________________
૧૪૦૦
જર્મનીમાં નાઝીઓને વિજય વર્ગ પ્રથમ હિટલરના પક્ષમાં ભળે. બે કે તૂટવાને કારણે તેમ જ બેકારી વધવાને લીધે મંદીનું મોજું ફેલાતું ગયું તેમ તેમ બીજાઓ પણ મટી સંખ્યામાં હિટલરના પક્ષમાં ભળવા લાગ્યા. તે અસંતુષ્ટ લેકોના વિસામારૂપ બની ગયે. જૂના સૈન્યના અમલદાર વર્ગમાંથી પણ હિટલરને ઘણું પક્ષકારે મળી ગયા. મહાયુદ્ધ પછી, વસઈની સંધિની શરતે પ્રમાણે એ લશ્કરને વિખેરી નાખવામાં આવ્યું હતું. આથી હજારે લશ્કરી અમલદારે બેકાર બની ગયા હતા અને તેમને કશોયે ધંધેરેજગાર રહ્યો નહોતે. તેઓ ધીમે ધીમે જર્મનીમાં ઊભાં થયેલાં જુદાં જુદાં ખાનગી સંખ્યામાં જોડાયા. નાઝીઓનું ખાનગી સૈન્ય “મેં દુર્ણ અને રાષ્ટ્રવાદીઓનું સૈન્ય “સ્ટીલ હેભેટ્સ” તરીકે ઓળખાતું હતું. રાષ્ટ્રવાદીઓ સ્થિતિચુસ્ત હતા અને તેઓ કૅઝરને ફરી પાછો ગાદી ઉપર લાવવાના પક્ષના હતા.
એડોલ્ફ હિટલર કેણ હતા ? આશ્ચર્યની વાત તે એ છે કે, તે સત્તા ઉપર આવ્યો તે પહેલાં એક કે બે વરસ ઉપર જ તે જર્મન નાગરિક બને હતે. તે પહેલાં તે તે જર્મન નાગરિક સુધ્ધાં નહોતું. તે જર્મન જાતિને હતા એ ખરું પરંતુ તેનું વતન ઓસ્ટ્રિયા હતું અને એક સામાન્ય સિપાઈ તરીકે તે મહાયુદ્ધમાં લડ્યો હતે. જર્મને પ્રજાસત્તાક સામેના નિષ્ફળ બંડમાં તેણે ભાગ લીધેલ હતો અને એને સજા કરવામાં આવી હતી. સત્તાવાળાઓએ એના પ્રત્યે બહુ ઉદારતાભર્યું વલણ દાખવ્યું હતું. પછીથી તેણે રાષ્ટ્રીય સમાજવાદી પક્ષની સ્થાપના કરી. એ પક્ષ “નાઝી પક્ષ” તરીકે પણ ઓળખાય છે. એ પક્ષ પિતાને સમાજવાદી કહેવડાવતે હવે એ ખરું પરંતુ સમાજવાદ સાથે તેને કશીયે લેવાદેવા નહોતી. સામાન્યપણે જેને સમાજવાદ કહેવામાં આવે છે - તેને હિટલર કટ્ટો દુશ્મન હતું અને આજે પણ છે. નાઝી પક્ષે સ્વસ્તિકનો પિતાના ચિહ્ન તરીકે અંગીકાર કર્યો. સ્વસ્તિક એ સંસ્કૃત શબ્દ છે પરંતુ એ ચિહ્ન તે પ્રાચીન કાળથી દુનિયાભરમાં જાણીતું છે. તું જાણે છે કે, એ ચિહ્ન હિંદમાં અતિશય જોકપ્રિય છે અને તે મંગલસૂચક ગણાય છે. નાઝીઓએ પણ પિતાનું સૈન્ય ઊભું કર્યું. એને “ૌર્મ ટ્રમ્સ' કહેવામાં આવે છે અને બદામી રંગનું ખમીસ એ તેને ગણવેશ છે. એથી નાઝીઓને ઘણી વાર, “બદામી રંગના ખમીસવાળાઓપણ કહેવામાં આવે છે. એ જ રીતે ઈટલીના ફાસિસ્ટને
કાળાં ખમીસવાળા' કહેવામાં આવે છે, કેમ કે કાળું ખમીસ એ તેમને ગણવેશ છે.
નાઝીઓને કાર્યક્રમ સ્પષ્ટ કે વિધાયક નહોતે. તે તીવ્રપણે રાષ્ટ્રીય હત અને જર્મની તથા જર્મનીના ગૌરવ ઉપર તે અતિશય ભાર મૂકતા હતા. એ સિવાય તે તે અનેક પ્રકારના દ્વેષને શંભુમેળ હતું. તે વસઈની સંધિની વિરુદ્ધ હતા. એ સંધિ જર્મનીને માટે અપમાનજનક છે એમ મનાતું હતું