________________
ચીનમાં ક્રાંતિ અને પ્રતિક્રાંતિ
૧૨૯૧
ચીનમાં પરિસ્થિતિએ પલટા ખાધે એને માટે માસ્કામાં રેડીનની સામે આકરી ટીકા થઈ અને ૧૯૨૭ના જુલાઈ માસમાં તે રશિયા જવા ઊપડ્યો. એના જવાથી હૂઁ કામાંનુ ૩-મીન-ટાંગનું ઉદ્દામ દળ છિન્નભિન્ન થઈ ગયું. હવે કુમીન-ટાંગતા સંપૂર્ણ કાબૂ નાન્કિન સરકારના હાથમાં આવ્યે તથા ઉદ્દામ ળ અને મજૂરનેતા સામેની અને ખાસ કરીને સામ્યવાદી સામેની જેહાદ ચાલુ જ રહી. આ વખતે ચીન છેડી જનારાઓમાં, અથવા જેમને ત્યાંથી હાંકી કાઢવામાં આવ્યા હતા તેમાં મહાન નેતા સુનયા-સૈનની આદરણીય વિધવા શ્રીમતી સુગ પણ હતી. તેણે અતિશય ખેદપૂર્વક જાહેર કર્યું કે ચીનની સ્વતંત્રતા માટેના તેના ધણીના મહાન કાર્યને લશ્કરવાદી તથા બીજાઓએ દગો દીધો છે. અને આમ છતાંયે આ લશ્કરવાદીએ ડૉ. સુનના રાષ્ટ્રવાદ, લોકશાહી તથા સામાજિક ન્યાય આદિ ત્રણ સુપ્રસિદ્ધ સિદ્ધાંતાનું ઉચ્ચારણ કર્યાં કરતા હતા.
ચીન વળી પાછું, એકબીજા સામે લડતા સેનાપતિ તથા લડાયક સરદારોની જાળમાં ફસાઈ ગયું. કૅન્ટોન નાન્કિન સરકારથી છૂટું પડી ગયું અને દક્ષિણમાં તેણે પેાતાની અલગ સરકાર સ્થાપી. ૧૯૨૮ની સાલમાં પેકિંગ નાન્કિન સરકારના હાથમાં આવ્યું. એનું નામ બદલીને પીપીંગ રાખવામાં આવ્યું. તેના અ ઉત્તરની શાંતિ થાય છે. પેકિંગને અર્થ ‘ ઉત્તરનું પાટનગર ’ એવા
6
3
થતા હતા પરંતુ હવે તે પાટનગર રહ્યું નહતું.
પેકિંગ, અથવા પીપીંગનું હવે આપણે તેને એ નામથી ઓળખવું જોઈ એ - પતન થયા છતાંયે દેશના જુદા જુદા ભાગેામાં આંતરવિગ્રહ ચાલુ જ રહ્યો. કૅન્ટને તો પોતાની અલગ સરકાર સ્થાપી હતી પરંતુ ઉત્તરમાંયે જુદા જુદા લડાયક સરદારા પોતાની મરજીમાં આવે તેમ વતા હતા. તેમણે પોતાની અંગત લડાઈ એ ચાલુ રાખી હતી અને કાઈ કાઇ વખત થાડા વખત માટે તેઓ એકબીજા સાથે સમજૂતી કરતા. સિદ્ધાંતની દૃષ્ટિએ તે નાન્જિનની કહેવાતી ‘ રાષ્ટ્રીય ’સરકારની ફૅન્ટેન સિવાયના આખાયે ચીન ઉપર હકૂમત હતી. પરંતુ, દેશના કેટલાયે પ્રદેશ - ખાસ કરીને દેશની અંદરના ભાગમાં આવેલા વિશાળ પ્રદેશ જ્યાં આગળ સામ્યવાદી સરકાર સ્થાપવામાં આવી હતી નાન્કિન સરકારના અંકુશની બહાર હતા. નાત્કિન સરકાર, આર્થિ ક મદદ માટે, મુખ્યત્વે કરીને શાંધાઈના બેંકો અને શરાફે। ઉપર આધાર રાખતી હતી. જુદા જુદા સેનાપતિનાં મોટાં મોટાં સૈન્ય ખેડૂત વર્ગ ઉપર ભયંકર ખેોજારૂપ થઈ પડયાં. લશ્કરમાંથી નિવૃત્ત થયેલા સ ંખ્યાબંધ સૈનિકા કામની શોધમાં દેશમાં ઠેર ઠેર રખડતા હતા અને તેમને કશુંયે કામ ન મળવાથી તે ઘણી વાર ધાડપાડુઓ બની જતા.
૧૯૨૭ની સાલના ડિસેમ્બર માસમાં નાન્જિન સરકાર અને સેવિયેટ સરકાર વચ્ચેના સંબંધો તૂટયા અને સામ્રાજ્યવાદી સત્તાના આશ્રય નીચે
--
,