________________
બ્રિટન ચીન ઉપર બળજબરીથી અફીણ લાદે છે ૭૫૩ શોધવાની જરૂર પડી. હિંદ તેમ જ ચીનમાં બજારની તલાશ માટે તેમની આ જરૂરિયાત કારણભૂત હતી. આ વિદેશી માલ અને ખાસ કરીને અફીણે વેપારની પુરાણી વ્યવસ્થાને અસ્તવ્યસ્ત કરી નાખી અને એ રીતે આર્થિક અંધેર વધારે તીવ્ર બન્યું. હિંદુસ્તાનની પેઠે ચીનનાં બજારમાં પણ વસ્તુઓની કિમંત ઉપર આંતરરાષ્ટ્રીય બજારની કિંમતની અસર થવા લાગી. આ બધી વસ્તુઓએ પ્રજામાં પ્રવર્તતાં અસંતોષ અને હાડમારી વધારી મૂક્યાં અને તેપિંગ બળવાને સહાય કરી સબળ બનાવ્યો.
પશ્ચિમની સત્તાઓની વધતી જતી દખલગીરી અને ઉદ્ધતાઈને આ દિવસોમાં ચીનની આવી દશા હતી. ચીન તેમની માગણીઓ નકારી ન શક્યું એમાં આશ્ચર્ય પામવા જેવું કંઈ નથી. આ યુરોપી સત્તાઓએ તથા હવે પછી આપણે જોઈશું કે પાછળના સમયમાં જાપાને પણ તેની પાસેથી પોતપિતાને માટે ખાસ હકો તથા પ્રદેશે પડાવી લેવા માટે ચીનની અંધાધૂંધી અને મુસીબતોને પૂરેપૂરો લાભ ઉઠાવ્યું. તેમની પરસ્પરની સ્પર્ધા અને એકબીજાની અદેખાઈ આડે આવી ન. હેત તો ચીનના પણ ખરેખર, હિંદના જેવા હાલ થાત અને તે એક યા વધારે યુરેપી રાજ્ય તથા જાપાનને ' તાબેદાર દેશ બની જાત.
૧૯મી સદીમાં ચીનની સર્વસામાન્ય ભૂમિકારૂપ બની રહેલી આર્થિક અવ્યવસ્થા, તેપિંગ બળવે, મિશનરીઓનાં કરતૂકો તથા વિદેશીઓનાં આક્રમણ વગેરે વિષે તને વાત કરતાં હું મારા મુખ્ય વિષયથી જરા દૂર ગયે છું. પરંતુ ઘટનાઓના નિરૂપણને બુદ્ધિપૂર્વક સમજવા માટે એ બધાં વિષે આપણે થોડુંઘણું જાણી લેવું જોઈએ. કેમકે ઐતિહાસિક ઘટનાઓ કેવળ ચમત્કારની પેઠે નથી બનતી. તેના આવિષ્કારને માટે અનેક અનેક પ્રકારનાં બળ કાર્ય કરી રહેલાં હોય છે. પરંતુ આ બધાં બળો સામાન્ય રીતે દૃષ્ટિગોચર થતાં નથી. તે તે ઘટનાઓ અથવા બનાવોના મૂળમાં છુપાયેલાં રહે છે. ચીનના મંચૂ શાસક જેઓ આજ સુધી મહાન અને સમર્થ હતા તેઓ ભાગ્યચક્રનું આ અચાનક પરિવર્તન જોઈને દિમૂઢ બની ગયા હશે. તેમના પતનનાં મૂળ તેમના ભૂતકાળમાં રહ્યાં હતાં એ કદાચ તેમની નજરમાં નહિ આવ્યું હોય. પશ્ચિમના દેશની ઔદ્યોગિક પ્રગતિ તથા ચીનની અર્થવ્યવસ્થા ઉપર થતી તેની વિનાશકારી અસર તેઓની સમજમાં ન આવી. બર્બર વિદેશીઓના વણનોતર્યા પ્રવેશ સામે તેમને ભારે અણગમો હતો. તે સમયના સમ્રાટે વિદેશીઓના આ વણનોતર્યા આગમનને ઉલ્લેખ કરતાં ચીનને એક મજાને પરાણે વાક્યપ્રયોગ વાપર્યો હતો. તેણે જણાવ્યું કે, “હું કઈ પણ માણસને મારી પથારી પાસે સુખે જંપવા દઈશ નહિ!' પ્રાચીન ગ્રંથનાં જ્ઞાન અને વિનોદ કે આપત્તિકાળમાં ધીર ગંભીર