________________
૧૩૯
જગતના ઇતિહાસનું રેખાદર્શન બેંકવાળાઓ માટે ફાયદાકારક હોય છે એટલું જ નહિ પણ તેને લીધે ઉદ્યોગ તથા ખેતી ઉપર ધીમે ધીમે તેને કાબૂ વધે છે. નાણાં ધીરવાની ના પાડીને અથવા આગળ ધીરેલાં નાણાંની અણીને વખતે ઉઘરાણું કરીને નાણાં ઉછીનાં લેનારને રોજગાર બેંકે ઉથલાવી પાડી શકે છે અથવા તે ગમે તેવી શરતે કબૂલ કરવાની તેને ફરજ પાડે છે. આ વસ્તુ દેશના આંતરિક તેમ જ આંતરરાષ્ટ્રીય એ બંને ક્ષેત્રને લાગુ પડે છે, કેમ કે, મેટી મધ્યસ્થ બેંકે જુદા જાદા દેશની સરકારને નાણાં ધીરે છે અને એ રીતે તેઓ તેમના ઉપર અંકુશ રાખે છે. આ રીતે, મધ્ય તથા દક્ષિણ અમેરિકાની ઘણી સરકારો ન્યૂયોર્કના બેંકવાળાઓના અંકુશ નીચે છે.
આ મેટી મોટી બેંકોનું એક અસાધારણ લક્ષણ એ છે કે તેઓ સારા તેમ જ ખરાબ એ બંને સમયે સમૃદ્ધ થાય છે. સારા સમયમાં ધંધા રોજગારની સાર્વત્રિક સમૃદ્ધિનો તેમને હિસ્સો મળે છે, તેમની તિજોરી તરફ નાણાં વહ્યાં આવે છે અને એ નાણાં તેઓ વ્યાજના ફાયદાકારક દરથી ધીરે છે. મંદી અને કટોકટીના ખરાબ સમયમાં તેઓ પિતાનાં નાણું ચીવટપૂર્વક પકડી રાખે છે અને તે ધીરવાના જોખમમાં ઊતરતી નથી (આ રીતે તેઓ મંદીમાં ઉમેરે કરે છે કારણ કે, શાખ વિના ધંધા રોજગાર ચલાવવાનું મુશ્કેલ બની જાય છે.) પરંતુ એ સમયે તેમને બીજી રીતે ફાયદો થાય છે. જમીન, કારખાનાંઓ વગેરે બધી જ વસ્તુઓના ભાવ બેસી જાય છે અને ઘણા ઉદ્યોગ દેવાળું કાઢે છે. એ વખતે બેંકે આવીને એ બધું સેવે ભાવે ખરીદી લે છે ! આમ વારાફરતી તેજી અને મંદી આવ્યા કરે એમાં જ બેંકને લાભ રહેલે હોય છે.
આ ભારે મંદીના કાળમાં પણ મેટી મટી બેંકે તે આબાદ થઈ છે અને પિતાના શેર ધરાવનારાઓને તેમણે મોટા મોટા નફા વહેંચ્યા છે. એ ખરું છે કે, એ દરમ્યાન યુનાઈટેડ સ્ટેટ્સમાં હજારે બેંક તૂટી ગઈ તેમ જ જર્મની તથા ઓસ્ટ્રિયામાં પણ કેટલીક મોટી મોટી બેંક તૂટી ગઈ. અમેરિકામાં જે બેંકે તૂટી ગઈ હતી તે બધી નાની નાની બેંકે હતી. અમેરિકાની બેંક પદ્ધતિમાં કંઈક ખામી હોય એમ જણાય છે. પરંતુ આમ છતાંયે ન્યૂયોર્કની મેટી મેટી બેંકેએ તે સારે રોજગાર કર્યો હતે. ઈંગ્લંડમાં એકે બેંક તૂટી નહતી.
એથી કરીને આજની મૂડીવાદી દુનિયામાં બૅકવાળાઓ અને શરાફે જ ખરા સત્તાધારીઓ છે અને લેકે આપણે સમયને શુદ્ધ ઔઘોગિક યુગ પછી એ આવતા “નાણાંકીય યુગ” તરીકે ઓળખે છે. પશ્ચિમ યુરોપના દેશમાં અને ખાસ કરીને અમેરિકામાં ઠેકઠેકાણે કરોડપતિઓ અને અબજપતિઓ ફૂટી નીકળે છે. અમેરિકાને તે કરોડપતિઓને દેશ કહેવામાં આવે છે અને ત્યાં આગળ તેને ભારે આદર કરવામાં આવે છે. પરંતુ મેટા મેટા ધનપતિઓની