________________
ચીનની મુસીબતે
૭૫ દેચ અને જર્મન જેવી પરસ્પર નિકટનો સંબંધ ધરાવતી પ્રજાઓ યુદ્ધે ચડે છે ત્યારે પણ આમ જ બને છે. પરંતુ બે ભિન્ન પ્રજાઓ વચ્ચે ઝઘડે ઊભો થાય, જ્યારે કોઈ યુરેપી પ્રજા એશિયા કે આફ્રિકાની જાતિઓ કે પ્રજાઓની સામે રણમાં ઊતરે ત્યારે તે પરિસ્થિતિ સાવ બગડે છે. જુદી જાદી પ્રજાઓ એક બીજી પ્રજા વિષે કશું જ જાણતી નથી હોતી કેમકે દરેકે બીજીની સામે પિતાનાં દ્વાર બંધ કરેલાં હોય છે. અને જ્યાં અજ્ઞાન હોય છે ત્યાં ભાઈચારાની કે બિરાદરીની ભાવના હેતી નથી. જાતિ જાતિ વચ્ચેને વિષ તથા કડવાશ વધે છે અને જ્યારે બે જાતિઓ વચ્ચે યુદ્ધ ફાટી નીકળે ત્યારે એ કેવળ રાજકીય યુદ્ધ જ નથી રહેતું, પણ એથીયે અનેકગણું બૂરું એવું જાતિ જાતિ સામેનું યુદ્ધ બની જાય છે. ૧૮૫૭ના હિંદના વિપ્લવની ભીષણતાઓ તથા એશિયા અને આફ્રિકામાંની સત્તાધારી યુરોપી પ્રજાઓની ફરતાને કંઈક અંશે આમાંથી ખુલાસે મળી રહે છે. - એ બધું અતિશય ખેદજનક અને બેવકૂફીભર્યું લાગે છે. પરંતુ જ્યાં આગળ એક રાષ્ટ્રનું બીજા રાષ્ટ્ર ઉપર, એક પ્રજાનું બીજી પ્રજા ઉપર કે એક વર્ગનું બીજા વર્ગ ઉપર આધિપત્ય હોય ત્યાં આગળ અસંતોષ, ઘર્ષણ અને બળવો થવાનાં જ; તેમ જ શેષિત રાષ્ટ્ર, પ્રજા કે વર્ગ પિતાનું શોષણ કરનારાઓથી મુક્ત થવાનો પ્રયત્ન અવશ્ય કરવાનાં જ. અને એકનું બીજાથી થતું આ શોષણ આજની સમાજવ્યવસ્થાનો પાયો છે. એને મૂડીવાદ કહેવામાં આવે છે અને એમાંથી સામ્રાજ્યવાદ ઉભવ્યો છે.
પ્રચંડ યંત્રો અને ઔદ્યોગિક પ્રગતિને કારણે ૧૯મી સદીમાં પશ્ચિમ યુરોપનાં રાષ્ટ્રો તથા યુનાઈટેડ સ્ટેટ્સ તવંગર અને બળવાન બન્યાં. પોતે આ પૃથ્વીનાં સ્વામી છે તથા દુનિયાની બીજી જાતિઓ તેમનાથી અતિશય ઊતરતી છે અને તેમણે તેમને માટે માર્ગ કરી આપવો જોઈએ એવું એ રાષ્ટ્ર - વિચારવા લાગ્યાં. નિસર્ગનાં બળ ઉપર થોડે કાબૂ મેળવ્યાથી તેઓ ઉદ્ધત અને તુંડમિજાજી બન્યાં. સુધરેલા માનવીએ કુદરત ઉપર કાબૂ મેળવીને જ અટકવાનું નથી પણ તેણે પિતાની જાત ઉપર પણ કાબૂ મેળવવો જોઈએ એ વસ્તુ તેઓ ભૂલી ગયાં. અને એથી કરીને જ બીજી પ્રજાઓથી ઘણી રીતે આગળ એવી પ્રગતિશીલ પ્રજાઓને એક પછાત આરણ્યકને પણ શરમિંદ કરે એવી રીતે આ ૧૮મી સદીમાં વર્તતી આપણે જોઈએ છીએ. એશિયા અને આફ્રિકામાંની યુપી પ્રજાઓનું કેવળ ૧૯મી સદીનું જ નહિ પણ ૨૦મી સદીનું આજનું આચરણ સુધ્ધાં સમજવામાં આ વસ્તુ કદાચ તને મદદરૂપ થશે. - તું એમ માની લઈશ નહિ કે મુકાબલે આપણું લેકેને સારા દેખાડવા માટે યુરોપી પ્રજાને આપણે પ્રજા સાથે યા ઇતર પ્રજાઓ સાથે છે સરખાવી રહ્યો છું. હરગિજ નહિ. આપણું સૌની કાળી બાજુઓ છે અને -૬