________________
૧૨૭૯
લોકશાહી અને સરમુખત્યારશાહી છે. આ રીતે એ ૯૦ કે ૯૫ ટકા લેકની બાકીના ૧૦ કે ૫ ટકા લેકે ઉપરની સરમુખત્યારી છે. આ તે સિદ્ધાંતની વાત થઈ વ્યવહારમાં સેવિયેટે ઉપર સામ્યવાદી પક્ષનો કાબૂ છે અને સામ્યવાદી પક્ષ ઉપર સામ્યવાદીઓની શાસક ટોળકીને કાબૂ છે, અને ખબરનિયમન, વાણી સ્વાતંત્ર્ય તેમ જ કાર્ય સ્વાતંત્ર્યની બાબતમાં એ સરમુખત્યારશાહી બીજી કોઈ પણ સરમુખત્યારશાહી જેટલી જ કડક છે. પરંતુ મજૂરના સદ્ભાવ અથવા સહાનુભૂતિ ઉપર તે રચાયેલી હોવાથી તેને મજૂરોને પિતાની સાથે રાખવા જ પડે છે. અને, ખાસ કરીને, એમાં બીજા કોઈ વર્ગના લાભ માટે મજૂરે કે ઇતર વર્ગોનું શેષણ કરવામાં આવતું નથી. જે ત્યાં કઈ પણ પ્રકારનું શેષણ હેય તે તે સૌના લાભ માટે રાજ્યનું શેષણ છે. વળી, એ પણ યાદ રાખવા જેવી હકીકત છે કે, રશિયામાં કદીયે લેકશાહી સરકાર હતી જ નહિ. ૧૯૧૭ની સાલમાં એકી છલંગે આપખુદ રાજ્યતંત્રમાંથી નીકળીને રશિયા સામ્યવાદમાં જઈ પડયું.
ફાસિસ્ટનું વલણ એથી બિલકુલ ભિન્ન છે. આગલા પત્રમાં મેં તેને કહ્યું હતું તેમ, ફાસિસ્ટ સિદ્ધાંત શા છે તે શેધી કાઢવું એ સહેલ વાત નથી. કેમ કે તેમના કોઈ નિશ્ચિત સિદ્ધાંત હોય એમ જણાતું નથી. પરંતુ ફાસિસ્ટ લેકશાહીના વિરોધીઓ છે એ નિર્વિવાદ છે. પણ લેકશાહીને તેમનો વિરોધ સામ્યવાદીઓના તેના વિરોધથી સાવ જુદી જ ભૂમિકા ઉપર રચાયેલું છે. સામ્યવાદીઓના મત પ્રમાણે લેકશાહી એ સાચી વસ્તુ નથી; એ ધેકાબાજી છે, નકલી ચીજ છે. પરંતુ ફાસિસ્ટેને તે લેકશાહીની કલ્પનાની પાછળ રહેલા સમગ્ર સિદ્ધાંતની સામે વાંધે છે અને લોકશાહીને તેઓ પોતાની સમગ્ર શક્તિથી વખોડી કાઢે છે. મુસલિનીએ તેને “સડતી જતી લાશ” કહી છે ! વ્યક્તિસ્વાતંત્ર્યની કલ્પના સામે પણ ફાસિસ્ટોને એટલે જ અણગમે છે. તેમના મત પ્રમાણે રાજ્ય સર્વસ્વ છે, વ્યક્તિની કશી ગણતરી નથી. સામ્યવાદીઓ પણ વ્યક્તિ સ્વાતંત્ર્યને ઝાઝું મહત્ત્વ આપતા નથી.) ૧૯મી સદીના લેકશાહીના ઉપાસક ઉદારમતવાદને પ્રવર્તક બિચારે મેઝિની આજે જીવતે હેત તે પિતાના દેશબંધુ મુસોલિનીને તે શું કહેત!
માત્ર સામ્યવાદીઓ અને ફાસિસ્ટ જ નહિ પણ પ્રચલિત યુગની મુશ્કેલીઓ તેમ જ હાડમારીઓ વિષે વિચાર કરનારા બીજાઓ પણ મતાધિકાર આપીને એ વસ્તુને લેકશાહી કહેવાના જૂના વિચારથી અસંતુષ્ટ થયા છે. લેકશાહીને અર્થ સમાનતા છે અને જે સમાજમાં સમાનતા પ્રવર્તતી હોય ત્યાં જ લેકશાહી ફાલીફૂલી શકે. એ તે દીવા જેવું સ્પષ્ટ છે કે, પ્રત્યેક વ્યક્તિને મતાધિકાર આપવા માત્રથી સમાનતાવાળો સમાજ નિર્માણ થતું નથી. પુખ્ત વયને મતાધિકાર તેમ જ બીજી એવી વસ્તુઓ દાખલ કરવા છતાયે આજે સમાજમાં