________________
1
યુરાપના નવા નકશે.
૧૦:૩
,
-
ઘટાડીને પાંચની કરવામાં આવી અને એ રીતે એ યુનાઇટેડ સ્ટેટ્સ, બ્રિટન, ફ્રાંસ, ઇટાલી અને જાપાન એ પાંચ મહારાષ્ટ્રોની સમિતિ બની. પછીથી જાપાન તેમાંથી નીકળી ગયુ. એટલે એ ' ચાર રાષ્ટ્રોની સમિતિ ' રહી. છેવટે ઇટાલી પણ તેમાંથી નીકળી ગયું એટલે એ ત્રણ મહારાષ્ટ્રા — અમેરિકા, ઇંગ્લેંડ, ફ્રાંસ — ની સમિતિ બની ગઈ. પ્રેસિડન્ટ વિલ્સન, લૉઇડ જ્યોર્જ તથા ક્લેમેનશ અનુક્રમે આ ત્રણ દેશોના પ્રતિનિધિઓ હતા. દુનિયાને નવેસરથી ધડવાની તથા તેના ભીષણ ધા રૂઝવવાના ભગીરથ કાર્યની જવાબદારી આ ત્રણ પુરુષો ઉપર આવી પડી હતી. અતિમાનાને, દેવાને લાયકનું એ કાર્ય હતું અને આ ત્રણે એ એમાંથી એકે નહાતા. રાજાઓ, રાજપુરુષો, સેનાપતિં અને એવા ખીજા સત્તાધારી માણસાની એટલી બધી જાહેરાત કરવામાં આવે છે તથા છાપાં દ્વારા અને બીજી રીતે તેમને એટલા બધા ઊંચા ચડાવી મારવામાં આવે છે કે સામાન્ય માણસાની નજરે તેઓ ભારે વિચારકા અને કવીરા જેવા દેખાય છે. તેમની આસપાસ અમુક પ્રકારની પ્રભા વ્યાપેલી હોય છે અને આપણી અજ્ઞાનતાને કારણે તેમનામાં જેનું નામનિશાન પણ નથી હોતું એવા ગુણાનું તેમનામાં આપણે આરોપણ કરીએ છીએ. પરંતુ નિકટને પરિચય થતાં તે બિલકુલ સામાન્ય પુરુષો ખની જાય છે. ઑસ્ટ્રિયાના એક મશહૂર રાજદ્વારી પુરુષે એક વાર કહ્યુ હતું કે, કેટલી ઓછી બુદ્ધિથી તેમનુ શાસન કરવામાં આવે છે એની જો દુનિયાના લેાકાને ખબર પડે તો તેઓ સ્તબ્ધ થઈ જાય. આ રીતે મોટા દેખાતા આ ત્રણે પુરુષોની દૃષ્ટિ અતિશય મર્યાદિત હતી. આંતરરાષ્ટ્રીય ખાતામાં તેઓ અજ્ઞાન હતા એટલુ જ નહિ પણ તેમને ભૂંગાળનું જ્ઞાન પણ નહોતું.
પ્રેસિડન્ટ વિલ્સન ભારે નામના અને લોકપ્રિયતા સાથે લઈને આવ્યો હતા. તેણે પોતાનાં વ્યાખ્યાના તથા નોંધામાં એવા રૂપાળા અને ઉચ્ચ આદર્શની ભાવના વ્યક્ત કરતા શબ્દો વાપર્યાં હતા કે લેાકેા તેને નવી આવનારી સ્વત ંત્રતાના પેગમ્બર સમાન લેખવા લાગ્યા હતા. ઈંગ્લેંડના વડા પ્રધાન લોઇડ જ્યોર્જે પણ સારા સારા શબ્દો વાપર્યા હતા પરંતુ લે તેને તકસાધુ તરીકે ઓળખતા હતા. · શેર 'ના બિરથી ઓળખાતા કલેમેનશાને ઉચ્ચ આદર્શોં તથા રૂડારૂપાળા શબ્દોની ગરજ નહોતી. તેને તો ફ્રાંસના પુરાણા દુશ્મન જનીને ગમે તે ભાગે કચરી નાખવું હતું. જની ફરીથી પોતાનું માથું ઊંચુ કરી ન શકે એટલા માટે તેને અનેક રીતે કચરી નાખવાની તથા તેને તેજોવધ કરવાની તેની મુરાદ હતી.
આથી આ ત્રણે જણ પરસ્પર એક બીજાજોડે ઝધડતા હતા અને દરેક જણ પોતપોતાનું ખેચતા હતા. વળી, આ પરિષદમાંના તથા તેની બહારના અનેક લકા એ દરેકને પણ ખેંચી અને ધકેલી રહ્યા હતા. અને એ સૌની પાછળ