________________
જગતના ઇતિહાસનુ” રેખાદર્શન
આ ઉપરાંત હિંદુસ્તાન તથા ચીન જેવા અતિ વિશાળ દેશેશના બહેાળા વિસ્તાર પણ અનેક મુશ્કેલીઓ ઊભી કરે છે, એ દેશે ખડ જેવા છે અને તેમનામાં કંઈક અંશે ખડાનું ભારેખમપણું છે. એક હાથી પડી જાય તેા તેને ઊઠતાં વાર લાગે છે; બિલાડી કે કૂતરાની પેઠે તે પડતાંવેંત કૂદીને એકદમ ઊભા થઈ શકતા નથી.
૧૦૧૪
મહાયુદ્ધ શરૂ થયા પછી તરત જ જાપાન મિત્રરાજ્ગ્યા સાથે જોડાયું અને તેણે જર્મીની સામે યુદ્ધ જાહેર કર્યું. તેણે કયાઉ ચાઉને કબજો લીધા અને પછી શાંટુગ પ્રાંતમાં થઈને દેશના અંદરના ભાગમાં તેણે પોતાના પગ પસારવા માંડયા. ક્યાઉ ચાઉ શાંતુંગ પ્રાંતમાં આવેલું છે, એનો અર્થ એ થય કે જાપાન ખુદ ચીન ઉપર ચડાઈ કરી રહ્યું હતું. ત્યાં આગળ જન્મની સામે, પગલાં ભરવાના સવાલ જ નહાતો કેમ કે જનીને એ પ્રદેશ સાથે કશીયે લેવાદેવા નહાતી. ચીની સરકારે વિનયપૂર્વક જાપાનીઓને પાછા ચાલ્યા જવા જણાવ્યું. જપાનીએ કહ્યું આ તે કેવી ઉદ્દતા ! અને પછી તરત જ તેમણે ૨૧ માગણીઓવાળી સરકારી યાદી બહાર પાડી.
આ ‘ ૨૧ માગણીઓ ’ જગજાહેર થઈ ગઈ. એ હું અહી નહિ આપું. એને સારાંશ એ હતા કે ચીનમાં અને ખાસ કરીને મન્ચૂરિયા, મંગોલિયા તથા શાંદુંગ પ્રાંતમાં અનેક પ્રકારના હક્કો તથા અધિકારો જાપાનને આપી દેવા. આ માગણી કબૂલ રાખવામાં આવે તો એને પરિણામે ચીન વાસ્તવમાં જાપાનનું એક સંસ્થાન ખની જતું હતું. ઉત્તર ચીનની કમજોર સરકારે એ માગણીઓ સામે વાંધા ઉઠાવ્યો પરંતુ જાપાનના બળવાન સૈન્ય સામે તે શું કરી શકે એમ હતું? વળી ઉત્તરની આ સરકાર પોતે પોતાની પ્રજામાં લેાકપ્રિય પણ નહાતી. પરંતુ તેણે એક કામ કર્યું અને તે ભારે મદદરૂપ નીવડયું. તેણે જાપાનની એ માગણીઓ જાહેર કરી. તરત જ ચીનમાં એની સામે ભારે વિરોધ ફ્રાટી નીકળ્યો. ખીજી સત્તાઓ, લડાઈમાં પાવાયેલી હોવા છતાંયે, તેમના પણ મિજાજ ગયો. ખાસ કરીને અમેરિકાએ એની સામે વાંધા ઉઠાવ્યો. પરિણામ એ આવ્યું કે, જાપાને પોતાની કેટલીક માગણીઓ પાછી ખેંચી લીધી, કેટલીક માગણી મર્યાદિત કરી અને બાકીની માગણીઓ દાટી આપીને ૧૯૧૫ની સાલમાં ચીની સરકાર પાસે સ્વીકારાવી. એથી કરીને ચીનમાં જાપાનવિરાધી ઉગ્ન લાગણી પેદા થઈ.
૧૯૧૭ની સાલમાં, મહાયુદ્ધ શરૂ થયા પછી ત્રણ વરસ ખાદ, ચીન મિત્રરાજ્યાના પક્ષમાં જોડાયું અને તેણે જમની સામે લડાઈ જાહેર કરી. એ વસ્તુ હાસ્યાસ્પદ હતી કેમ કે ચીન જર્મની સામે કશું જ કરી શકે એમ નહોતું. એમ કરવાના હેતુ માત્ર આટલો જ હતો : મિત્રરાજ્યોની સહાનુભૂતિ પ્રાપ્ત કરવી અને જાપાનના વળી વધારે આક્રમણમાંથી બચી જવું.