________________
પશ્ચિમ એશિયાના જગતના રાજકારણમાં પુનઃ પ્રવેશ ૧૧૭૯
વસ્તુ નહતી. મારાક્કોથી નીકળી આખા ઉત્તર આફ્રિકા વટાવી તે મિસર પહોંચ્યા. પછી તે અરબસ્તાન, સીરિયા અને ઈરાન ગયેા. ત્યાર પછી તે એનેટેલિયા (તુ) ગયા અને ત્યાંથી દક્ષિણ રશિયા (એ વખતે ત્યાં સુવણું ટાળીના મગાલ ખાનાની હકૂમત હતી ), કૉન્સ્ટાન્ટિનોપલ (હજી પણ તે ખાઈઝેન્ટાઈન સામ્રાજ્યનું પાટનગર હતું), મધ્ય એશિયા તથા હિંદુસ્તાન ગયા. હિંદમાં તેણે ઉત્તરથી છેક દક્ષિણ સુધી પ્રવાસ કર્યાં. તેણે મલબાર તથા સિલેનની પણ મુલાકાત લીધી અને પછી તે ચીન ગયા. પાછા ફરતાં આફ્રિકામાં પણ તે રખડ્યો તથા સહરાનું રણ પણ તેણે એળગ્યું ! પ્રવાસનું આ એક વિરલ દષ્ટાંત છે અને આટલી બધી સુખસગવડના જમાનામાં આજે પણ એવા પ્રવાસે દુર્લભ છે. ૧૪મી સદીના પૂર્વાર્ધના સમય વિષે એ આશ્ચર્ય કારક રીતે આપણી આંખા ઉધાડે છે, તેમ જ તે સમયે પ્રવાસ ખેડવા એ કેટલી બધી સામાન્ય વસ્તુ હતી એને પણ આપણને ખ્યાલ આવે છે. એ ગમે તેમ હા પણ ઇબ્ન બતુતાની ગણુના દુનિયાના સૌથી મેાટા પ્રવાસીઓમાં થવી જોઈ એ.
ઇબ્ન બતુતા જે જે દેશામાં ગયા તે તે દેશ તથા પ્રજાઓનાં બહુ જ સુંદર વના તેના પુસ્તકમાં મળી આવે છે. મિસર તે વખતે સમૃદ્ધ હતું કેમ કે પશ્ચિમના દેશો સાથેના હિંદને બધા વેપાર તેની મારફતે ચાલતા હતા અને એ બહુ જ ફાયદાકારક ધંધા હતો. આ રાજગારમાંથી થતા નફાને કારણે કરો મનહર સ્મારકાવાળુ એક મહાન શહેર બન્યું. ઇબ્ન બતુતા હિંદુસ્તાનની જ્ઞાતિ, સતી થવાના રિવાજ તથા પાનસાપારી આપવાની પ્રથા વિષે આપણને માહિતી આપે છે! હિંદના વેપારીઓ પરદેશનાં બંદરામાં ધમધોકાર વેપાર ખેડતા હતા તથા હિંદનાં વહાણા સમુદ્ર ખેડતાં હતાં તે પણુ આપણે તેની પાસેથી જાણીએ છીએ. ખાસ કરીને સ્ત્રીઓ ખૂબસૂરત કાં કાં હતી એ નિહાળવાનું અને તેની નોંધ કરવાનું તે ચૂકતા નથી. તેમના પહેરવેશ, તેમનાં અત્તરો તથા આભૂષણાનું મ્યાન પણ તે આપે છે. દિલ્હીની બાબતમાં તે લખે છે કે એ, “ હિંદુસ્તાનનું પાટનગર છે, એ એક વિશાળ અને ભવ્ય શહેર છે અને તેમાં રમણીયતા અને સામર્થ્ય ના સુમેળ સાધવામાં આવ્યેા છે. ” એ ગાંડા સુલતાન મહમદ તઘલખને શાસનકાળ હતો. ક્રોધના આવેશમાં આવી જઈને પોતાની રાજધાની દિલ્હીથી બદલીને તે દક્ષિણમાં દોલતાબાદમાં લઈ ગયો હતા. અને એ રીતે આ વિશાળ અને ભવ્ય શહેરને ” તેણે રણ જેવું
..
.
""
.:
નિર્જન અને ઉજ્જડ રહેતા હતા ’ અને તે પણ ધણા
બનાવી મૂક્યું હતું. માત્ર ગણ્યાગાંઠ્યા લકા ત્યાં વખત બાદ તેઓ છાનામાના ત્યાં જઈને
વસ્યા હતા.
ઇબ્ન બતુતાને બહાને મેં થોડું વિષયાન્તર કરી લીધું. પ્રાચીન કાળની માવી પ્રવાસકથા મને મુગ્ધ કરી મૂકે છે.