________________
પૂતિ
૧૪૭૯
જોકે ફ્રાંસ તથા ઈંગ્લંડે તેની જીતને માન્ય રાખી છે છતાંયે અબિસીનિયા જિતાયું છે એમ ભાગ્યે જ કહી શકાય.
અભિસીનિયાની કરુણ ઘટના તથા પ્રજાસંધની સત્તાઓએ તેના કરેલા વિશ્વાસધાતથી દુનિયાને પ્રજાસધની દુળતા તથા લાચારીની ખબર પડી ગઈ. હિટલર હવે નિર્ભયપણે પ્રજાસ ધને ઠોકર મારી શકે એમ હતું. અને ૧૯૩૬ની સાલના માર્ચ માસમાં રાઈન નદીના બિનલશ્કરી પ્રદેશમાં હિટલરે પોતાના સૈન્યને માકલી આપ્યું. વર્સાઈની સધિને આ બીજો ભગ હતા.
'
સ્પેન : ૧૯૩૬ની સાલમાં યુરોપમાં પોતાનું પ્રભુત્વ જમાવવાના ફાસિસ્ટેટના પ્રયાસાનું ખીજું પગલું ભરવામાં આવ્યું અને લોકશાહી તથા સ્વત ંત્રતા માટેની એ ભારે મહત્ત્વની લડાઈ નીવડવાની હતી. પોતાનું પ્રભુત્વ જમાવવાને માટે હરીફ બળે સ્પેનમાં કેવી રીતે લડી રહ્યાં હતાં તથા પ્રત્યાધાતી પાદરી તથા અમીરઉમરાવે! સામે તરુણ પ્રજાસત્તાક કેવી રીતે ઝૂઝી રહ્યું હતું તે આપણે આગળ જોઈ ગયાં છીએ. આખરે સ્પેનના બધાયે પ્રગતિવાદી પક્ષા એકત્ર થયા અને ૧૯૩૬ની સાલના ફેબ્રુઆરી માસમાં તેમણે પ્રજાકીય પક્ષ સ્થાપ્યા. વધતાં જતાં ફાસિસ્ટ બળાને સામનેા કરવા માટે એ પહેલાં જ ફ્રાંસમાં પ્રજાપક્ષની સ્થાપના કરવામાં આવી હતી. એ ક઼ાસિસ્ટ બળેા ફ્રાંસના પ્રજાસત્તાકને જોખમાવી રહ્યાં હતાં અને તેમણે એક ખંડ પણ કર્યું હતું પરંતુ તે નિષ્ફળ નીવડયું હતું. ફ્રાંસના પ્રજાપક્ષને પ્રજા તરફથી ભારે ઉત્સાહભર્યાં આવકાર મળ્યા અને ચૂંટણીમાં તેને સફળતા મળવાથી તેણે પોતાની સરકાર સ્થાપી. એ સરકારે મજૂરોને રાહત આપનારા અનેક કાયદા પસાર કર્યાં.
સ્પેનના પ્રજાપક્ષને પણ ક્રાસની ( સ્પેનની પાર્ટીમેન્ટ) ચૂંટણીમાં સફળતા મળી અને તેણે પણ પોતાની સરકાર સ્થાપી. તેણે અનેક સુધારાએ કરવાનું તેમ જ ચની સત્તા ઉપર અંકુશ મૂકવાનું પ્રજાને વચન આપ્યું હતું પરંતુ ઘણા વખતથી તે પોતાના એ વચનને અમલ કરી શક્યો ન હતો. એ સુધારાઓના ડરના માર્યાં સ્પેનનાં પ્રત્યાધાતી તત્ત્વા એકત્ર થયાં અને પ્રગતિવાદીઓ ઉપર હુમલા કરવાનું તેમણે નક્કી કર્યું. પોતાની એ તેમ પાર પાડવાને માટે તેમણે ઇટાલી તથા જનીની મદદ માગી અને એ તેમને મળી પણ ખરી. ૧૯૩૬ની સાલના જુલાઈ માસની ૧૮મી તારીખે સ્પેનના મૂર લશ્કરની સહાયથી જનરલ કાંકાએ બળવા શરૂ કર્યાં. એ મૂર્ર લશ્કરને તેણે મોટાં મેટાં વચને આપીને પોતાના પક્ષમાં લીધું હતું. ક્રાંકાએ બહુ સહેલાઈથી અને ત્વરિત વિજય મેળવવાની અપેક્ષા રાખી હતી. લશ્કર તેના પક્ષમાં હતું અને એ બળવાન દેશેાની તેને મદ હતી. પ્રજાસત્તાક લાચાર અને અસહાય બની ગયેલું લાગતું હતું. પોતાના ઉપર આવી પડેલા જોખમની ઘડીએ તેણે સ્પેનની જનતાને