________________
રાહત માટે રૂઝવેટના પ્રયાસ
૧૪૩૩ એવું છે કે, જે આપણે મેટા જથામાં માલ ઉત્પન્ન કરે હોય તે જનસમુદાયને વધારે મજૂરી આપીને એ માલ ખરીદ કરવા માટેની તાકાત આપણે તેમનામાં પેદા કરવી જોઈએ.
રૂઝવેલ્ટની સરકારે અમેરિકાનું રૂ ખરીદવા માટે સેવિયેટ રશિયાને લેન પણ આપી છે. એ બે સરકારો વચ્ચે એ બંને દેશના માલની પરસ્પર લેવડદેવડ કરવાની વાટાઘાટ પણ ચાલી રહી છે.
અમેરિકાનું રાજ્ય આજ સુધી શુદ્ધ મૂડીવાદી રાજ્ય રહ્યું છે અને ત્યાં આગળ હરીફાઈને પૂરેપૂરે અને અબાધિત અવકાશ હતું. જેને “વ્યક્તિવાદી” રાજ્ય કહેવામાં આવે એવું રાજ્ય તે હતું. રૂઝવેલ્ટની નવી નીતિને એની સાથે મેળ બેસતું નથી કેમ કે વેપારરોજગારના ક્ષેત્રમાં તે અનેક રીતે દખલ કરી રહ્યો છે. એથી કરીને, વાસ્તવમાં તે ઉદ્યોગના ક્ષેત્રમાં રાજ્યને અંકુશ સારી પેઠે દાખલ કરી રહ્યો છે. જોકે એ વસ્તુને તે બીજું નામ આપે છે કામના કલાકો નકકી કરવા, મજૂરીની શરત મુકરર કરવી, ઉદ્યોગ ઉપર અંકુશ મૂકે તથા “ગળાકાપ હરીફાઈ' અટકાવવી એ બધાં ખરી રીતે સરકારી સમાજવાદ (સ્ટેટ સેશિયાલિઝમ)નાં પગલાઓ છે. રૂઝવેલ્ટ એને “સહિયારું સર્જન તેમ જ તેને પાર પાડવાના પ્રયત્ન” તરીકે ઓળખાવે છે.
એ કાર્યો અમેરિકને પિતાની હમેશની રીત પ્રમાણે પૂરા જોરશોરથી આગળ ધપાવી રહ્યા છે. બાળકોની મજૂરી બંધ કરી દેવામાં આવી છે. (મજૂરી કરવાની બાબતમાં ૧૬ વરસ સુધીની ઉંમરનાં સૌને બાળક લેખવામાં આવે છે.) વધારે મજૂરી, વધારે પગાર અને કામના ઓછા કલાકે એ રોજના પિકારે બની ગયા છે. એ ચળવળને સમૃદ્ધિની ચળવળ” તરીકે વર્ણવવામાં આવે છે. અને એવું કહેવાય છે કે આખાયે દેશ ચળવળમાં ભરતી કરવા માટેના એક પ્રચંડ વિજ્ઞાપનપત્ર જેવો બની ગયું છે. એરોપ્લેને ઠેકઠેકાણે ઘૂમી રહ્યાં છે અને કારખાનાંના માલિકે તથા બીજાઓને હાકલ કરી રહ્યાં છે. મેટા મોટા બધાયે ઉદ્યોગને અલગ અલગ રીતે પગાર વધારવાના તેમ જ બીજી બાબતેના નિયમ કરવાનું તથા પ્રતિજ્ઞાપૂર્વક તે નિયમોને અમલ કરવાનું સમજાવવામાં આવે છે. જો કેઈ ઉદ્યોગ એ પ્રકારના અનુકૂળ નિયમ બનાવવાનું ચૂકે તે તેને એવી હળવી ધમકી આપવામાં આવે છે કે, સરકાર તેને માટે એ નિયમ બનાવી દેશે. તેઓ પિતાના મજૂરોના પગાર વધારશે તથા કામના કલાકો ઘટાડશે એવી મતલબના પ્રતિજ્ઞાપત્ર ઉપર કારખાનાના માલિકે પાસે વ્યક્તિગત રીતે સહી કરાવવામાં આવે છે. એ બાબતમાં આગળ પડતે ભાગ લેનારને સન્માનસૂચક બિલ્લે આપવાનું તેમ જ એ બાબતમાં શિથિલતા દાખવનારાઓને શરમાવવાને ખાતર દરેક શહેરમાં તેની પિસ્ટ ઑફિસ આગળ જેમણે સન્માન પ્રાપ્ત કર્યું હોય એવા માલિકોની નામાવલી રાખવાનું સરકારે ઠરાવ્યું છે.