________________
એનની ક્રાંતિ
૧૪૦૧ અતિશય પ્રત્યાઘાતી છે અને ફાસીવાદ તરફ તેને પક્ષપાત છે. ગોવામાં હરાઈ પ્રકારની જાહેર પ્રવૃત્તિ દાબી દેવામાં આવે છે અને નાગરિક સ્વાતંત્ર્યને ત્યાં સંપૂર્ણ અભાવ છે.
મહાયુદ્ધમાં સ્પેન તટસ્થ રહ્યું હતું અને એને લીધે તેને સારી પેઠે ફાયદો થયો હતો. લડાઈમાં પડેલા દેશને તેણે માલ પૂરો પાડ્યો અને ત્યાં આગળ ઉદ્યોગને ફેલાવો થયો. મહાયુદ્ધ પછીનાં વરસમાં ત્યાં આગળ પણ મંદીનું મોજું ફરી વળ્યું અને એને પરિણામે બેકારી વધી ગઈ અને સામાજિક અજંપ વધી ગયે. એ જ અરસામાં, ૧૯૨૧ની સાલમાં મોરોક્કોમાં રીફ વિગ્રહ ફાટી નીકળ્યો અને તેમાં અબ્દુલ કરીમે સ્પેનના લશ્કરને સંપૂર્ણપણે હરાવ્યું, પરંતુ પાછળથી કાંસ એમાં વચ્ચે પડયું. તેણે અબ્દુલ કરીમને મારી હતા અને સ્પેનિશ મોરક્કો સ્પેનને માટે બચાવી આપ્યું. મેરેક્ટોના વિગ્રહ દરમ્યાન પ્રીમ દ રીવેર આગળ આવ્યા અને રાજબંધારણ મોકૂફ રાખીને ૧૯૨૩ની સાલમાં તે સરમુખત્યાર બ. છ વરસ સુધી તેને અમલ ચાલુ રહ્યો પરંતુ ધીમે ધીમે લશ્કરનો વિશ્વાસ તેના ઉપરથી ઊઠી ગયું અને આર્થિક કટોકટી પછી ૧૯૨૯ની સાલમાં તેને રાજીનામું આપવું પડયું. એ બધા સમય દરમ્યાન રાજા આલ્ફન્ઝો તે ત્યાં આગળ કાયમ રહ્યો જ હતું અને પ્રત્યાઘાતી દળોને ટેકે આપી તે પિતાની સ્થિતિ મજબૂત બનાવવાનો પ્રયત્ન કરી રહ્યો હતે.
સ્પેનવાસીઓ ઉગ્ર વ્યકિતવાદીઓ છે અને તેના પ્રગતિશીલ દળના લેકે વચ્ચે આપસમાં અનેક વાર લડાઈઝઘડા થયા હતા. બાકુનીનના સમયથી નવા ઊભા થયેલા ત્યાંના મજૂરવર્ગ ઉપર અરાજક્તાવાદી ફિલસૂફીની ભારે અસર થવા પામી હતી. ઇંગ્લંડ તથા જર્મનીની ઢબનાં મજૂર મહાજને ત્યાં લોકપ્રિય નહોતાં. ખાસ કરીને, કૅટેલેનિયામાં અરાજક–સંધવાદીઓ (અનાર્કો-સિડિકૅલિસ્ટ)નું બળ વધારે હતું. વિનીત લેકશાહીવાદીઓ (લિબરલ ડેમેક્રેટ્સ), સમાજવાદીઓ અને નાનો પણ વધતે જ સામ્યવાદી પક્ષ એ સ્પેનનાં બીજાં પ્રગતિવાદી દળો હતાં. એ બધાં દળો પ્રજાસત્તાકનાં પક્ષકાર હતાં. પ્રિમ દ રીવેરાના અનુભવે એ બધાં પ્રજાસત્તાકવાદી દળને એકત્ર કર્યા અને તે સૌ એકબીજા સાથે સહકારથી કાર્ય કરવા લાગ્યાં.
૧૯૩૧ની સાલની મ્યુનિસિપલ ચૂંટણીઓમાં તેમને વિજય મળે. એ ચૂંટણીમાં પ્રજાસત્તાકવાદીઓને બહુ ભારે બહુમતી મળી. એટલા માત્રથી રાજા ભડકી ગયે (તે બુર્બોન તેમ જ હસબર્ગવંશી હતે.) અને ઉતાવળથી તે દેશ છોડીને ચાલ્યા ગયે. એ પછી પ્રજાસત્તાકની જાહેરાત કરવામાં આવી અને ૧૯૩૧ની સાલના એપ્રિલ માસની ૧૪મી તારીખે કામચલાઉ સરકારની સ્થાપના કરવામાં આવી. એ ક્રાંતિ શાંતિમય હતી.