________________
૨૯૧
૧૯મી સદી ચાલુ નહિ તે સિદ્ધાંતની દૃષ્ટિએ તો ઉકેલ આવી ગયું. પણ એ કેવળ સૈદ્ધાંતિક ઉકેલ જ રહ્યો. બેશક, સંપત્તિ તે બહોળા પ્રમાણમાં પેદા કરવામાં આવી પરંતુ . ગરીબો તે ગરીબ રહ્યા એટલું જ નહિ પણ તેઓ ઊલટા વધારે ગરીબ બન્યા. પૂર્વ તરફના તેમ જ આફ્રિકાના દેશોનું યુરોપના આધિપત્ય નીચે છડેચોક અને નિર્લજ્જ શેષણ કરવામાં આવ્યું. ત્યાં રહેતા દુઃખી લેકોની વહારે ધાનાર કેઈ નહોતું. ખુદ પશ્ચિમ યુરોપમાં પણ ગરીબાઈ રહેવા પામી અને દિનપ્રતિદિન તે વધારે ને વધારે છતી થતી ગઈ. બાકીની દુનિયાના શેષણને લઈને ચેડા સમય માટે તે પશ્ચિમ યુરોપના દેશમાં સંપત્તિ આવી. આ સંપત્તિને ઘણોખરે ભાગ સમાજની ટોચના મૂડીભર લેકોના હાથમાં ગયે. પરંતુ એને થડે ભાગ ગરીબ વર્ગો સુધી પણ પહોંચ્યો અને તેમનું જીવનનું ધોરણ કંઈક 'ઊંચું થવા પામ્યું. વસતી પણ બહુ મોટા પ્રમાણમાં વધી ગઈ
પરંતુ એશિયા, આફ્રિકા અને જ્યાં ઉદ્યોગીકરણ થવા ન પામ્યું હોય એવા બીજા પ્રદેશના શોષણને ભોગે એ ઘણીખરી સંપત્તિ પ્રાપ્ત થઈ હતી તથા જીવનનું ધોરણ ઊંચું થવા પામ્યું હતું. આ શેષણ અને સંપત્તિના પ્રવાહ થડા વખત માટે મૂડીવાદી સમાજવ્યવસ્થાના પરસ્પર વિરોધી તત્ત્વોને ઢાંકી રાખ્યાં. એમ છતાં પણ ગરીબ અને તવંગર વચ્ચેનો ભેદ તથા તેમની વચ્ચેનું અંતર વધતાં ગયાં. એ બંને જુદી પ્રજાઓ હતી, જુદાં રાષ્ટ્રો હતાં. ૧૯મી સદીના એક મહાન અંગ્રેજ રાજપુરુષે તેમનું આવું વર્ણન કર્યું છે:
“ શ્રીમંત અને ગરીબ . . . એ બે જુદી પ્રજાએ છે. જાણે તેઓ જુદા જુદા પ્રદેશમાં અથવા તો જુદા જુદા ગ્રહોમાં વસતી ન હોય તેમ તેઓ એક બીજીની ટેવો, વિચારે તથા લાગણીઓથી અજાણ છે. તેમના ઉછેરની રીત જુદી છે, તેમને ખેરાક જુદો છે, તેમની રીતભાત અને રહેણીકરણ ભિન્ન છે તથા તેમનું શાસન કરનાર કાયદાઓ પણ સમાન નથી.”
આ નવી ઔદ્યોગિક પરિસ્થિતિને લઈને મોટાં મોટાં કારખાનાઓમાં સંખ્યાબંધ મજૂરે આવ્યા અને પરિણામે કારખાનામાં કામ કરનારા મજૂરોને એક નવો વર્ગ ઊભો થયો. ખેડૂતે અને ખેતરમાં કામ કરનારા મજૂરે કરતાં આ મજૂરે ઘણું બાબતમાં જુદા પડતા હતા. ખેડૂતે તે મુખ્યત્વે કરીને ઋતુઓ અને વરસાદ ઉપર આધાર રાખતા હતા. એમના ઉપર તેમનો કાબૂ નથી હોતું એટલે તેમનાં દુઃખ અને ગરીબાઈ દૈવી કારણોને આભારી છે એમ તેઓ માનવા લાગે છે. પરિણામે તેઓ વહેમી બની જાય છે, આર્થિક કારણોની અવગણના કરે છે અને જેને તેઓ બદલી શકે એમ નથી એવા નિર્દય દેવને વશ વતીને નિરાશાભર્યું તથા નીરસ જીવન ગાળે છે. પરંતુ કારખાનાના મજૂરે મનુષ્યત યંત્ર ઉપર કામ કરે છે, ઋતુઓ કે વરસાદની પરવા કર્યા વિના માલ ઉત્પન્ન કરે છે; તેઓ સંપત્તિ પેદા કરે છે ખરા પરંતુ તેને ઘણેખરે ભાગ બીજાઓને હાથ જાય છે અને તેઓ પોતે તે ગરીબ જ રહે છે એવું