________________
૧૪૮ જ તેને અંત આણશે એ જ્યારે ડર પેદા થયો ત્યારે બળવે તે સીધીસાદી લેકશાહી સામે જ પોકારવામાં આવ્યો હતે. હું આગળ કહી ગયે છું તેમ જ્યારે આવી સ્થિતિ પેદા થાય છે ત્યારે પ્રત્યાઘાતીઓ લેકશાહીનાં ધોરણે જાળવવાની કે પ્રજામત ફેરવવાની તકલીફમાં નથી પડતા. એવે પ્રસંગે તેઓ હથિયારને આશરો લે છે; ત્રાસ તથા હિંસા દ્વારા પ્રજા ઉપર પિતાની ઈચ્છા ઠોકી બેસાડવાનો પ્રયત્ન કરે છે.
સ્પેનની લશ્કરી અને પાદરીઓની ટોળકીને જર્મની તથા ઇટાલીની બે ફાસીવાદી સત્તાઓને સ્વેચ્છાપૂર્વકનો સાથ મળી ગયું. એ બંને ફાસીવાદી સત્તાઓ ભૂમધ્ય સમુદ્ર ઉપર કાબૂ મેળવવા તથા તેમાં નકામથકે સ્થાપવાને માટે સ્પેન ઉપર પિતાનું પ્રભુત્વ જમાવવા માગતી હતી. સ્પેનની ખનીજ સંપત્તિએ પણ એ સત્તાઓને આકર્ષી હતી. આ રીતે સ્પેનનું યુદ્ધ એ આંતરયુદ્ધ નહિ પણ વાસ્તવમાં કાન્સને અપંગ તથા ઈગ્લેંડને દુર્બળ બનાવીને આખાયે યુરોપ ઉપર ફાસીવાદની આણ વર્તાવવા માટેના સત્તાના રાજકારણની રમતનું સુરેપી યુદ્ધ હતું. એમાં જર્મની અને ઈટાલીનાં હિત કંઈક અંશે અથડાતાં હતાં પરંતુ થોડા વખત પૂરતું તે તેમણે બંનેએ સાથે મળીને કામ કર્યું.
ફાસીવાદી સ્પેન કાંસને માટે જીવલેણ નીવડે એમ હતું તેમ જ તે પૂર્વના દેશો તરફના તેમ જ કેપ ઑફ ગુડ હોપના દરિયાઈ માર્ગોને જોખમાવે એમ હતું. પછીથી જિબ્રાલ્ટર નકામું બની જાય અને સુએઝની નહેરની કશી કિંમત ન રહે. આમ, લેકશાહીના પ્રેમને ખાતર નહિ તે પિતાના હિતની દષ્ટિથી પણ ઈંગ્લેંડ તથા ક્રાંસ સ્પેનની સરકારને બળ શમાવી દેવા માટે હરેક પ્રકારની વાજબી મદદ આપે એવી અપેક્ષા કઈ પણ માણસ રાખે. પરંતુ પિતાના રાષ્ટ્રના હિતને ભેગે પણ વર્ગનાં હિતે સરકારને કેવી રીતે પ્રેરે છે એ વસ્તુ અહીં પણ ફરીથી આપણા જેવામાં આવે છે. બ્રિટિશ સરકારે બિનદરમ્યાનગીરીની એક પેજના તૈયાર કરી. એ યેજના આપણું જમાનાના ફારસના એક ભારેમાં ભારે નમૂના સમાન થઈ પડી છે. જર્મની તથા ઈટાલી એ બને બિનદરમ્યાનગીરી કમિટીમાં છે અને તે છતાંયે તેઓ બળવાખોરને છડેચોક મદદ કરે છે અને તેમને કાયદેસરની સરકાર તરીકે માન્ય રાખે છે. તેઓ પિતાનાં સને ફકની મદદે મેકલે છે તેમ જ તેમના વિમાનીએ સ્પેનનાં શહેરો ઉપર બૅબમારો કરે છે. આ રીતે બળવાખાને મદદ મળતી રહે એ જ બિનદરમ્યાનગીરીને અર્થ થયે છે. અંગ્રેજોની ઉશ્કેરણીથી ફેંચ સરકારે પિતાની પિરિનીઝની સરહદ બંધ કરી છે અને આ રીતે સ્પેનના પ્રજાસત્તાકને જેમ તેમ કરીને પહોંચતી ડીઘણું મદદ પણ બંધ કરી છે.