________________
૧૪૮૦
જગતના ઇતિહાસનું રેખાદર્શન પોતાની સ્વતંત્રતાની રક્ષા કરવાની હાકલ કરી અને તેને હથિયાર પૂરાં પાડ્યાં. આમજનતાએ એ હાકલને સારે જવાબ વાળે અને કાંકની તપ અને હવાઈ બૅબમારા સામે તે લગભગ ઉઘાડે માથે લડી. તેણે કાંકોને ખાળી રાખે. લેકશાહીને ખાતર લડવાને માટે દેશદેશથી સ્વયંસેવકે આવ્યા. તેમણે આંતરરાષ્ટ્રીય દળની સ્થાપના કરી અને એ દળે તેની કટોકટીની ઘડીએ પ્રજાસત્તાકને કીમતી મદદ કરી. પરંતુ પ્રજાસત્તાકની મદદે સ્વયંસેવકે આવી રહ્યા હતા ત્યારે કાંકોને સહાય કરવાને માટે તે મોટી સંખ્યામાં ઇટાલીનું વ્યવસ્થિત લશ્કર આવી પહોંચ્યું તેમ જ જર્મની તથા ઈટાલીમાંથી તેને એરપ્લેને, વિમાનીએ, ઇજનેરે તથા શસ્ત્રસરંજામ પણ મળે. ફ્રકની પાછળ એ બે મહાન સત્તાઓના અનુભવી લશ્કરી નિષ્ણાત હતા જ્યારે પ્રજાસત્તાકના પક્ષમાં ધેર્ય, ઉત્સાહ અને બલિદાનની ધગશ હતી. ૧૯૩૬ના નવેમ્બર માસ સુધીમાં બળવાખોરો માડ્રિડના દ્વાર સુધી આવી પહોંચ્યા, પરંતુ પ્રજાસત્તાકની જનતાએ એક સર્વોપરી પ્રયાસ કરીને તેમને ત્યાં જ ખાળી રાખ્યા. પ્રજામાંથી “રૂક જાઓ” એ પોકાર ઊડ્યો અને રોજેરોજ તેના ઉપર બૅબમારો અને તોપમારો થવા છતાં તેમ જ તેની સુંદર ઇમારતે જમીનદોસ્ત થઈ ગઈ દાહક બૅબમારાને કારણે ત્યાં આગળ વારંવાર આગ લાગવા માંડી, તેનાં વીરમાં વીર બાળકે તેને ખાતર મરણશરણ થયાં તે પણ માડિ શહેર અણજીત્યું અને વિજયી રહ્યું. બળવાખોરેનું લશ્કર માડ્રિડને સીમાડે આવી પહોંચ્યાને બે વરસ થઈ ગયાં છે. આમ છતાંયે તે હજી ત્યાંનાં ત્યાં જ રહ્યાં છે અને “રૂક જાઓ ને પકાર સાંભળે છે. અને માડ્રિડ – ગમગીન અને સૂનકાર બની ગયેલું માડિ–સ્વતંત્રતાને વરેલું પિતાનું શિર ઊંચું રાખી રહ્યું છે અને તે સ્પેનની પ્રજાના ગૌરવશાળી અને અજેય આત્માનું મૂર્તિમંત સ્વરૂપ બનીને ઊભું છે.
આ પેનની લડત આપણે સમજી લેવી જોઈએ. એ કેવળ સ્થાનિક કે રાષ્ટ્રીય લડત નથી પણ એથી વિશેષ છે. લેકશાહી પદ્ધતિથી ચૂંટી કાઢવામાં આવેલી પાર્લામેન્ટ સામે ઉઠાવવામાં આવેલા બળવાથી એને આરંભ થશે. સામ્યવાદ તેમ જ ધર્મ ભયમાં આવી પડ્યો છે એ પિકાર ઉઠાવવામાં આવ્યું પરંતુ પ્રજાપક્ષના ધારાસભાના સભ્યોમાં સામ્યવાદીએ તે ગણ્યાગાંડ્યા હતા અને ઘણું મોટા ભાગના સભ્યો તે સમાજવાદી અને પ્રજાસત્તાકવાદીઓ હતા. અને ધર્મની બાબતમાં જોઈએ તે પ્રજાસત્તાક માટે સૌથી વધારે વીરતાપૂર્વક લડનારાઓ તે બાસ્ક પ્રદેશના કેથલિક હતા. પ્રજાસત્તાકે ધાર્મિક સ્વતંત્રતાની બાંયધરી આપી છે – જે કે હિટલર જર્મનીમાં એવી સ્વતંત્રતા આપતા નથી – પરંતુ જમીનનાં સ્થાપિત હિતે તેમ જ ચર્ચ તરફથી અપાતી કેળવણીની બાબતમાં તે બેશક વાંધે કાવવામાં આવ્યું હતું. પરંતુ જમીન અને મેટી જમીનદારીની ફડલ વ્યવસ્થા ઉપર તે પ્રહાર કરશે તેમ