SearchBrowseAboutContactDonate
Page Preview
Page 310
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૫ની સાલની રશિયાની નિષ્ફળ ક્રાંતિ હ૭૭ તે ઝારની છૂપી પોલીસના માણસો હતા એવું પાછળથી માલૂમ પડયું હતું! ક્રાંતિમાં આવી વસ્તુઓને પણ સમાવેશ થાય છે! ડ્રમામાં બે શેવિકેનો એક નાનકડે સમૂહ હતો અને મેલીનેવસ્કી તેને નેતા હતા. તે પણ પોલીસને એજન્ટ હોવાનું માલૂમ પડ્યું હતું. અને લેનિનને તેના ઉપર વિશ્વાસ હતો. ૧૯૧૪ના ઑગસ્ટ માસમાં મહાયુદ્ધ શરૂ થયું. અને એણે એકાએક બધાનું લક્ષ રણક્ષેત્ર તરફ ખેંચ્યું. ફરજિયાત લશ્કરભરતીને કારણે મુખ્ય મુખ્ય કાર્યકર્તાઓ ચાલ્યા ગયા અને ક્રાંતિકારી ચળવળ મરી ગઈ. લડાઈ વિરુદ્ધ પોકાર ઉઠાવનાર બોલશેવિકોની સંખ્યા બહુ જૂજ હતી અને તેઓ અતિશય અકારા થઈ પડ્યા. આપણે નકકી કરેલા આપણું સ્થાને – મહાયુદ્ધના સમય સુધી – આપણે આવી પહોંચ્યાં છીએ અને આપણે અહીં જ થોભી જવું જોઈએ. પરંતુ આ પત્ર પૂરે કરવા પહેલાં રશિયન કળા તથા સાહિત્ય તરફ મારે તારું લક્ષ ખેંચવું જોઈએ. સૌ જાણે છે કે, તેના અનેક દેષ હોવા છતાં ઝારશાહી રશિયા પિતાની અભુત નૃત્યકળા સાચવી રાખી શકયું હતું. ૧૯મી સદી દરમ્યાન તેણે સાહિત્યની ભારે પરંપરા નિર્માણ કરનારા અનેક સમર્થ લેખકો પણ પેદા કર્યા. લાંબી નવલકથાઓ તેમ જ ટૂંકી નવલિકાઓ એ બંને ક્ષેત્રોમાં તેમણે અભુત સામર્થ બતાવ્યું. ૧૯મી સદીના આરંભમાં પુષ્કીન થઈ ગયું. તે બાયરન, શેલી તથા કીટ્સને સમકાલીન હતા અને તે રશિયાને સૌથી શ્રેષ્ઠ કવિ ગણાય છે. ગોગોલ, ટુરગેનીવ, દસ્તાવસ્કી અને ઍહોવ એ ૧૯મી સદીના મશહૂર નવલકથાકારે છે. એ જ અરસામાં કદાચ સૌથી મહાન લિયે ટૉલ્સ્ટૉય થઈ ગયે. તે પ્રતિભાશાળી નવલકથાકાર હતું એટલું જ નહિ પણ ધાર્મિક તેમ જ આધ્યાત્મિક નેતા પણ હતું અને તેની અસર બહુ દૂરગામી હતી. સાચે જ તે ગાંધીજી સુધી પણ પહોંચી. તે વખતે ગાંધીજી દક્ષિણ આફ્રિકામાં હતા. એ બંનેએ એકબીજાની કદર બૂછ અને એકબીજા સાથે પત્રવ્યવહાર પણ કર્યો. અપ્રતિકાર અથવા અહિંસા ઉપરની તેમની બંનેની અડગ શ્રદ્ધા એ તેમને એકબીજા સાથે જોડનાર કડી હતી. ટૉલ્સ્ટૉયના મત પ્રમાણે એ ઈશુનો મૂળભૂત બંધ હતા અને પ્રાચીન હિંદુ શાસ્ત્રમાંથી ગાંધીજીએ પણ એ જ અનુમાન તારવ્યું. પણ ટૉલ્સ્ટૉય તે પોતાની માન્યતા પ્રમાણે જીવન જીવનાર - પરંતુ દુનિયાથી અળગે પડેલે કેવળ ઉપદેશક જ રહ્યો જ્યારે ગાંધીજીએ તે ઉપર ઉપરથી નિષેધાત્મક લાગતી એ વસ્તુને દક્ષિણ આફ્રિકા તથા હિંદુસ્તાનમાં જનતાવ્યાપી પ્રશ્નોમાં સક્રિય ઉપયોગ કર્યો. ૧૯મી સદીને એક મહાન રશિયન લેખક મેકસીમ શૈક* હજી જીવે છે. * ૧૯૩૬ની સાલમાં ગાક મરણ પામે.
SR No.032709
Book TitleJagatna Itihasnu Rekha Darshan Part 02
Original Sutra AuthorN/A
AuthorJawaharlal Nehru, Manibhai B Desai
PublisherNavjivan Prakashan Mandir
Publication Year1945
Total Pages862
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy