________________
જગતના ઈતિહાસનું રેખાદર્શન તે થયે પણ છેવટે લેકેને વિશ્વાસ તેના ઉપરથી ઊઠી જવા લાગ્યા. તેમને જણાયું કે ગરીબાઈ હાડમારી, દુઃખો તેમ જ મૂડીવાદી વ્યવસ્થાનાં વિરોધી તો દૂર કરવામાં તે નિષ્ફળ નીવડી હતી. ભૂખ્યા માણસને હાથમાં મત આપવાને હક આપવાથી તેનું શું વળે? અને એક ટંકના ભજન જેટલી કિંમત આપવાથી તેને મત અથવા તે તેની સેવા ખરીદી શકાતી હોય તે તેને મળેલી સ્વતંત્રતાનું પ્રમાણ કેટલું સમજવું? એટલે લેકશાસનની અપકીર્તિ થઈ અથવા સાચું કહેતાં રાજકીય લેકશાસન અપ્રિય થઈ પડયું. પરંતુ એ ૧૯મી સદીની બહારનો વિષય છે.
લેકશાસને સ્વતંત્રતાની રાજકીય બાજાને નિવેડે આણે. એ આપખુદી અને બીજા પ્રકારનાં એવાં જુલમી રાજતંત્ર સામેને પ્રત્યાઘાત હતે. સમાજમાં ઊભા થતા ઔદ્યોગિક પ્રશ્નો અથવા તે ગરીબાઈ અને વર્ગ-કલહના નિવારણને રામબાણ ઉપાય એની પાસે નહોતે. એથી કરીને વ્યક્તિ પિતાનું હિત સાધવાનો પ્રયત્ન કરશે અને હરેક રીતે પિતાની તેમ જ સમાજની ઉન્નતિ સાધશે અને એ રીતે સમાજની પ્રગતિ થશે એવી આશાથી તેની વૃત્તિ અનુસાર કાર્ય કરવાની તેની સૈદ્ધાંતિક સ્વતંત્રતા ઉપર તેણે ભાર મૂક્યો. આ લેફેર” એટલે કે વૈર પ્રવૃત્તિને સિદ્ધાંત હતો. મને લાગે છે કે આગળના એક પત્રમાં મેં તને એ વિષે લખ્યું છે. પરંતુ વ્યક્તિગત સ્વતંત્રતાને સિદ્ધાંત નિષ્ફળ નીવડ્યો; કેમકે, પેટિયું મેળવવાને ખાતર જેને મજૂરી કરવાની ફરજ પડતી હોય એવા માણસને ભાગ્યે જ સ્વતંત્ર કહી શકાય.
ઔદ્યોગિક મૂડીવાદની વ્યવસ્થામાં ઊભી થયેલી મેટી મુશ્કેલી આ હતીઃ જેઓ કામ કરતા હતા અને એ રીતે સમાજની સેવા કરતા હતા તેમને તેમની મજૂરીનું નવું વળતર મળતું અને તેનો બધે લાભ જેઓ કશું કામ કરતા નહોતા તેમને મળતો. આમ એ વ્યવસ્થામાં કામ અને તેના દામ ચા વળતર વચ્ચે કશો મેળ નહે. એને પરિણામે એક બાજુએ જેઓ મજૂરી કરતા હતા તેઓ ગરીબ બનતા ગયા અને તેમની અધોગતિ થતી ગઈ અને બીજી બાજુએ ઉદ્યોગમાં જાતે કામ કર્યા વિના કે કોઈ પણ રીતે તેની સંપત્તિમાં વધારો કર્યા વિના તેના ઉપર છવનારે અથવા ખરું કહેતાં તેના ઉપર માતનારે વર્ગ પેદા થયો. એ જમીન ઉપર કામ કરનારા કિસાને અને તેના ઉપર જાતે કામ ર્યા વિના તેમની મજૂરીને લાભ ઉઠાવનારા જમીનદારના જેવું હતું. મજૂરીના ફળની આ વહેંચણી દેખીતી રીતે જ અન્યાયી હતી. પરંતુ મહત્ત્વની વાત તે એ છે કે, લાંબા કાળથી યાતના વેઠતા આવેલા કિસાનથી ઊલટી રીતે કારખાનાને મજૂર એ અન્યાયથી પરિચિત હતું અને તે તેને સાલ હતો તથા તેના પ્રત્યે તેને રોષ હતે. વખત જતો ગયો તેમ તેમ પરિસ્થિતિ વધારે ને વધારે બગડતી ગઈ. પશ્ચિમના બધાયે ઔદ્યોગિક દેશોમાં આ વિષમતા વધારે ઉગ્ર