________________
૧૨. ત્રણ ખંડેનું સંગમસ્થાન
૧૬ જાન્યુઆરી, ૧૯૩૩ નવા વરસના દિવસની મારી એક ઈચ્છા મેં તને પત્ર લખ્યો ત્યારે ધાયું હતું તેના કરતાં ઘણું વહેલી પૂરી પડી. લાંબા ગાળા પછી આખરે આપણું મુલાકાત થઈ અને હું તને ફરી પાછૅ મળ્યો. અને તને તથા બીજાઓને મળ્યાને આનંદ અને ઉત્તેજના મારામાં ઘણા દિવસ સુધી ચાલુ રહ્યાં. એથી મારે દૈનિક કાર્યક્રમ ખોરવાઈ ગયો અને મારા હમેશના કામની બાબતમાં હું બેદરકાર બન્યું. હું રજા ભોગવવાના તાનમાં આવી ગયો. માત્ર ચાર જ દિવસ ઉપર આપણે મળ્યાં હતાં પરંતુ મને તે એ પછી જાણે જુગના જુગ વહી ગયા હોય એમ લાગે છે! હું ક્યારનોયે ભવિષ્યના વિચાર કરવા લાગી ગયે છું અને આપણે પાછાં ક્યારે અને ક્યાં મળીશું એની ઘડભાંજ મને થયાં કરે છે.
દરમ્યાન જેલને કોઈ પણ નિયમ મનને રીઝવવાની મારી રમત રોકી શકે એમ નથી અને તારા ઉપરના આ પત્ર હું ચાલુ રાખીશ.
કેટલાક સમયથી હું તને ૧૯મી સદી વિષે લખી રહ્યો છું. શરૂઆતમાં હું તને એ સદીની એટલે કે નેપોલિયનના પતન પછીનાં લગભગ સે વરસની સામાન્ય રૂપરેખા આપી ગયા. ત્યાર પછી આપણે કેટલાક દેશોનું કંઈક વિગતે અવલોકન કરી ગયાં. હિંદ વિષે આપણે ઠીક ઠીક જાણું લીધું અને પછી ચીન, જાપાન, દૂર પૂર્વના દેશ અને ઈસ્ટ ઈન્ડિઝ તરફ પણ નજર કરી ગયાં. અહીં સુધીમાં આપણે એશિયાના માત્ર એક ભાગનું જ વિગતે નિરીક્ષણ કરી ગયાં; એ સિવાયની દુનિયા તે હજી બાકી જ રહે છે. એ લાંબી કથા છે અને એને એકધારી અને સ્પષ્ટપણે રજૂ કરવાનું કામ સુગમ નથી. દેશ તથા ખંડોને એક પછી એક લઈને મારે તેમને વિષે અલગ અલગ નિરૂપણ કરવું પડે છે, વારંવાર પાછા હઠીને એ જ કાળની બીજા પ્રદેશની વાત મારે આવરી લેવી પડે છે. આ રીતે એમાં ગૂંચવાડે ઊભો થવા પામે એ નિર્વિવાદ છે. પરંતુ ૧૯મી સદીના આ બધા બનાવો જુદા જુદા દેશમાં એક જ જમાનામાં અને લગભગ એક જ વખતે બન્યા હતા. તેમણે પરસ્પર એકબીજા ઉપર અસર પહોંચાડી હતી એ વસ્તુ તારે યાદ રાખવા પ્રયત્ન કરવો જોઈએ. એટલા જ માટે માત્ર એક જ દેશના ઇતિહાસને અભ્યાસ અતિશય ભ્રામક નીવડે છે. ભૂતકાળને ઘડનાર અને તેને વર્તમાન કાળનું સ્વરૂપ આપનાર બનાવો અને બળના મહત્ત્વને સાચો ખ્યાલ માત્ર જગતને ઈતિહાસ જ આપણને આપી શકે. એવો ખ્યાલ આપનાર જગતને ઇતિહાસ તારી આગળ રજૂ કરવાને આ પત્રોનો દાવો નથી. એ મારા ગજા ઉપરવટનું કામ છે અને તને એ ખ્યાલ આપે એવાં પુસ્તકોનો તોટે નથી.