________________
૧૧૬૬
જગતના ઇતિહાસનું રેખાદર્શન પરંતુ તેમનું રક્ષણ કરવાના અંગ્રેજોના દાવાને તેણે નિર્મૂળ કર્યો અને લધુમતીને પ્રશ્ન એ વાટાઘાટને વિષય મટી ગયો. ખરી વાત તે એમ છે કે, રાષ્ટ્રની સ્વતંત્રતા માટેની લડતમાં કૉપ્ટ લેકેએ ભારે ફાળે આવે હતું તથા વફદ પક્ષમાં ઝઘલુલ પાશાના કેટલાક સૌથી વિશ્વાસુ સાથીઓ કોણ હતા.
આ પરસ્પર વિરોધી દષ્ટિને કારણે તથા મિસર અને ઈંગ્લેંડનાં હિતેના વિરોધને કારણે મિસરના પ્રતિનિધિ તરીકે ઝઘલુલ પાશા તથા તેના સાથીઓ
અને બ્રિટિશ સરકાર વચ્ચેની ૧૯૨૪ની સાલની વાટાઘાટો પડી ભાગી. આથી બ્રિટિશ સરકાર અતિશય કોપાયમાન થઈ. તે તે યુરોપમાં પિતાનું ધાર્યું કરવાને ટેવાયેલી હતી એટલે કેરેની નવી ધારાસભાની અને ખાસ કરીને વફાદ પક્ષના નેતાઓની અગતાથી તે અતિશય ચિડાઈ ગઈ. વદ પક્ષને તથા મિસરની ધારાસભાને તેણે પિતાની સામ્રાજ્યવાદી રીત પ્રમાણે પાઠ ભણાવવાનું નક્કી કર્યું. બહુ જ અણધારી રીતે તેને એમ કરવા માટેની તક થેડા જ વખતમાં મળી ગઈ. એ તક તેણે ઝડપી લીધી અને એને સારી પેઠે લાભ ઉઠા. એ વિષે હું તને મારા આવતા પત્રમાં કહીશ. એ અસાધારણ ઘટના આધુનિક સામ્રાજ્યવાદની કાર્યવાહીને તેના નગ્ન સ્વરૂપમાં રજૂ કરે છે અને એને તે એક અલગ પત્ર જ આપ ઘટે છે.
૧૬૪. અંગ્રેજોના છત્ર નીચેની સ્વતંત્રતા કેવી હોય
૨૨ મે, ૧૯૩૩ મિસરની સરકારના રાષ્ટ્રવાદી પ્રતિનિધિઓ તથા બ્રિટિશ સરકાર વચ્ચેની વાટાઘાટે પડી ભાગી એ વિષે હું તને મારા આગલા પત્રમાં કહી ગયો છું. એ પછી જે અસાધારણ બનાવો બન્યા તે વિષે પહેલાં મારે તને એ વસ્તુ યાદ આપવી જોઈએ કે, મિસરને કહેવાતી સ્વતંત્રતા આપવામાં આવી હતી તે છતાંયે તે બ્રિટિશ લશ્કરના કબજા નીચે જ રહ્યું. ત્યાં . આગળ બ્રિટિશ લશ્કર રાખવામાં આવ્યું હતું એટલું જ નહિ પણ મિસરનું લશ્કર પણ અંગ્રેજોના કાબૂ નીચે હતું અને “સરદારને ખિતાબ ધરાવનાર એક અંગ્રેજ તેના વડા તરીકે રહેતે. મુખ્ય મુખ્ય પોલીસ અમલદાર પણ અંગ્રેજો હતા અને મિસરમાંના વિદેશીઓનું રક્ષણ કરવાના બહાના નીચે નાણાં, ન્યાય તથા આંતરિક વહીવટના ખાતા ઉપર પણ બ્રિટિશ સરકાર પિતાને કાબૂ રાખતી હતી. એને અર્થ એ થયો કે મિસરની સરકારનાં બધાંયે મહત્ત્વનાં ખાતાં બ્રિટિશ સરકારના કાબૂ નીચે હતાં. અંગ્રેજોને આ કાબૂ દૂર થવો જોઈએ એ આગ્રહ મિસરવાસીઓ રાખે એ સ્વાભાવિક હતું.