________________
મિસરની સ્વતન્ત્રતા માટેની લડત
૧૧૩૩
બ્રિટિશ સરકારને આપી. આ રીતે પ્રત્યેક મોટા અમલદારને સાડાઆઠ હજાર પાઉંડ મળ્યા. અને તાજુબીની વાત તો એ છે કે, આટલું ભારે વળતર આપીને નિવૃત્ત કરવામાં આવેલા અમલદારામાંથી કેટલાકને ખાસ કરાર કરીને તરત જ ક્રીથી નોકરીમાં રાખવામાં આવ્યા. ધ્યાનમાં રાખજે કે, મિસર એ કઈ બહુ માટે દેશ નથી અને એની વસતી યુક્ત પ્રાંતની વસતીના ત્રીજા ભાગ કરતાંયે ઓછી છે.
""
મિસરના રાજ્યબંધારણમાં જણાવવામાં આવ્યું છે કે “ બધી સત્તા પ્રજામાંથી ઉદ્ભવે છે. ” પરંતુ સાચી વસ્તુસ્થિતિ તે એમ છે કે, નવા રાજ્યબંધારણના અમલ થયા ત્યારથી ધારાસભાની તા અતિ ખૂરી દશા થઈ છે. મારી જાણ પ્રમાણે તે, એક પણ ધારાસભા તેની પૂરી મુદત સુધી ચાલુ રહી નથી. ફાઉદ રાજાને હાથે વારંવાર તેના અત આભ્યા. તેણે અનેક વાર બંધારણને મોકૂફ઼ રાખ્યું અને આપખુદ રાજા તરીકે શાસન કર્યું.
નવી ધારાસભાની ૧૯૨૬ની સાલમાં કરવામાં આવેલી ચૂંટણીમાં ઝઘલુલ પાશા તથા તેના વદ પક્ષને આખા દેશમાં ડંકા વાગ્યા. ૯૦ ટકા મતા તેમને મળ્યા અને ૨૧૪ ખેડ્કામાંથી ૧૭૭ ખેટકા વદ પક્ષને મળી. ઇંગ્લેંડ સાથે સમજૂતી પર આવવાના પ્રયત્ન કરવામાં આવ્યા અને એને માટે ઝલુલ લંડન ગયા. પરંતુ બંને દૃષ્ટિબિંદુઓના મેળ ન જ સાધી શકાયે અને ધૃણા પ્રશ્નો ઉપર વાટાધાટે પડી ભાગી. સુદાનના પ્રશ્ન એમાંના એક હતા. સુદાન મિસરની દક્ષિણે આવેલા દેશ છે. તે મિસરથી બિલકુલ ભિન્ન દેશ છે; તેની પ્રજા ભિન્ન છે તેમ જ તેની ભાષા પણ જુદી છે. સુદાનમાં થઈ ને નાઈલ નદી ઉત્તરના પ્રદેશમાં વહે છે. છેક નોંધાયેલા ઇતિહાસના સમયથી માંડીને એટલે કે સાતથી આઠ હજાર વરસેથી નાઈલ નદી મિસરની જીવનસ્ત્રોત ખની રહી છે. આખાયે મિસરની ખેતીને આધાર કેવળ નાઈલની વાર્ષિક રેલા આવવા ઉપર છે. ઍબિસીનિયાના ઉચ્ચ પ્રદેશમાંથી અસંખ્ય વરસોથી રસાળ માટી લાવીને એ રેલાએ મિસરના રણને ફળદ્રુપ ભૂમિમાં ફેરવી નાખ્યું છે. લૉર્ડ મિલ્નરે ( જેના બહિષ્કાર કરવામાં આવ્યા હતા તે જ કમિશનને નેતા ) નાઈલ વિષે લખ્યું છેઃ
“જ્યાં સુધી એ મહાનદને ઉપલાણને પ્રદેશ મિસરના ક્ખા નીચે ન હેાય ત્યાં સુધી એનું પાણી - જે મિસરને માટે કેવળ સુખસગવડ કે આખાદીને જ નહિ પણ જીવનમરણને સવાલ છે નિયમિત રીતે પૂરું પડે એ વસ્તુ હમેશાં જોખમમાં જ રહેવાની, એ વિચાર અસ્વસ્થ કરી મૂકનારા છે.”
નાઈલ નદીના ઉપલાણના પ્રદેશ સુદાનમાં આવેલા છે અને તેથી જ મિસર માટે સુદાનનું ભારે મહત્ત્વ છે.
ભૂતકાળમાં, સુદાન મિસર તેમ જ ઇંગ્લંડ એ ખનેના કબજા નીચે છે એમ માનવામાં આવતું હતું અને એને એંગ્લો-ઈજિપ્શિયન સુદાન તરીકે