________________
છેલ્લા પત્ર
૧૪૯
શ્રદ્ધાનાં તે મૂર્ત સ્વરૂપો છે તે આજે આપણામાં નથી રહી છતાંયે તેમને ભાળીને આપણે આજે પણ રામહર્ષ અનુભવીએ છીએ. પરંતુ એ શ્રદ્ધાના વિસા હવે વીતી ગયા છે અને તેની સાથે પથ્થરોમાં એ જાદુઈ સ્પ` પણ જતે રહ્યો છે. મદિર, મસ્જિદો તથા દેવળા હજી આજે પણ હજારાની સંખ્યામાં બંધાતાં જાય છે પરંતુ મધ્યયુગમાં તેમને જીવંત બનાવતી ભાવના તેમનામાં રહી નથી. તેમની અને આપણા જમાનાના પ્રતિનિધિરૂપ વેપારી ઑફિસોની વચ્ચે ઝાઝો તફાવત નથી.
આપણા જમાના જુદા પ્રકારના છે. એ સશય અને અનિશ્ચિતતાના યુગ છે. એમાં ઘણી બાબતો વિષે આપણા ભરમ ભાગી ગયા છે અને અનેક વસ્તુઓને વિષે આપણે પ્રશ્ન ઉઠાવતાં થયાં છીએ. પ્રાચીન કાળની અનેક માન્યતાઓ તથા રૂઢિઓને આપણે સ્વીકાર કરી શકતાં નથી. એશિયા, યુરોપ કે અમેરિકા જ્યાં જુઓ ત્યાં લેાકાની એમના ઉપરની . શ્રદ્ધા ઊઠી ગઈ છે. એથી કરીને આપણા નવા વાતાવરણ સાથે બંધ બેસે એવી નવી રીતેા તથા સત્યની બાજીની ખાજ આપણે કરીએ છીએ. આપણે પરસ્પર પ્રશ્નો પૂછીએ છીએ, ચર્ચા કરીએ છીએ, લડીએઝધડીએ છીએ અને અનેક · વાદો ' તથા ફિલસૂફીઓ ઊભી કરીએ છીએ. સોક્રેટિસના સમયની પેઠે આપણે શંકા અને પ્રશ્નોના યુગમાં રહીએ છીએ. પરંતુ પ્રશ્નોનું ક્ષેત્ર આજે ઍથેન્સ જેવા કાઈ એક શહેરમાં મર્યાદિત થયેલું નથી પરંતુ તે જગવ્યાપી બની ગયું છે.
<
કેટલીક વાર દુનિયાના અન્યાયા, દુ:ખા તથા પાશવતા આપણને દમે છે, આપણા મનમાં અંધકાર છાઈ દે છે અને આપણને કશા મા દેખાતો નથી. મૈથ્યુ આĚલ્ડની પેઠે આપણને પણ લાગે કે આ દુનિયામાં આશાને સ્થાન નથી અને આપણે પરસ્પર એકબીજા પ્રત્યે સચ્ચાઈ રાખીએ એટલું જ આપણે કરી શકીએ એમ છીએ.
સમક્ષ અહીં આપણી વિતત જે સંસારને પડ્યો પટ દીસે, ન હોય બસ દેશ શું સ્વપ્નના? કશે। વિવિધ, શાય સુંદર, નવીન કેવા ! અરે ન એ મહીં ખરે પ્રકાશ જરી પ્રેમ આનંદ વા, સુનિશ્ચિતપણું, સુશાંતિ, કંઈ ની કે દવા. અને સકળ આપણે ? જ્યમ અધાર મેદાનમાં શકે અમુધ લશ્કરી રજનિમાં પડયાં ખાખડી, ધસત બસ એકમેક પર, શબ્દ સંગ્રામના સુણી, વરતી નાસભાગ, ધસડાઈ જે આખાયાં.
આમ છતાંયે, આપણે આવું નિરાશાભર્યું વલણ રાખીએ તે આપણે
જીવન અથવા ઇતિહાસમાંથી સાચે ખેષ નથી લીધે એમ ગણાય. કેમ કે,