________________
. જાપાનની ચીન ઉપર શિરજોરી
૧૦૫૫ હતું. વાસ્તવમાં એ અનેક સ્વયંશાસિત પ્રદેશને એક સમૂહ હતું અને એ પ્રદેશોને એક સામ્રાજ્યમાં સાંકળી રાખનાર બંધ બહુ શિથિલ હતા. પ્રાંતે વત્તેઓછે અંશે સ્વયંશાસિત હતા અને શહેર તથા ગામની પણ એ જ સ્થિતિ હતી. મધ્યરથ સરકાર કે સમ્રાટની સત્તા માન્ય રાખવામાં આવતી પરંતુ એ સરકાર સ્થાનિક બાબતમાં માથું મારતી નહિ. જેમાં સત્તા અને વહીવટી તંત્ર એક જ સ્થાને કેન્દ્રિત થયાં હોય તથા જેની સરકારની ભિન્ન ભિન્ન બાજુઓમાં એકધારી સમાનતા હોય એવું ચીનનું રાજ્ય નહોતું. એવા રાજ્યને યુનિટરી એટલે કે સંઘટિત યા એકતંત્રી રાજ્ય કહેવામાં આવે છે. રાજકીય દૃષ્ટિએ શિથિલ બંધથી બંધાયેલું આ રાજ્ય પશ્ચિમના ઉદ્યોગ તથા સામ્રાજ્યવાદી લેભના આઘાતથી ભાગી પડયું. હવે લોકોને લાગવા માંડ્યું કે તેણે જીવવું હોય તે ચીને વહીવટની સમાન અથવા એકધારી પદ્ધતિવાળું મજબૂત કેન્દ્રિત રાજ્ય બનવું જોઈએ. નવું પ્રજાસત્તાક એવું રાજ્ય ઊભું કરવા માગતું હતું. એ કંઈક નવીન વસ્તુ હતી અને તેથી પ્રજાતંત્રની સામેની એ મોટામાં મોટી મુશ્કેલી થઈ પડી. ચીનમાં સંપર્કનાં સાધન, રસ્તાઓ તથા રેલવે વગેરે જેવાં જોઈએ તેવાં નહોતાં. એ વસ્તુ જ રાજકીય એકતાના માર્ગમાં જબરદસ્ત વિદ્યરૂપ હતી.
ભૂતકાળમાં ચીની લેકે કેવળ રાજકીય સત્તાને ઝાઝું મહત્ત્વ આપતા નહતા. એમની ભવ્ય સભ્યતા સંસ્કારિતાના પાયા ઉપર રચાયેલી હતી અને જીવન જીવવાની કળા એ જે રીતે શીખવતી હતી તેને જે બીજે ક્યાંય જડે એમ નથી. તેમની પુરાણી સંસ્કૃતિ ચીના લોકોના હાડમાં એવી તે ઊતરી ગઈ હતી કે તેમની રાજકીય અને આર્થિક વ્યવસ્થા પડી ભાગી ત્યારે પણ તેઓ પિતાની પ્રાચીન સંસ્કારિતાને વળગી રહ્યા. જાપાને ઇરાદાપૂર્વક પશ્ચિમના ઉદ્યોગે તથા આચારવિચારે ગ્રહણ કર્યા હતા પરંતુ મૂળમાં તે તે “ફ્યુડલ’ જ રહ્યું. ચીન “શ્યલ” નહોતું. તે બુદ્ધિવાદ તથા વૈજ્ઞાનિક વૃત્તિથી પરિપૂર્ણ હતું અને પશ્ચિમના દેશમાં ઉદ્યોગ તથા વિજ્ઞાનના ક્ષેત્રમાં થયેલી પ્રગતિને તે ઉત્સુક્તાથી નિહાળી રહ્યું હતું. પરંતુ જાપાનની પેઠે તેણે આંધળિયાં કરીને એમાં ઝંપલાવ્યું નહિ. હા, એટલું ખરું કે એમાં પડવા માટે ચીનના માર્ગમાં અનેક મુશ્કેલીઓ હતી. પણ જાપાનને એવી કોઈ પણ મુશ્કેલી નહોતી. આમ છતાંયે, જેથી કરીને પિતાની પુરાણી સંસ્કૃતિ સાથેનો સંબંધ સદંતર તૂટી જાય એવું કંઈ પણ કરતાં ચીનાઓ અચકાતા હતા. ચીનને સ્વભાવ ફિલસૂફના સ્વભાવ જેવો છે અને ફિલસૂફે કઈ પણ કાર્ય ઉતાવળથી કરતા નથી. તેના મનમાં ભારે ખળભળાટ મચી રહ્યો હતો, અને તે હજી ચાલુ જ છે; કેમ કે તેને કેવળ રાજકીય સવાલનો જ ઉકેલ કરવાને નહોતે. તેને તે આર્થિક, સામાજિક, બૌદ્ધિક અને કેળવણીના તેમ જ એવા બીજા અનેક સવાલેને ઉકેલ કરવાનું હતું