરોપ આગળ પડ્યું એનું એક કારણ એ છે કે તેની પાસે કાલસ તથા લેઢાની કાચી ધાતુ હતી. પ્રચંડ યંત્ર બનાવવાને તથા તેની પાસેથી કામ લેવાને માટે કેલસ અને લેઢું મહત્ત્વનાં હતાં.
આપણે જોયું કે આ મૂડીવાદમાંથી સામ્રાજ્યવાદ અને રાષ્ટ્રવાદ જમ્યાં. રાષ્ટ્રવાદ એ કંઈ નવી વસ્તુ નહતી. આ પહેલાં પણ એ મેજૂદ હતા. પરંતુ