________________
૭૫૪
જગતના ઇતિહાસનું રેખાદર્શન આત્મવિશ્વાસ અને અપ્રતિમ ધૈર્યને બોધ આપતાં હતાં એ ખરું પરંતુવિદેશીઓને દેશમાંથી હાંકી કાઢવાને તે સમર્થ નહતાં.
( નાન્કીનની સંધિએ ચીનનાં દ્વાર બ્રિટન માટે ખુલ્લા કર્યા. પણ , બ્રિટનને એકલાને આ લાડવો ખાવાને મળે એમ નહતું. ફ્રાંસ અને અમેરિકા પણ ત્યાં આવી પહોંચ્યાં અને તેમણે પણ ચીન સાથે વેપારી કરાર કર્યા. ચીન તે અસહાય બની ગયું હતું અને તેના ઉપર ગુજારવામાં આવેલી જબરદસ્તીને કારણે વિદેશીઓને માટે તેના દિલમાં પ્રેમ કે આદર પેદા થયે નહિ. ત્યાં આગળ આ બર્બર' લેકોની હાજરી પણ તેનાથી સહી જતી નહેતી. બીજી બાજુ વિદેશીઓ હજી તૃપ્ત થયા નહોતા. ચીનને ચૂસવાની તેમની ભૂખ તે વધતી જ ગઈ એ બાબતમાં વળી પાછી અંગ્રેજોએ પહેલ કરી.
* વિદેશીઓને માટે એ બહુ અનુકૂળ સમય હતો કેમકે ચીન તેપિંગ બળ શમાવવામાં પડ્યું હતું અને તે તેમને સામને કરવાની સ્થિતિમાં નહોતું. એટલે અંગ્રેજોએ યુદ્ધને માટે કંઈક બહાનું શોધી કાઢવાની પેરવી કરવા માંડી. ૧૮૫૬ની સાલમાં કેન્ટોનના ચીની સૂબાએ ચાંચિયાગીરી કરવા • માટે એક વહાણના ચીની ખલાસીઓને ગિરફતાર કર્યા. એ વહાણ ચીનાઓનું હતું અને કોઈ પણ પરદેશીને એની સાથે સંબંધ નહે. પરંતુ હોંગકોંગ સરકારને પરવાને તેને મળ્યું હતું તેને કારણે તેના ઉપર બ્રિટિશ વાવટ ચડાવવામાં આવેલ હતું. હકીક્ત તે એમ છે કે, એ પરવાનાની મુદત પણ પૂરી થઈ ચૂકી હતી. એ ગમે તેમ છે, પણ બ્રિટિશ સરકારે તે નદીકિનારા ઉપરના ઘેટાના બચ્ચા અને વરુની વાતની પિકે એને યુદ્ધનું બહાનું બનાવી દીધું.
ઈંગ્લેંડથી ચીન લશ્કર રવાના કરવામાં આવ્યું. એ જ અરસામાં ૧૮૫૭ની સાલમાં હિંદમાં બળ ફાટી નીકળ્યો અને એ બધું લશ્કર હિંદ તરફ વાળવામાં આવ્યું. બળ દબાવી દેવામાં આવ્યો ત્યાં સુધી ચીની વિગ્રહને રોકાઈ જવું પડયું. દરમ્યાન ફેંચે એ પણ એ વિગ્રહમાં દાખલ થવાનું બહાનું શોધી કાઢયું. કેમકે ચીનમાં કોઈક સ્થળે એક ફ્રેંચ મિશનરીનું ખૂન થયું હતું. આમ જે વખતે ચીન તેપિંગ બળવો શમાવવામાં રોકાયું હતું તે સમયે અંગ્રેજો અને ફેંચે તેના ઉપર ગીધની પેઠે તૂટી પડ્યા. બ્રિટિશ તેમ જ ફ્રેંચ સરકારએ રશિયા તથા યુનાઈટેડ સ્ટેટ્સને પણ આ વિગ્રહમાં તેમની સાથે જોડાવાને આગ્રહ કર્યો પણ તેમણે એ વાત કબૂલ રાખી નહિ. આમ છતાં પણ લૂંટમાં ભાગ પડાવવા તે તેઓ તૈયાર જ હતાં. વાસ્તવમાં યુદ્ધ તે થવા પામ્યું નહિ અને આ ચારે રાજ્યએ ચીન સાથે નવી સંધિ કરી અને તેની પાસેથી પિતાને માટે છૂટછાટો અને ખાસ હકે પડાવ્યા. પરદેશી વેપારને માટે હવે વળી વધારે બંદરે ખુલ્લાં મુકાયાં.