________________
ફિલિપાઈન ટાપુઓ અને યુનાઈટેડ સ્ટેટસ ૭૯૯ એ વસ્તુ અસહ્ય નીવડી. સ્પેનની સરકાર સામે ખુલ્લે બળ ફાટી નીકળે અને ફિલિપીનોએ પિતાની સ્વતંત્રતાની જાહેરાત કરી. એક આખું વરસ આ લડત ચાલુ રહી અને સ્પેનવાસીઓ એ બળવો દબાવી શક્યા નહિ. સંગીન સુધારાઓ આપવાના વચનથી લડત મોકૂફ રખાવવામાં આવી. પરંતુ સ્પેને એ દિશામાં કશું પગલું ભર્યું નહિ અને ૧૮૯૮ની સાલમાં ફરીથી બ9ી ફાટી નીકળ્યો.
દરમ્યાન અમેરિકન સરકારને કોઈ બીજી બાબતમાં સ્પેન જોડે ઝઘડો થયો અને બે દેશો વચ્ચે યુદ્ધની જાહેરાત થઈ. અમેરિકન દરિયાઈ કાફલાએ ૧૮૯૮ના એપ્રિલ માસમાં ફિલિપાઈન ટાપુઓ ઉપર હલ્લો કર્યો. અમેરિકાનું મહાન પ્રજાસત્તાક રાજ્ય પિતાની સ્વતંત્રતાની તરફેણ કરશે એવી સંપૂર્ણ અપેક્ષાથી બળવાના ફિલિપીન નેતાઓએ એ યુદ્ધમાં અમેરિકનોને મદદ કરી. ફરીથી તેમણે પોતાની સ્વતંત્રતાની જાહેરાત કરી અને પ્રજાસત્તાક સરકારની સ્થાપના કરી. ૧૮૯૮ની સાલમાં ફિલિપીનોની કેંગ્રેસ ભરાઈ અને નવેમ્બર માસની આખર સુધીમાં તેણે રાજ્યબંધારણ ઘડી કાઢયું. પરંતુ આ કેંગ્રેસ રાજબંધારણ ઉપર ચર્ચા ચલાવી રહી હતી તે દરમ્યાન યુનાઈટેડ સ્ટેટ્સ સ્પેનને હાર આપી રહ્યું હતું. સ્પેન દુર્બળ હતું અને વરસ પૂરું થયું તે પહેલાં જ તેણે પિતાની હાર કબૂલ કરી અને યુદ્ધને અંત આવ્યો. સુલેહની શરતમાં સ્પેને ફિલિપાઈન ટાપુઓ યુનાઈટેડ સ્ટેટ્સને સેંપી દીધા. આ ઉદાર સખાવતથી સ્પેનને તો કશુંયે ગુમાવવું પડ્યું નહિ કેમકે ફિલિપીન બળવાખોરોએ ત્યાંની સ્પેનની સત્તાને ક્યારનોયે અંત આણ્યો હતે.
યુનાઈટેડ સ્ટેટ્સની સરકારે હવે આ ટાપુઓને કબજે લેવાનાં પગલાં ભરવા માંડ્યાં. ફિલિપીનેએ એની સામે વિરોધ ઉઠાવ્યા અને તેમણે જણાવ્યું કે સ્પેનને એ ટાપુઓ બીજાને સેંપી દેવાનો કશ અધિકાર નહોતો કેમકે તે વખતે સોંપવા જેવું કશું તેમના હાથમાં રહ્યું જ નહોતું. પરંતુ તેમને વિરોધ એળે ગયે. અને નવી પ્રાપ્ત કરેલી સ્વતંત્રતા માટે તેઓ ગોરવ લઈ રહ્યા હતા તે જ ઘડીએ સ્વાતંત્ર્ય માટે ફરીથી નવેસર લડવાનો એટલું જ નહિ પણ સ્પેન કરતાં અનેકગણી બળવાન સરકાર સામે લડવાને પ્રસંગ તેમને પ્રાપ્ત થયે. સાડાત્રણ વરસ સુધી તેમણે પોતાની વીરતાભરી લડત ચાલુ રાખી. થેડા મહિના સુધી એક સંગઠિત સરકાર તરીકે અને પછીથી ગેરીલા પદ્ધતિથી તેમણે પિતાની લડત ચલાવી.
પરંતુ આખરે એ બળવો દાબી દેવામાં આવ્યું અને ત્યાં આગળ અમેરિકન અમલ શરૂ થયો. ત્યાં આગળ મોટા પ્રમાણમાં સુધારા– ખાસ કરીને કેળવણીના ક્ષેત્રમાં– દાખલ કરવામાં આવ્યા પરંતુ સ્વાતંત્ર્ય માટેની માગણી તે ચાલુ જ રહી. ૧૯૧૬ની સાલમાં યુનાઈટેડ સ્ટેટ્સની કોગ્રેસમાં