________________
૧૦૭૨
જગતના ઇતિહાસનુ” રેખાદર્શન
-
સામ્રાજ્યને ~~ દફ્નાવ્યું તથા એક પુરાણા રાજવંશ — હેપ્સબર્ગ વંશ — અંત આણ્યો. પરંતુ બીજા' સામ્રાજ્યેય — વિજેતા પ્રજાનાં સામ્રાજ્યે હજી કાયમ રહ્યાં. વિજયે તેમના ગવ ધટાડ્યો નહિ તથા જે ખીજી પ્રજાઓને તેમણે ગુલામ બનાવી હતી તેમના હકા માન્ય રાખવાની વૃત્તિ પણ તેમનામાં
પેદા ન કરી.
વિજયી મિત્રરાજ્ગ્યાએ પોતાની સુલે પરિષદ ૧૯૧૯ની સાલમાં પૅરિસમાં ભરી. પેરિસમાં દુનિયાનું ભાવિ તેમને હાથે ધડાવાનું હતું અને મહિનાઓ સુધી એ મશદૂર શહેર સમગ્ર દુનિયાના લક્ષનું કેન્દ્ર બની રહ્યું. નજીકથી તેમ જ દૂરથી તરેહ તરેહના લેાકેા ત્યાં આગળ જઈ પહેાંચ્યા. પોતાનું ભારે મહત્ત્વ અનુભવતા રાજપુરુષો તથા રાજનીતિ ત્યાં હતા તથા મુત્સદ્દી, નિષ્ણાત, લશ્કરી પુરુષો, શરાફે અને નફાખોરો પણ ત્યાં હતા. એ બધા પોતપોતાના મદદનીશા, ટાઈપિસ્ટો તથા કારકુનાના સમુદાય સાથે ત્યાં આવ્યા હતા. બેશક પત્રકારોનું મોઢું ટાળુ પણ ત્યાં હતું જ. આયરિશ, મિસરી તથા આરબ જેવી સ્વાતંત્ર્ય માટે ઝૂઝતી પ્રજાના તથા એવી બીજી પ્રજા કે, જેમનાં નામેા પણ આગળ સાંભળવામાં આવ્યાં નહોતાં, તેમના પ્રતિનિધિએ ત્યાં આવ્યા હતા તેમ જ આસ્ટ્રિયન અને તુ સામ્રાજ્યના અવશેષોમાંથી પોતપોતાનું અલગ રાજ્ય ઊભું કરવાની ઇચ્છા રાખતી પૂર્વ યુરોપની કેટલીક પ્રજાઓના પ્રતિનિધિઓ પણ ત્યાં આવ્યા હતા. અને, બેશક સંખ્યાબંધ ખેલાડીએ પણ ત્યાં આવ્યા હતા. દુનિયાની નવી વહેંચણી કરવાની હતી અને ગીધો એ તક ચૂકે એમ નહાતુ.
સુલેહપરિષદ પાસેથી ભારે અપેક્ષા રાખવામાં આવી હતી. યુદ્ધના ભયાનક અનુભવ પછી ન્યાયી અને કાયમી સુલેહની યેાજના કરવામાં આવશે એવી આશા લેાકેા સેવી રહ્યા હતા. જનતા હજી પણ યુદ્ધની ભારે તાણ વેઠી રહી હતી તથા મજૂર વર્ગમાં ભારે અસ ંતોષ વ્યાપ્યા હતા. જીવનને જરૂરી વસ્તુઓની કિ ંમત ખૂબ વધી ગઈ હતી અને એને લીધે લોકાની યાતનામાં ઉમેરો થવા પામ્યા હતા. ૧૯૧૯ની સાલમાં યુરોપ ઉપર ઝઝૂમી રહેલી સામાજિક ક્રાંતિની કેટલીયે નિશાનીઓ નજરે પડતી હતી.
વર્સાઈમાં મળેલી સુલેહપરિષદની આ પૂર્વ`પીડ઼િકા હતી. અડતાલીસ વરસ પૂર્વે જે ખંડમાં જર્મન સામ્રાજ્યની જાહેરાત કરવામાં આવી હતી તે જ ખડમાં આ સુલેહપરિષદની એક મળી હતી. રોજેરાજનું કાર્ય કરવું એ આવડી મોટી પરિષદને માટે મુશ્કેલ હતું એટલે તેને અનેક કમિટીઓમાં વહેંચી નાખવામાં આવી. આ કમિટીની બેઠકા ખાનગીમાં મળતી અને વિવેકના પડદાની પાછળ તેઓ પોતાના કાવાદાવા તથા તકરારા ચલાવતી. પરિષદ, મિત્રરાજ્યાની દર્શની સમિતિ ' ( કાઉન્સિલ ફ્ ટેન )ના કાબૂ નીચે હતી. પાછળથી એની સંખ્યા
"