________________
, ઉપર
જગતના ઇતિહાસનું રેખાદર્શન તેમ જ પ્રાચીન કાળના બીજા વિનાશકારી બર્બર લોકોનું સ્મરણ તાજું થયું હશે.
પરંતુ આ પરદેશી “બર્બર' લેકીને ચીના લેકે પિતાને વિષે શું માને છે એની લેશમાત્ર પણ પરવા નહતી. યુદ્ધનાં આધુનિક શસ્ત્રો સહિત પિતાનાં લડાયક જહાજમાં તેઓ પિતાને સલામત સમજતા હતા. સેંકડો વરસે દરમ્યાન એકઠી થયેલી અમૂલ્ય અને દુર્લભ વસ્તુઓ નાશ પામી એની તેમને શી પરવા હતી? ચીની સંસ્કૃતિ અને ચીની કળાની તેમને શી પરવા હતી?
ભલે થાય કંઈ બી, - આપણી પાસે છે બંદૂકડી એમની પાસે નથી તે !
૧૧૫. ચીનની મુસીબતે
૨૪ ડિસેમ્બર, ૧૯૩૨ મારા આગલા પત્રમાં અંગ્રેજો તથા એ ૧૮૬૦ની સાલમાં પેકિંગના અદ્ભુત ગ્રીષ્મ પ્રાસાદના કરેલા નાશની વાત હું તને કહી ગયો છું. ચીનાઓએ તહકુબીની શરતેને ભંગ કર્યાની શિક્ષા તરીકે એ કરવામાં આવ્યું હતું એમ કહેવામાં આવે છે. થડાક ચીની સૈન્ય તહકુબીની શરતેને ભંગ કરવાને ગુને કદાચ કર્યો હશે પરંતુ એમ છતાંયે, એ કારણે અંગ્રેજો તથા ફ્રેંચોએ જે સંહારલીલા ચલાવી તે આપણે સમજી શકીએ એમ નથી. એ કંઈ - મૂઠીભર અજ્ઞાન સૈનિકનું નહિ પણ સત્તાધારી જવાબદાર માણસનું કાર્ય હતું. આવું શાથી બનવા પામે છે? અંગ્રેજો તેમ જ ઇંચે તે સુધરેલા અને સંસ્કારી લે છે અને ઘણી રીતે તેઓ આધુનિક સુધારાના અગ્રણીઓ છે. અને એમ છતાંયે, ખાનગી જીવનમાં બીજાઓની મુશ્કેલી સમજીને વર્તનારા તથા શિષ્ટાચારી એ જ લેકે તેમના જાહેર જીવનમાં તથા બીજી પ્રજાઓ સાથેના ઝઘડાના પ્રસંગોએ પિતાની સંસ્કારિતા તથા શિષ્ટાચાર સશે ભૂલી જાય છે. વ્યક્તિઓના એકબીજા સાથેના પરસ્પર વર્તાવ તથા રાષ્ટ્રોના વર્તાવ વચ્ચે વિચિત્ર પ્રકારને તફાવત હોય એમ જણાય છે. બાળકોને તથા છોકરા છોકરીઓને વધારે પડતાં સ્વાથી ન બનવાનું તથા બીજાંઓની લાગણીને વિચાર કરવાનું તેમ જ ગ્ય રીતે વર્તવાનું શીખવવામાં આવે છે. આપણી સઘળી કેળવણીને આશય એ વસ્તુ શીખવવાનું હોય છે અને થોડે અંશે આપણે એ શીખીએ છીએ પણ ખરાં. પછી યુદ્ધ ફાટી નીકળે છે અને આપણે આપણું જૂનું શિક્ષણ ભૂલી જઈએ છીએ અને આપણામાં રહેલી પાશવતા બહાર પડે છે. આમ શિષ્ટ લેકે પશુની પેઠે આચરણ કરે છે.