________________
લેાકશાહી અને સરમુખત્યારશાહી
૧૨૭૭
સ્વૈર પ્રવૃત્તિના સિદ્ધાંત ઉભબ્યો. ૨૦મી સદીમાં, અથવા કહે કે મહાયુદ્ધ પછીનાં વરસામાં ૧૯મી સદીની .આ મહાન પરંપરાનો અંત આવ્યા અને શાસ્ત્રશુદ્ધ અથવા સૈદ્ધાંતિક લાકશાહી પ્રત્યે આદર રાખનારાઓની સંખ્યા હવે દિનપ્રતિદિન ઘટતી જાય છે. અને લેાકશાહીના આ પતનની સાથે જેમને ઉદાર વિચાર ધરાવનારા લેકા ( લિબરલ ) કહેવામાં આવે છે. તેમની પણ સત્ર એવી જ દશા થઈ છે અને સમાજના એક અસરકારક બળ તરીકે હવે તેમની ગણના થતી નથી.
..
સામ્યવાદ તેમ જ ફાસીવાદ એ બંનેએ લેાકશાહીના વિરોધ તેમ જ ટીકા કરી છે પરંતુ બિલકુલ ભિન્ન દૃષ્ટિથી તેમણે તેમ કર્યું છે. જે દેશ સામ્યવાદી કે ફાસીવાદી નથી ત્યાં પણ લોકશાહીનું માન પહેલાં જેટલું રહ્યું નથી. પાર્લીમેન્ટનું પહેલાંના જેટલું ગૌરવ રહ્યું નથી અને પ્રજામાં તેની પહેલાંના જેટલી પ્રતિષ્ઠા રહી નથી. તેમને જે જરૂરી જણાય તે પાર્લામેન્ટને પૂછ્યા વિના કરવાની વહીવટી ખાતાંના વડાઓને ભારે સત્તા આપી દેવામાં આવી છે. એનું કારણ કઇક અંશે એ પણ છે કે આજને સમય અતિશય નાજુક છે, એ પરિસ્થિતિમાં તાત્કાલિત પગલાં ભરવાની જરૂર પડે છે અને પાર્લામેન્ટ અથવા ધારાસભા હમેશાં ઝડપથી કાર્ય કરી શકતી નથી. જમનીએ તાજેતરમાં પોતાની પાર્લામેન્ટને સંપૂર્ણ પણે ઠોકરે મારી છે અને ત્યાં આગળ ાસિસ્ટ ઢબના શાસને બૂરામાં બૂરું સ્વરૂપ ધારણ કર્યું છે. યુનાઇટેડ સ્ટેટ્સે તા પોતાના પ્રમુખાને હમેશાં ભારે સત્તા આપી જ રાખી છે, પરંતુ તાજેતરમાં એમાં વળી વિશેષ વધારો કરવામાં આવ્યેા છે. ઈંગ્લેંડ તથા ક્રાંસ, માત્ર એ એ જ દેશમાં ઉપર ઉપરથી જોતાં પાર્લામેન્ટ હજી પણ પહેલાંની જેમ જ કાર્ય કરતી જણાય છે. તેમના તાબા નીચેના મુલકા તથા તેમની વસાહતમાં તેમની ફાસિસ્ટ પ્રવૃત્તિઓ ચાલી રહી છે. હિંદુસ્તાનમાં બ્રિટિશ ફાસીવાદ કાય કરી રહેલા આપણા જોવામાં આવે છે;હિંદી ચીનમાં ફ્રેંચ ફાસીવાદ ‘ સુલેહ શાંતિ' પ્રવર્તાવી રહ્યો છે, પરંતુ લંડન અને પૅરિસમાં પણ પાર્ટીમેન્ટ નિષ્પ્રાણ બનતી જાય છે. ગયા માસમાં જ એક અંગ્રેજ વિનીતે કહ્યું હતું કેઃ
પ્રતિનિધિવ ધરાવનારી આપણી પાલમેન્ટ, અપૂર્ણ અને ખરાબ રીતે કાય કરતી ચૂંટણીની વ્યવસ્થાથી ચૂંટાયેલી એક વહીવટી ટાળકીની સ્વાથી આજ્ઞાની નોંધ કરનારું એક ત ંત્ર માત્ર ઝડપથી બનતી જાય છે.
,,
૧૯મી સદીની લાકશાહી અને પા મેન્ટાના પ્રભાવ આ રીતે સત્ર ટી રહ્યો છે. કેટલાક દેશોમાં છડેચોક અને બળજબરીથી તેમને રદ કરવામાં આવી છે જ્યારે બીજા કેટલાક દેશોમાં તેમણે તેમનું સાચું મહત્ત્વ ગુમાવ્યું છે અને તે ગંભીર અને પોકળ તમાશારૂપ' બનતી જાય છે. એક ઇતિહાસકારે
tr