________________
૧૧૪
જગતના ઇતિહાસનું રેખાદર્શન ઓળખવામાં આવતું હતું. વાસ્તવમાં ઈંગ્લેંડ મિસર ઉપર રાજ્ય કરતું હતું એટલે તેમની વચ્ચે હિતવિરોધ ઊભો થવા પામ્યું નહોતું અને મિસરનાં નાણાં ઘણા મોટા પ્રમાણમાં સુદાનમાં ખરચાયાં હતાં. ખરેખર, ૧૯૨૪ની સાલમાં ઑર્ડ કર્ઝને પણ બ્રિટિશ પાર્લામેન્ટમાં જણાવ્યું હતું કે મિસરે જે નાણું ખરચવાની જવાબદારી ન ઉપાડી હોત તે સુદાન નાદાર થઈ ગયું હોત. જ્યારે મિસર છેડી જવાનો સવાલ તેમની સમક્ષ ખડે છે ત્યારે અંગ્રેજો સુદાનને પિતાના કબજામાં રાખી લેવા માગતા હતા. બીજી બાજુએ, મિસરવાસીઓને પણ લાગ્યું કે સુદાનમાંના નાઈલ નદીના ઉપલાણનાં પાણીના કબજા સાથે પિતાની હસ્તીને આધાર છે. આથી કરીને બંનેને હિતવિરોધ ઊભો થયે.
૧૯૨૪ની સાલમાં ઝઘલુલ પાશા તથા બ્રિટિશ સરકાર વચ્ચે સુદાનને પ્રશ્ન ચર્ચાઈ રહ્યો હતો તે વખતે સુદાનના લેકેએ અનેક રીતે મિસર પ્રત્યેને તેમને પ્રેમ વ્યક્ત કર્યો. એને માટે અંગ્રેજોએ તેમને સખત શિક્ષા કરી. અને વિચિત્ર વાત તે એ હતી કે, ત્યાં આગળ અંગ્રેજો તથા મિસરવાસીઓને સંયુક્ત વહીવટ હતું તથા એને અંગે મિસરને સારી પેઠે ખરચ કરે પોતે હતે છતાંયે મિસરની સરકારની કશીયે સલાહ લીધા વિના સુદાનમાં તેમણે પિતાની મરજી મુજબ પગલાં લીધાં.
મિસરની સ્વતંત્રતાની કહેવાતી જાહેરાતમાં બ્રિટિશેએ બીજી અનામતી મિસરમાંનાં પરદેશી હિતોની રક્ષાને અંગેની રાખી હતી. આ વિદેશી હિતે શું હતાં? આગળના એક પત્રમાં એ વિષે મેં તને થેડું કહ્યું હતું. તુર્ક સામ્રાજ્ય નબળું પડતું જતું હતું ત્યારે મહાન સત્તાઓએ તેના ઉપર કેટલાક નિયમ ઠોકી બેસાડ્યા અને તે મુજબ તેમના પ્રજાજનો પ્રત્યે તુકમાં વિશિષ્ટ પ્રકારને વર્તાવ રાખવામાં આવતું હતું. તેઓ ગમે તે ગુને કરે તે આ યુરેપિયને તુકના કાયદા કે તેની અદાલતેને આધીન નહતા. તેમના ઉપર તેમના દેશનું એલચીખાતું અથવા તે યુરોપિયની બનેલી ખાસ અદાલતે કામ ચલાવતી. તેઓ બીજા પણ ખાસ હક્કો ભેગવતા હતા; જેમકે, ઘણાખરા કરેમાંથી તેઓ મુક્ત હતા. પરદેશીઓના આ વિશિષ્ટ પ્રકારના અને કીમતી હકકો “કેપિટ્યુલેશન'ના નામથી ઓળખાતા. કેપિગ્યુલેશન એટલે હારીને શરણે જવું. અને ખરેખર એ હક્કો માન્ય રાખવામાં આવ્યા એટલા પ્રમાણમાં તુર્કીની રાજ્યસત્તા વિદેશીઓને શરણે ગઈ હતી પણ ખરી. આમ તુર્કીને એ હક્કો માન્ય રાખવા પડ્યા એટલે તુર્ક સામ્રાજ્યની હકુમત નીચેના બીજા ભાગને પણ તે કબૂલ રાખવા પડ્યા. જે સંપૂર્ણપણે ઈગ્લેંડની હકૂમત નીચે હતું અને જ્યાં આગળ તુકની નામની સત્તા પણ રહી નહેતી તે મિસરને પણ તુક સામ્રાજ્યના એક ભાગ તરીકે આ બાબતમાં સહન કરવું પડયું અને ત્યાં પણ કેપિટ્યુલેશન’ના હક્કો ઠોકી બેસાડવામાં આવ્યા. તેમને માટે પરિસ્થિતિ આવી અનુકૂળ હોવાથી શહેરમાં