________________
- ૧ર
જગતના ઇતિહાસનું રેખાદર્શન તેમને માલુમ પડે છે અને એ રીતે આર્થિક નિયમે કાર્ય કરતા કંઈક અંશે તેમના જેવામાં આવે છે. એટલે તેઓ દેવી કારણેને વિચાર નથી કરતા અને ખેડૂતના જેટલા વહેમી નથી હોતા. પિતાની ગરીબાઈ માટે તેઓ દેવને દોષ દેતા નથી; એને માટે તેઓ સમાજને અથવા સમાજવ્યવસ્થાને અને ખાસ કરીને તે પિતાની મજૂરીને મોટો હિસ્સો પડાવી લેનાર કારખાનાના મૂડીવાદી માલિકને દેષિત ગણે છે. તેમનામાં વર્ગ જાગ્રતિ પેદા થાય છે અને સમાજમાં વર્ગો હોય છે તથા ઉપલા વર્ગે પિતાના વર્ગને શિકાર કરે છે એવું તેઓ જેતા થાય છે. અને એને પરિણામે અસંતોષ અને બંડ જાગે છે. આરંભમાં તે અસંતોષને ગણગણુટ મંદ અને અસ્પષ્ટ હોય છે, તથા શરૂઆતનાં રમખાણો આંધળાં, અવિચારી અને નબળાં હોય છે અને સરકાર તેમને સહેલાઈથી કચરી નાખે છે. સરકાર મોટાં મોટાં કારખાનાંઓ તથા તેમાંથી ઉદ્ભવતા બીજા ઉદ્યોગને કાબૂ ધરાવનાર નવા મધ્યમ વર્ગની સંપૂર્ણપણે પ્રતિનિધિ હોય છે. પરંતુ ભૂખને લાંબા સમય સુધી દબાવી શકાતી નથી અને થોડા જ વખતમાં મજૂર તેના જેવા બીજા મજૂરે સાથે સંપ અને એકતા સાધીને તે દ્વારા નવું બળ પ્રાપ્ત કરે છે. આમ મજૂરનું રક્ષણ કરવાને તથા તેના હક માટે લડત ચલાવવાને મજૂરમહાજને ઊભાં થાય છે. પ્રથમ તે એ ગુપ્ત મંડળે હેય છે કારણ કે સરકાર મજૂરોને પિતાનું સંગઠન કરવાની છૂટ પણ આપતી નથી. સરકાર એ ચોક્કસપણે અમુક વર્ગની જ સરકાર હોય છે તથા તે જેની પ્રતિનિધિ હેય તે વર્ગનું યેનકેન પ્રકારેણ રક્ષણ કરે છે એ વસ્તુ વધારે ને વધારે સ્પષ્ટ થતી જાય છે. કાયદાઓ પણ એ રીતે વર્ગીય એટલે કે અમુક વર્ગને જ સ્પર્શનારા હોય છે. ધીમે ધીમે મજૂરે તાકાત પ્રાપ્ત કરે છે અને તેમનાં મહાજન બળવાન સંસ્થાઓ બને છે. શેષણ કરનારા સત્તાધીશ વર્ગની સામે ખરી રીતે તેમનાં બધાનાં હિત સમાન છે એવી ભિન્ન ભિન્ન શાખાના મજૂરને પ્રતીતિ થાય છે. એટલે જુદાં જુદાં મજૂર મહાજને એકબીજા સાથે સહકાર કરે છે અને આખા દેશના કારખાનાના મજૂરોનો એક સંગઠિત સમૂહ બને છે. એથી આગળનું પગથિયું જુદા જુદા દેશના મજૂરે સાથે અક્ય સાધવાનું હોય છે કેમકે તેમને પણ લાગવા માંડે છે કે તેમના સૌનાં હિત સમાન છે અને તેમને બધાને શત્રુ પણ એક જ છે. આમ “દુનિયાભરના મજૂરે એકત્ર થાઓ ને પિકાર ઊઠે છે અને મજૂરોની આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ ઊભી થાય છે. સાથે સાથે મૂડીવાદી ઉદ્યોગને પણ વિકાસ થાય છે અને તે પણ આંતરરાષ્ટ્રીય બને છે. આ રીતે જ્યાં જ્યાં ઔદ્યોગિક મૂડીવાદ ખીલે છે ત્યાં ત્યાં મજૂરે મૂડીવાદની સામે ખડા થાય છે.
હું બહુ ઝડપથી આગળ નીકળી ગયું અને હવે મારે પાછા હઠવું જોઈએ. પરંતુ ૧૯મી સદીની દુનિયા એ અનેક બળન–ઘણુંખરું પરસ્પર