________________
દુનિયાનું શરાફ ઈગ્લડ
૯૧૧ આશરો લે છે. હિંદમાં આજે આપણને એનું દર્શન થાય છે. હમણું જ મેં એક છાપામાં વાંચ્યું કે કોઈ એક બ્રિટિશ અમલદાર ઉપર ધમકીના પત્ર લખવા માટે મૂછને દોરે પણ હજી નથી ફૂટો એવા એક છોકરાને આઠ વરસની સખત કેદની શિક્ષા કરવામાં આવી છે !
મૂડીવાદી ઉદ્યોગના વિકાસને પરિણામે ઘણું ફેરફાર થવા પામ્યા છે. મૂડીવાદનું કાર્યક્ષેત્ર ઉત્તરોત્તર વધારે ને વધારે મોટું થતું ગયું; નાની પેઢીઓના કરતાં મોટી પેઢીઓ વધારે કુશળતાપૂર્વક કાર્ય કરી શકે અને તે વધારે ફાયદાકારક પણ નીવડે. આથી સમગ્ર ઉદ્યોગ ઉપર પિતાને કાબૂ જમાવનારી જબરદસ્ત પેઢીઓ --- એને ટ્રસ્ટ કહેવામાં આવે છે – ઊભી થઈ અને નાના નાના સ્વતંત્ર ઉત્પાદક તથા નાનાં નાનાં કારખાનાંઓને તે ગળી ગઈ. “લે ફેર” એટલે કે સ્વર પ્રવૃત્તિના જૂના વિચારો એની આગળ ધૂળભેગા થઈ ગયા, કેમ કે વ્યક્તિગત સાહસ કે પ્રવૃત્તિને માટે હવે અવકાશ કે તક રહી નહોતી. આ જબરદસ્ત પેઢીઓ અથવા કોરપોરેશનેનું દેશની સરકાર ઉપર પણ પ્રભુત્વ હતું.
મૂડીવાદને પરિણામે સામ્રાજ્યવાદનું એક બીજું અને વધારે ઉગ્ર સ્વરૂપ પણ ઉદ્ભવ્યું. ૧૯મી સદીના ઉત્તરાર્ધમાં ઔદ્યોગિક સત્તાઓ વચ્ચે સ્પર્ધા પેદા થતી ગઈ તેમ તેમ તેઓ બજારે તેમ જ કાચા માલને માટે દૂર દૂર નજર કરવા લાગી. સામ્રાજ્ય ઊભું કરવા માટે દુનિયાભરમાં પડાપડી અને ઝૂંટાઝૂંટ થવા લાગી. હિંદુસ્તાન, ચીન, બહ૬ ભારત, ઈરાન વગેરે એશિયાના દેશમાં શું બનવા પામ્યું તે કંઈક વિગતે હું તને કહી ગયો છું. યુરોપી સત્તાઓ હવે આફ્રિકા ઉપર ગીધની માફક તૂટી પડી અને એ ખંડને તેમણે આપસમાં વહેંચી લીધો. અહીં પણ ઇંગ્લંડ મોટો ભાગ પડાવ્ય – ઉત્તરમાં તેણે મિસર લીધું તથા આફ્રિકાના પૂર્વ, પશ્ચિમ તથા દક્ષિણ ભાગમાં પણ તેણે જબરદસ્ત પ્રદેશ પડાવ્યા. ફ્રાંસે પણ એ બાબતમાં ઠીક કર્યું. આ લૂંટમાં ઇટાલી પણ ભાગ પડાવવા ચહાતું હતું પણ એબીસીનિયાએ તેને સખત હાર આપીને સૌને આશ્ચર્યચકિત કરી મૂક્યાં. એ લૂંટમાં જર્મનીને પણ હિસ્સો મળે પણ એથી તેને સમાધાન ન થયું. શેરબકોર કરતો, ધાકધમકી આપતા અને આચકી લેતે સામ્રાજ્યવાદ જ જ્યાં ત્યાં દેખા દેતે હતે. બ્રિટિશ સામ્રાજ્યવાદના જોકપ્રિય કવિ રુડ્યાર્ડ કિપલિંગે “ગેારા લેકેનો બોજો” એ વિષે કાવ્ય લખ્યું. ફ્રેંચ લોકો પછાત પ્રજાઓને સભ્ય બનાવવાના ક્રાંસના મિશનની વાત કરવા લાગ્યા. બેશક, જર્મન લોકોને પણ પિતાની સંસ્કૃતિને ફેલાવો કરવાને હતે. આથી, આ બીજી પ્રજાઓને બેજે વહન કરનારાઓ તથા બીજી પ્રજાઓને સભ્ય બનાવનારાઓ તેમ જ તેમને સુધારનારાઓ કેવળ આપભોગની ભાવનાથી