________________
૧૪૭૦
જગતના ઇતિહાસનું રેખાદર્શન ઇતિહાસ તે આપણને શીખવે છે કે જગતમાં વિકાસ અને પ્રગતિ થતાં રહે છે અને માનવીની અપાર પ્રગતિ માટે સંભવ રહેલું છે. અને જીવન પણ સમૃદ્ધ અને વૈવિધ્યપૂર્ણ છે. એમાં ભેજવાળી જગ્યાઓ અને કીચડનાં ખાબોચિયાં પણ છે તેમ જ વિસ્તીર્ણ સાગર, પર્વત, બરફ, હિમપ્રવાહ, તારાથી ઝગમગતી અદ્ભુત રાત્રિઓ (ખાસ કરીને તુરંગમાં !) કુટુંબ તથા મિત્રો પ્રત્યેનો પ્રેમ, એક જ ધ્યેયને અર્થે કાર્ય કરનારાઓની બિરાદરી, સંગીત, પુસ્તકો અને વિચારનું સામ્રાજ્ય પણ છે. આ બધી વસ્તુઓ જોઈને આપણે દરેક જણ પણ કહી શકીએ કે,
પ્રભો, છબે પૃથ્વી ઉપર શિશુ હું છે પૃથિવીને,
પિતાસ્થાને મારે ઉડ-સભર આકાશ તદપિ. વિશ્વના સૌંદર્યનાં ગુણગાન ગાવાનું અને વિચાર તથા કલ્પનાની દુનિયામાં વસવાનું સુગમ છે. પરંતુ બીજાઓ ઉપર શું વીતી રહ્યું છે એની લેશ પણ પરવા કર્યા વિના આ રીતે તેમના દુઃખથી દૂર ભાગવાનો પ્રયાસ કરે એ વૈર્ય કે બિરાદરીની ભાવનાનું ચિહ્ન નથી. વિરાર કાર્યમાં પરિણમવો જોઈએ. એમાં જ તેની યથાર્થતા રહેલી છે. આપણા મિત્ર માં રોલાં કહે છે કે,
કાર્ય એ વિચારની પરિસમાપ્ત છે. જે વિચારો કાર્ય તરફ ઢળતા નથી તે બધાયે વિચારે વ્યર્થ છે, ધેકાબાજી છે. એટલે, આપણે જે વિચારના સેવકે હઈએ તે આપણે કાર્યને સેવક બનવું જોઈએ.”
પરિણામોના ડરના માર્યા લેકે ઘણી વાર કાર્યને ટાળે છે. કેમ કે કાર્યમાં હમેશાં જોખમ અને ભય રહેલાં જ હોય છે. દૂરથી જોતાં જોખમ અતિશય ભીષણ અને ડરામણું લાગે છે પરંતુ પાસે જઈને એને બારીકાઈથી નિહાળો તે એ એટલું ભયાનક નથી લાગતું. અને ઘણી વાર તે તે આપણે મજાને સાથી હોય છે અને આપણા જીવનના ઉલ્લાસ અને આનંદમાં તે વૃદ્ધિ કરે છે. કેટલીક વાર જીવનને સામાન્ય ક્રમ બહુ જ નીરસ બની જાય છે. ઘણી વસ્તુઓને આપણે સહજપ્રાપ્ત ગણુને ચાલીએ છીએ અને તેમાં આપણે આનંદ લઈ શકતા નથી. પરંતુ તેમના વિના થડે વખત ચલાવી લેવાને પ્રસંગ આવે છે ત્યારે જીવનની એ બધી સહજપ્રાપ્ત અથવા સામાન્ય વસ્તુઓની આપણે કેટલી બધી કદર કરીએ છીએ ! ઘણું લેકે ઊંચા ઊંચા પર્વત ઉપર ચડે છે અને ચડવાની મુશ્કેલી વટાવવામાંથી તેમ જ જોખમે પાર કરવામાંથી મળતે આનંદ માણવાને ખાતર તેઓ પિતાના જીવનનું તથા પિતાની જાતનું જોખમ ખેડે છે; અને તેમની આસપાસ ભમી રહેલા જોખમને કારણે તેમની ગ્રહણશકિત અતિશય સતેજ બને છે અને તેમની જિંદગી જીવન અને મૃત્યુ વચ્ચે ઝોલાં ખાતી હોય છે એટલે તેમના જીવનને આનંદ પણ અતિશય ઉત્કટ બને છે.