________________
૧૨૭૮. જગતના ઈતિહાસનું રેખાદર્શન પાર્લામેન્ટોના આ પતનની તુલના ૧૯મી સદીમાં થયેલા રાજાશાહીના પતન સાથે કરી છે. જે રીતે ઈગ્લેંડમાં તેમ જ અન્યત્ર રાજા પિતાની સાચી સત્તા ગુમાવીને વત્તેઓછે અંશે દેખાવ કરવા માટે બંધારણીય શાસક બન્યું છે તે જ રીતે પ્રસ્તુત ઇતિહાસકારના મત પ્રમાણે પાર્લામેન્ટ સત્તા વિનાની અને પ્રતિષ્ઠિત પ્રતીક સમાન બની જવાને સંભવ રહે છે અને એ પ્રક્રિયા ચાલુ પણ થઈ ગઈ છે. હા, એટલું ખરું કે એ પ્રતીકે દેખાવમાં બહુ ભવ્ય અને મહત્ત્વપૂર્ણ લાગે છે પરંતુ વાસ્તવમાં તે નિરર્થક હોય છે.
પરંતુ આમ શાથી બનવા પામ્યું? એક સદી કે તેથીયે વધારે સમય સુધી અસંખ્ય લેકેને માટે આદર્શરૂપ અને પ્રેરણાદાયી બની રહેનાર, તથા જેને માટે પિતાના દેહનાં બલિદાન આપીને હજારે લેકે શહીદ થયા છે તે લેકશાહી આજે આવી અકારી શાથી થઈ પડી છે? પૂરતાં કારણે વિના આવા ફેરફારો થવા પામતા નથી. ચંચળવૃત્તિની પ્રજાના તરંગે કે કલ્પના માત્રથી એમ થઈ શકતું નથી. આજના જીવનવ્યવહારની પરિસ્થિતિમાં એવું કંઈક હોવું જ જોઈએ કે જે ૧૯મી સદીની શાસ્ત્રશુદ્ધ અથવા સૈદ્ધાંતિક લેકશાહી સાથે બંધબેસતું ન હોય. એ વિષય રસપ્રદ અને અટપટો છે. અહીંયાં હું એ પ્રશ્નની ચર્ચામાં ઊતરી શકું એમ નથી પરંતુ એ સંબંધમાં એક બે વસ્તુઓ તને જણાવીશ.
ઉપરના પેરેગ્રાફમાં લેકશાહીને મેં “શાસ્ત્રશુદ્ધ અથવા સૈદ્ધાંતિક” તરીકે ઉલ્લેખ કર્યો છે. સામ્યવાદીઓ કહે છે કે એ સાચી લેકશાહી નહતી; એ તે એક વર્ગ બીજા બધા વર્ગો ઉપર શાસન કરી રહ્યો છે એ હકીકત છુપાવવા માટેનું લેકશાહીનું કોચલું હતું. તેમના મત પ્રમાણે, લેકશાહી મૂડીદારવર્ગની સરમુખત્યારશાહીને ઢાંકી રહી હતી. ખરી રીતે તે એ શ્રીમંતશાહી એટલે કે ધનવાન લેકે દ્વારા ચાલતી સરકાર હતી. જેમાં ભારે ગુણગાન કરવામાં આવતાં હતાં તે જનતાને આપવામાં આવેલે મતાધિકાર તેના ઉપર જ શાસન કરશે તથા તેનું શોષણ કરશે કે પછી રવ તેમ કરશે એ કહેવાની ચાર કે પાંચ વરસમાં તેને એક વખત પસંદગી આપતે હતે. હરકોઈ પરિસ્થિતિમાં શાસકવર્ગ આમવર્ગના લેકેનું શેષણ કરતા હતા. આ પ્રકારના વર્ગીય શાસનને તથા શોષણને અંત આવે અને સમાજમાં માત્ર એક જ વર્ગ મજૂદ હોય ત્યારે જ સાચી લેકશાહી આવી શકે. પરંતુ એવા પ્રકારનું સમાજવાદી રાજ્ય નિર્માણ કરવા માટે, પ્રજામાં રહેલાં મૂડીવાદી તથા “બૂવા” તોને દાબી દેવા તથા મજૂરોના રાજ્ય સામે કાવતરાં કરતા તેમને રોકવા માટે અમુક કાળ સુધી આમવર્ગની સરમુખત્યારીની જરૂર રહે છે. રશિયામાં સેવિયેટે એવા પ્રકારની સરમુખત્યારીને અમલ કરે છે. એ સેવિયેટમાં બધાએ મજૂરો, ખેડૂતે તેમ જ બીજાં “સક્રિય” તત્ત્વનું પ્રતિનિધિત્વ હોય