SearchBrowseAboutContactDonate
Page Preview
Page 656
Loading...
Download File
Download File
Page Text
________________ રશિયાની પંચવર્ષી યોજના ૧૩૨૩ પંચવર્ષી યોજનાનું કામ સરળતાથી આગળ ધપ્યું નહોતું. એમાં અનેક વાર ભારે મુશ્કેલીઓ આવી પડતી. કેટલીક વાર સહકારને અભાવ જણાતા, બાજી ઊંધી વળી જતી અને નુકસાન પણ થતું. પરંતુ આવી બધી મુશ્કેલી આડે આવ્યા છતાંયે કામને ઉત્સાહ ઉત્તરોત્તર વધતે જ ગયે અને વધુ ને વધુ કામની માગણી થવા લાગી અને આ વિરાટ કાર્યક્રમને માટે પાંચ વરસની મુદત જાણે પૂરતી ટૂંકી ન હોય તેમ પછીથી પિકાર ઊઠયો “પંચવર્ષી યોજના ચાર વરસમાં'. ૧૯૩૨ની સાલના ડિસેમ્બરની ૩૧મી તારીખે એટલે કે ચાર વરસને અંતે એ યોજનાની વિધિપૂર્વક પૂર્ણાહુતિ થઈ અને તરત જ, ૧૯૩૩ની સાલના જાન્યુઆરીની પહેલી તારીખથી નવી પંચવર્ષી યેજના શરૂ કરવામાં આવી. પંચવષી જનાની બાબતમાં લે કે ઘણી વાર વાદવિવાદ કરે છે અને કેટલાક કહે છે કે તેને અપૂર્વ સફળતા મળી છે અને બીજા કેટલાક કહે છે કે તે નિષ્ફળ નીવડી છે. કઈ કઈ બાબતમાં તે નિષ્ફળ નીવડી એ બતાવવું બહુ સહેલું છે. કેમ કે કેટલીક બાબતમાં તેને ધારી સફળતા નથી મળી. રશિયામાં આજે ઘણી બાબતમાં ભારે વિષમતા જણાય છે. ખાસ કરીને ત્યાં આગળ તાલીમ પામેલા અને નિષ્ણાત કારીગરોની તાણ છે. કારખાનાં ચલાવનાર યોગ્ય તાલીમ ધરાવનારા ઇજનેરે કરતાં ત્યાં આગળ કારખાનાંઓ વધારે છે તેમ જ આવડતવાળા રસોઈયાઓ કરતાં વીશીઓ અને હોટેલે વધારે છે! આ બધી વિષમતાઓ બેશક થેડા જ વખતમાં દૂર થશે અથવા કંઈ નહિ તે તે ઓછી તે થશે જ. એક વસ્તુ તે દીવા જેવી સ્પષ્ટ છે કે પંચવર્ષીયેજનાએ રશિયાની સૂરત સંપૂર્ણપણે બદલી નાખી છે. ક્યૂડલ અવસ્થામાંથી બદલાઈને તે એકાએક આગળ વધેલે ઔદ્યોગિક દેશ બની ગયું છે. સાંસ્કૃતિક દૃષ્ટિએ પણ તેની ભારે પ્રગતિ થઈ છે. સમાજની સેવાનાં સાધને, પ્રજાની તંદુરસ્તી તથા સુખાકારીની સગવડે તેમ જ અકસ્માતના વીમા વગેરેની તેની વ્યવસ્થા દુનિયાભરમાં સૌથી વ્યાપક અને ઉચ્ચ પ્રકારની છે. ત્યાં આગળ હાડમારીઓ અને તંગાશ છે એ ખરું પણ બીજા દેશોમાં મજૂરો ઉપર હમેશાં ઝઝૂમી રહેતે બેકારી અને ભૂખમરાને ભીષણ ડર ત્યાંથી નષ્ટ થયું છે. ત્યાં આગળ પ્રજા આર્થિક સલામતીની એક નવી જ ભાવનાનો અનુભવ કરી રહી છે. પંચવર્ષી જનાની સફળતા કે નિષ્ફળતાની ચર્ચા નિરર્થક છે. સેવિયેટ રાજની આજની સ્થિતિ એ જ એને સાચે જવાબ છે. અને એને વધુ જવાબ એ છે કે, એ યોજનાએ દુનિયાભરના લોકોના માનસ ઉપર અસર કરી છે. આજે સૌ “જનાની – દશ વર્ષની, પાંચ વર્ષની કે ત્રણ વર્ષની એજનાની વાત કરે છે. સેવિયેટ રાજેએ એ શબ્દને જાદુઈ અસરવાળો બનાવી દીધો છે.
SR No.032709
Book TitleJagatna Itihasnu Rekha Darshan Part 02
Original Sutra AuthorN/A
AuthorJawaharlal Nehru, Manibhai B Desai
PublisherNavjivan Prakashan Mandir
Publication Year1945
Total Pages862
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy