________________
* .
જગતના ઇતિહાસનું રેખાદર્શન
હવે તે વધારે તીવ્ર અને સંકુચિત બન્યા. તેણે એકી વખતે એકતા સાધી તેમ જ જુદાઈની ભાવના પણ પેદા કરી. એક જ રાષ્ટ્રીય ઘટકમાં વસનારા લેાકેા એકબીજાની વધારે સમીપ આવ્યા પરંતુ બીજા રાષ્ટ્રીય ઘટકામાં વસતા લાકાથી તે વધારે ને વધારે અળગા પડતા ગયા. દરેક દેશમાં રાષ્ટ્રભક્તિ વધતી ગઈ અને તેની સાથે સાથે વિદેશી પ્રત્યેનાં અવિશ્વાસ અને અણગમે પણુ વધતાં ગયાં. યુરોપમાં ઉદ્યોગના ક્ષેત્રમાં આગળ વધેલા દેશા શિકારી પશુઓની પેઠે એકબીજાની સામે કરડી નજરથી જોવા લાગ્યા. ઇંગ્લંડે સૌથી વધારે લૂટ મેળવી હતી એટલે સ્વાભાવિક રીતે જ તે તેને વળગી રહેવા માગતું હતું. પરંતુ બીજા દેશા અને ખાસ કરીને જનીને તે જ્યાં ને ત્યાં ઇંગ્લેંડને અડ્ડો જ નજરે પડતા હતા. એટલે ઘણુ વધવા પામ્યું અને તે છડેચોક યુદ્ધમાં પરિણમ્યું. ઔદ્યોગિક મૂડીવાદની સમગ્ર વ્યવસ્થા અને તેના કણગારૂપ સામ્રાજ્યવાદમાંથી આવાં ધણુ અને કલહ પેદા થાય છે. એ બન્ને, કલહ, સ્પર્ધા અને શોષણના પાયા ઉપર રચાયેલાં હોવાને કારણે એના મૂળમાં જ વિરોધી તત્ત્વા માબૂદ હોય છે અને તેમને સુમેળ સાધી શકાતા નથી. આમ, પૂર્વના દેશોમાં સામ્રાજ્યવાદના સંતાનરૂપ રાષ્ટ્રવાદ તેના કટ્ટો દુશ્મન બન્યા.
તેના મૂળમાં આ વિરોધી તત્ત્વા હોવા છતાં મૂડીવાદી સુધારાએ આપણને ઘણા ઉપયોગી પાઠો પણ શીખવ્યા છે. તેણે આપણને સંગઠનને પા. શીખવ્યો; કેમકે, પ્રચંડ યંત્રો અને મોટા પાયા ઉપરના ઉદ્યોગ ચલાવવા માટે પ્રથમ ભારે સગનની જરૂર પડે છે. મોટા મોટા ઉદ્યોગોમાં તેણે સહકારના પાઠ શીખવ્યો. વળી તેણે કાર્ય કુશળતા અને નિયમિતતા પણ શીખવ્યાં. આ ગુણે વિના મોટું કારખાનું કે રેલવે ચલાવી શકાતાં નથી. કેટલીક વાર એમ કહેવામાં આવે છે કે એ ખાસ કરીને પશ્ચિમના ગુણા છે અને પૂર્વના દેશામાં તે નથી હાતા. બીજી બધી બાબતોની જેમ આમાં પણ પૂર્વ કે પશ્ચિમના કઈ સવાલ નથી. ઉદ્યોગવાદને લીધે એ ગુણા વિકસ્યા છે અને ત્યાં આગળ ઉદ્યોગીકરણ થયું હોવાથી પશ્ચિમના દેશશમાં એ ગુણા છે; જ્યારે પૂર્વના દેશમાં હજી ઉદ્યોગીકરણ થયેલું ન હોવાથી તથા તેઓ ખેતીપ્રધાન હોવાને લીધે તેમનામાં એ ગુણાનો અભાવ છે.
ઔદ્યોગિક મૂડીવાદે ખીજી એક માટી સેવા બજાવી છે. યંત્રા, કાલસે અને વરાળની મદદથી સંપત્તિ કેવી રીતે ઉત્પન્ન કરી શકાય એ તેણે બતાવી આપ્યું. દુનિયામાં હવે ઝાઝી સંપત્તિ પેદા થવાના સંભવ રહ્યો નથી અને તેથી કરીને અસંખ્ય લેાકેાને હમેશાં ગરીબાઈમાં જ સબડતા રહેવું પડવાનું છે એવા પ્રકારના જૂના ભયને તેણે નિર્મૂળ કર્યાં. વિજ્ઞાન અને ય ંત્રાની સહાયથી આખી દુનિયાની વસતી માટે પૂરતા ખારાક અને કપડાં તથા ખીજી બધી જરૂરી ચીજો ઉત્પન્ન કરી શકાય એમ હતું. આ રીતે ઉત્પાદનના કાયડાને કઈ