________________
૫
જગતના ઇતિહાસનું રેખાદસન
ભાળતા તેણે શાધેલા સિદ્ધાંતોથી સમજાતી હોય એમ લાગવા માંડયું અને તેને ભારે માનમરત મળ્યાં.
ચર્ચની મતાંધતાની ભાવના ઉપર વિજ્ઞાનની ભાવના વિજય મેળવી રહી હતી. ચર્ચ હવે વિજ્ઞાનના ઉપાસકાને દાબી દઈ શકે કે જીવતા ખાળી મૂકી શકે એમ નહતુ. ખાસ કરીને ઇંગ્લંડ અને ફ્રાંસમાં અને પાછળથી જમની અને અમેરિકામાં અનેક વૈજ્ઞાનિક વિજ્ઞાનના ક્ષેત્રમાં ધીરજ અને પરિશ્રમપૂર્વીક કાર્ય કરીને હકીકતા તથા નવી નવી માહિતી એકઠી કરી રહ્યા હતા. આ રીતે વૈજ્ઞાનિક જ્ઞાનનુ પ્રમાણુ વિસે દિવસે વધતું ગયું. તને યાદ હશે કે, ૧૮મી સદીમાં યુરોપના કેળવાયેલા વર્ગોમાં બુદ્ધિવાદને ફેલાવા થયા હતા. એ વૉલ્તેયાર, રૂસા અને એમના જેવા ખીજા સમ ફ્રેંચવાસીઓની સદી હતી. તેમણે અનેક વિષયો ઉપર લખ્યું અને લેાકાના મનમાં ક્ષેાભ મચાવી મૂકયો. એ સદીના ગર્ભમાં ફ્રાંસની મહાન ક્રાંતિ સેવાઈ રહી હતી. આ બુદ્ધિવાદી દૃષ્ટિના વૈજ્ઞાનિક દૃષ્ટિ સાથે બરાબર · મેળ ખાધો અને એ બંનેએ ચની મતાંધ દૃષ્ટિને વિરાધ કર્યાં.
હું તને આગળ કહી ગયો છું કે ૧૯મી સદી એ બીજી અનેક બાબતાની હતી તેમ વિજ્ઞાનની સદી પણ હતી. ઔદ્યોગિક ક્રાંતિ, યાંત્રિક ક્રાંતિ તથા અવરજવરનાં સાધનામાં થવા પામેલા અસાધારણ ફેરફારો એ બધું વિજ્ઞાનને આભારી હતું. સંખ્યાબંધ કારખાનાંઓએ ઉત્પાદનની પતિ બદલી નાખી હતી; રેલવે તથા આગાટાએ એકાએક દુનિયાનું અંતર ઘટાડી દીધુ` હતુ` અને તારવ્યવહાર એ તા વળી એથીયે વિશેષ ચમત્કારિક વસ્તુ હતી. તેના દૂર દૂર સુધી વિસ્તરેલા સામ્રાજ્યમાંથી ઇંગ્લંડમાં સંપત્તિના ધોધ વહેવા લાગ્યા. સ્વાભાવિક રીતે જ આ બધાંને લીધે જૂના વિચારો ડગમગી ગયા અને ધર્મની જકડ શિથિલ થઈ. ખેતરોમાં કામ કરનારાઓના કૃષિજીવનને મુકાબલે કારખાનાના જીવને લોકાને ધાર્મિક માન્યતાઓ કરતાં આર્થિક સબધા વિષે વધારે વિચાર કરતા કર્યાં.
૧૯મી સદીના વચગાળામાં ૧૮૫૯ની સાલમાં ઇંગ્લેંડમાં એક પુસ્તક પ્રસિદ્ધ થયું. એ પુસ્તકે મતાંધ દૃષ્ટિ અને વૈજ્ઞાનિક દૃષ્ટિ વચ્ચેના ઝઘડા તીવ્ર કરી મૂક્યો. આ પુસ્તક તે ચાર્લ્સ ડાર્વિનનું ‘ જીવયાનીની ઉત્પત્તિ ’. ડાર્વિન કંઈ બહુ મોટો વૈજ્ઞાનિક ગણાતો નથી. તેણે જે કહ્યુ છે તેમાં બહુ નવું કશું નથી. તેના પહેલાં ત્રણા ભૂસ્તરશાસ્ત્રીઓ અને પદાર્થવિજ્ઞાનના મભ્યાસીઓએ એ દિશામાં ક્રાય આરજ્યું હતું અને ઘણી સામગ્રી એકી કરી હતી. આમ છતાં પણુ ડાર્વિનનું પુસ્તક યુગપ્રવર્તક હતું. તેણે લેાકાના માનસ ઉપર ભારે અસર કરી અને તેમની સામાજિક દૃષ્ટિ બદલવામાં વિજ્ઞાનના