________________
૧૦૧૨
જગતના ઇતિહાસનું રેખાદર્શન હાથમાં હતાં તેમણે જણાવ્યું હતું કે, આ પછી ઈગ્લેંડ હિંદ તરફ “નવી દ્રષ્ટિથી જોશે.”
પરંતુ હિંદ તેમ જ પરદેશમાં થેડા હિંદીઓ એવા હતા જેઓ આવું વફાદારી નું વલણ ધરાવતા નહતા. હિંદના મોટા ભાગના લોકોની પેઠે તેઓ શાન્ત કે નિક્યિ પણું નહતા. આયર્લેન્ડની જૂની કહેવત મુજબ તેઓ માનતા હતા કે, ઈંગ્લંડની મુશ્કેલી એ પિતાના દેશને માટે સુઅવસર છે. ખાસ કરીને જર્મની અને યુરોપના બીજા દેશમાં રહેતા કેટલાક હિંદીઓ ઇંગ્લંડના દુશ્મનોને મદદ કરવાને બર્લિનમાં એકઠા મળ્યા અને એ કાર્ય માટે તેમણે એક સમિતિ સ્થાપી. જર્મન સરકાર, સ્વાભાવિક રીતે જ . કઈ પણ પ્રકારની મદદ સ્વીકારવા ઉત્સુક હતી. અને તેણે આ હિંદી ક્રાંતિકારીઓને વધાવી લીધા. તેમની વચ્ચે એક કરાર થયો અને તેના ઉપર ઉભય પક્ષે – જર્મન સરકારે તથા હિંદીઓની સમિતિએ– સહીઓ કરી. એ કરારમાં બીજી વસ્તુઓ ઉપરાંત એક વસ્તુ આ હતી. યુદ્ધમાં જર્મનીને વિજય થાય તે તે હિંદની સ્વતંત્રતાની બાબતમાં આગ્રહ રાખશે. એ સમજૂતી ઉપર હિંદીઓએ લડાઈ દરમ્યાન જર્મન સરકારને મદદ કરવાનું વચન આપ્યું. આ ઉપરથી હિંદી સમિતિએ યુદ્ધ દરમ્યાન જર્મનીવતી કામ કર્યું. પરદેશ મેકલવામાં આવેલાં હિંદી સૈન્યમાં તેમણે પ્રચારકાર્ય કર્યું અને તેમની પ્રવૃત્તિ છેક અફઘાનિસ્તાન અને હિંદના સરહદ પ્રાંત સુધી પ્રસરી. પરંતુ અંગ્રેજોને ભારે ચિંતાતુર કરી મૂકવા સિવાય તેઓ ઝાઝું કરી શક્યા નહિ. દરિયામાર્ગે હિંદુસ્તાન હથિયારે મોકલવાના પ્રયાસને અંગ્રેજોએ નિષ્ફળ બનાવ્યો. યુદ્ધમાં થયેલી જર્મનીની હારથી આ સમિતિને તેમ જ તેની આશાઓને આપમેળે જ અંત આવ્યો.
હિંદમાં પણ કાંતિકારી પ્રવૃત્તિ ચેડા પ્રમાણમાં ચાલી હતી તથા કાવતરાને અંગેના મુકદ્દમાઓ ચલાવવાને માટે ખાસ અદાલતે સ્થાપવામાં આવી હતી તેમ જ ઘણું માણસને મેતની તથા ઘણુઓને જન્મટીપની સજાઓ કરવામાં આવી હતી. તે વખતે સજા પામેલા લેકે, આજે અઢાર વરસ પછી હજીયે જેલમાં છે !
યુદ્ધ ચાલતું ગયું તેમ તેમ બીજી જગ્યાઓની પેઠે અહીં પણ મૂઠીભર લકોએ અઢળક ન કર્યો પરંતુ મોટા ભાગના લેને તે યુદ્ધની ભારે તાણ પહોંચી અને અસંતોષ વધવા પામ્યો. યુદ્ધના મેખર ઉપર માણસની માગણી દિનપ્રતિદિન વધતી જ ગઈ અને સૈનિકોની ભરતી કરવાનું કામ પૂરા વેગથી ચાલવા માંડ્યું. રંગરૂટ લઈ આવનારાઓને અનેક પ્રકારનાં પ્રભો તથા બદલાની આશા આપવામાં આવી અને જમીનદારને પિતાના ગણેતિયાઓમાંથી મુકરર સંખ્યામાં માણસે પૂરાં પાડવાની ફરજ પાડવામાં