________________
७१२
જગતના ઇતિહાસનું રેખાદર્શન
હતું. જો કે કાળની ગતિ તે અવિરતપણે ચાલ્યાં જ કરી પરંતુ જાપાનની શિકલ જેની તે જ રહી તેમાં કોા ફેરફાર થવા પામ્યા નહિ. જાપાનની સમાજવ્યવસ્થા કચૂડલ હતી .અને જમીનદારવ ત્યાં સત્તા ઉપર હતા. સમ્રાટ પાસે ઝાઝી સત્તા નહાતી; એક મશહૂર કુળના અગ્રણી શગુનના હાથમાં ખરી સત્તા હતી. હિંદના ક્ષત્રિયાની પેઠે ત્યાં આગળ સૈનિકાને એક વણુ હતા. એ વહુના લોકા સામુરાઈ કહેવાતા. ડ્યૂડલ સરદારો તથા આ સામુરાઈ લકા એ બંને શાસકવર્ગના લેકા હતા. જુદા જુદા સરદારો તથા ભિન્ન ભિન્ન કળા વચ્ચે ઘણી વાર તકરારો થતી. પરંતુ ખેડૂત તથા ખીજાનું દમન તથા શાષણ કરવામાં એ બધા એક થઈ જતા.
અહારની
આમ છતાં પણ જાપાનમાં શાંતિ હતી. દેશને નાદાર કરી નાખનાર લાંબા લાંબા વિગ્રહો પછી શાંતિ આવકારલાયક હતી. ઝડેા કરનારા કેટલાક દાઈસ્યા સરદારાને દાખી દેવામાં આવ્યા. પછી જાપાન આંતરવિગ્રહાની પાયમાલીમાંથી ધીરે ધીરે એઠું થવા લાગ્યું. હવે લેાકેાનાં મન હુન્નરઉદ્યોગ, કળા, સાહિત્ય તથા ધર્મ તરફ વિશેષે કરીને વળવા લાગ્યાં. ખ્રિસ્તી ધર્મને દાખી દેવામાં આવ્યો. બૌદ્ધ ધર્મની પુનર્જાગ્રતિ થઈ અને પાછળથી પિતૃપૂજા–પ્રધાન જાપાનના વિશિષ્ટ પ્રકારના શિન્ટો ધર્મને પણ પુનરુદ્ધાર થયો. ચીનના ઋષિ કૉન્ફ્યુશિયસ સામાજિક આચાર અને નીતિના આદર્શ તરીકે મનાવા લાગ્યા. રાજદરબાર અને ઉમરાવ વમાં કળાની ખિલવણી થઈ. કંઈક અંશે જાપાનનું આ ચિત્ર મધ્ય યુગના યુરોપને મળતું આવતું હતું. પરંતુ પરિવ`નને વેગળું રાખવું એ સહેલું નથી, અને જો દુનિયા સાથેના સંપર્ક બંધ કરવામાં આવ્યા હતા છતાંયે ખુદ અપાનમાં પણ પરિવર્તન પોતાનું કાર્ય કરી રહ્યુ હતું. હા, એટલું ખરું કે, દુનિયા સાથેતે એના સંપર્ક ચાલુ રહ્યો હાત તો એની ગતિ ત્વરિત થાત. ખીજા દેશાની પેઠે ત્યાં પણ ચૂડલ સમાજવ્યવસ્થા આર્થિક વિનાશને પંથે ધસી રહી હતી. પરિણામે અસ ંતોષ વધવા પામ્યા અને શગુન એ બધાને માટે જવાબદાર ગણાયા; કેમકે રાજ્યતંત્રના ચાલક તે હતા. પિતૃપૂજક શિન્ટો ધર્મના ઉત્કષ થવાથી પ્રજામાં સમ્રાટ તરફ આકર્ષણ વધ્યું કેમકે સૂર્યના કુળમાંથી તે સીધા ઊતરી આવ્યો છે એમ ત્યાં માનવામાં આવતું હતું. આ રીતે, પ્રચલિત અસ ંતોષમાંથી રાષ્ટ્રીયતાની ભાવના પેદા થઈ. અને આર્થિક વ્યવસ્થા પડી ભાગવાને કારણે પેદા થયેલી આ રાષ્ટ્રીયતાની ભાવનાને પરિણામે અનિવાય પણે પરિવર્તન થવા પામત તેમ જ દુનિયાને માટે જાપાનનાં દ્વાર પણ ખુલ્લાં થાત.
જાપાનનાં દ્વાર ખોલાવવાને માટે ઘણી વિદેશી સત્તાઓએ પ્રયાસ કર્યાં હતા પરંતુ તેમાં તેમને સફળતા મળી નહોતી. ૧૯મી સદીની અધવચમાં ખાસ કરીને યુનાઈટેડ સ્ટેટ્સને આ બાબતમાં રસ પેદા થયો. તેની વસ્તી