________________
દુનિયાનું શરાફ બ્લડ ૧૯મી સદીના કાળમાં તેમનું કશું મહત્વ નહોતું. એથી કરીને ઈગ્લડે તે વખતે પિતાના ભાવિ સાથે જુગાર ખેલ્યા અને પિતાની સરસાઈ ચાલુ રહેશે એ માન્યતા ઉપર પોતાની મદાર બાંધી. એ જબરે દાવ હતું અને એનું જોખમ ભારે હતું – કાં તે તે દુનિયાનું આગેવાન રાષ્ટ્ર બને યા તે જમીનદોસ્ત થઈ જાય. એને માટે કઈ વચલી સ્થિતિ નહોતી. પરંતુ વિકટોરિયા યુગના મધ્યમ વર્ગના અંગ્રેજમાં આત્મવિશ્વાસ યા કહે કે આત્મવંચનાની ખોટ નહોતી. તેની લાંબા કાળની સમૃદ્ધિ તથા તેને મળેલી સફળતાને કારણે તેમ જ ઉદ્યોગ અને વેપારજગારના ક્ષેત્રમાં તેની આગેવાનીને લીધે બાકીની માનવજાત કરતાં પિતાના ચડિયાતાપણા વિષે તેને ખાતરી થઈ ચૂકી હતી. બધાયે વિદેશીઓ તરફ તે કંઈક તુચ્છકારની લાગણીથી જેતે હતે. એશિયા અને આફ્રિકાની પ્રજાઓ તે તેની નજરે બેશક પછાત અને બર્બર હતી અને દેખીતી રીતે જ, જગતની પછાત પ્રજાઓ ઉપર હકૂમત ચલાવવાની તેમ જ તેમને સુધારવાની અંગ્રેજોની જન્મસિદ્ધ લાયકાત અજમાવવાની તક આપવા માટે જ તેમને પેદા કરવામાં આવી હતી. અરે, ખુદ યુરેપ ખંડની ઇતર પ્રજાઓ સુધ્ધાં તેમની નજરે તે અજ્ઞાન અને વહેમી હતી. અંગ્રેજોને મન પતે ઈશ્વરની માનીતી અને સંસ્કૃતિની ટોચે પહોંચેલી પ્રજા હતા તથા યુરોપની મોખરે રહીને તેઓ આગેકૂચ કરી રહ્યા હતા. વળી, ખુદ યુરેપ બાકીની બધી દુનિયાને મેખરે હતું. બ્રિટિશ સામ્રાજ્ય એ એક પ્રકારની દૈવી સંસ્થા હતી અને એ વસ્તુ બ્રિટિશ પ્રજાની મહત્તાના પુરાવા સમાન હતી. પોતાના જમાનાના એક સમર્થમાં સમર્થ અંગ્રેજ અને ત્રીસ વર્ષ પૂર્વેના હિંદના વાઈસરોય લોર્ડ કર્ઝને “બ્રિટિશ સામ્રાજ્ય એ વિધાતાની સૃષ્ટિમાં જગતે પહેલાં કદી નહિ ભાળેલું એવું સૌથી મહાન કલ્યાણકારી બળ છે એવું માનનારાઓને” પિતાનું એક પુસ્તક અર્પણ કર્યું હતું. | વિકટોરિયા યુગના અંગ્રેજો વિષે હું આજે લખી રહ્યો છું તે કંઈક તાણીતૂસીને લખેલું અને અસામાન્ય લાગે છે અને સંભવ છે કે, હું તેમની બિચારાઓની મજાક ઉડાવી રહ્યો છું એમ પણ કદાચ તને લાગે. કોઈ પણ સમજદાર વ્યક્તિ આ રીતે વર્તે અને આપણને તાજુબ કરી મૂકે એવું ઘમંડી અને આત્મસંતોષનું વલણ ધારણ કરે એ વિચિત્ર વસ્તુ છે. પરંતુ જે એ વસ્તુ તેમના મિથ્યાભિમાનને રેચક હોય તથા તેમના લાભમાં હોય તે રાષ્ટ્રસમૂહે કઈ પણ વસ્તુ માની લેવા તૈયાર થવાના. વ્યક્તિઓ પિતાના પાડોશીએની સાથે આવી અણઘડ અને ગ્રામ્ય રીતે વર્તવાનું કદી ક૯પે પણ નહિ, પણ રાષ્ટ્રોને એવો ખટકે હેત નથી. દુર્ભાગ્યે, આપણે સૌ એક જ માટીમાંથી બનેલાં છીએ અને આપણું પિતાના રાષ્ટ્રીય ગુણેની દાંડી પીટ્યા કરીએ છીએ. નજીવા ફેરફાર સાથે, વિકટેરિયા યુગના અંગ્રેજને નમૂને