________________
૮૦૦
જગતના ઇતિહાસનું રેખાદર્શન એક કાયદો પસાર કરવામાં આવ્યું તે અનુસાર અમેરિકાએ ચૂંટાયેલી ધારાસભાને થેડી સત્તા સોંપી. આ કાયદે “જેન્સ કાયદા' તરીકે ઓળખાય છે. પરંતુ અમેરિકન ગવર્નર-જનરલને વચ્ચે પડવાને હકક એ કાયદામાં રાખવામાં આવ્યો છે. અને ઘણી વાર તેણે એમ કર્યું છે પણ ખરું.
ટાપુમાં યુનાઈટેડ સ્ટેટ્સની સત્તા સામે બંડ થયાં નથી એ ખરું પરંતુ ફિલિપીને પિતાની આજની સ્થિતિથી સંતુષ્ટ નથી અને સ્વાતંત્ર્ય માટેની તેમની ચળવળ તથા માગણી તેમણે ચાલુ રાખ્યાં છે. અમેરિકનેએ સામ્રાજ્યવાદી રીત પ્રમાણે તેમને વારંવાર ખાતરી આપી છે કે, તેઓ ત્યાં ફિલિપીનેના લાભ માટે જ રહ્યા છે અને ફિલિપીને પિતાને કારભાર પોતે ચલાવવાને શક્તિમાન થશે કે તરત જ તેઓ ત્યાંથી ચાલ્યા જશે. ૧૯૧૬ના જોન્સના કાયદામાં પણ જણાવવામાં આવ્યું છે કે, “ફિલિપાઈને ટાપુમાંથી પિતાની સાર્વભૌમ સત્તા પાછી ખેંચી લેવાનું તથા ત્યાં આગળ સ્થિર સરકાર સ્થાપિત થઈ શકે કે તરત જ તેમનું સ્વાતંત્ર્ય માન્ય રાખવાનું અમેરિકન પ્રજાનું ધ્યેય આજે છે અને ભૂતકાળમાં હમેશ રહ્યું છે.” આમ છતાં પણ ફિલિપાઈન ટાપુઓની સ્વતંત્રતાને છડેચેક વિરોધ કરનાર સંખ્યાબંધ માણસે અમેરિકામાં છે.
દશ વરસની અંદર ફિલિપાઈન ટાપુઓને તેમની સ્વતંત્રતા આપવામાં આવશે એવી મતલબનો ઠરાવ અથવા જાહેરાત અમેરિકાની કોંગ્રેસે માન્ય રાખી છે, એવી ખબર હું આ લખી રહ્યો છું તે જ વખતે છાપાઓમાં આવી છે.
ફિલિપાઈન ટાપુઓમાં યુનાઈટેડ સ્ટેટ્સનાં કેટલાંક આર્થિક હિત રહેલાં છે અને તેને સુરક્ષિત રાખવાને તે ચિંતાતુર છે. ખાસ કરીને ત્યાંના રબરના બગીચાઓમાં તેમનું હિત છે કેમકે રબર જેવી એક અતિ અગત્યની વસ્તુની તેમને ખોટ છે. પરંતુ હું માનું છું કે, તે ટાપુઓને કબજે રાખવાને પ્રધાન હેતુ જાપાન વિષેને તેમને ભય છે. જાપાન ફિલિપાઈન ટાપુઓની બહુ જ નજીક છે અને તે ઉત્તરોત્તર વધતી જતી વસતીથી ઊભરાઈ રહ્યું છે. આ ટાપુઓ ઉપર જાપાનની લેભી નજર હોય એ બનવાજોગ છે. જાપાન અને અમેરિકાની સરકાર વચ્ચે કંઈ પ્રેમ ઊભરાઈ જતો નથી એટલે ફિલિપાઈનના ભાવિને પ્રશ્ન પ્રશાન્ત મહાસાગરની સત્તાઓના સંબંધના વ્યાપક પ્રશ્નનો એક ભાગ બની ગયા છે.