________________
૧૦૩૯
જગતના ઇતિહાસનુ” રેખાદર્શીન
ખેડૂતો સમજે કે પોતાની છે તથા અંત આવ્યો છે
માગતા હતા. વળી તેઓ પાતપોતાને ઘેર જાય અને ક્રાંતિએ શું કર્યું છે તે પોતાની સગી આંખે જીએ એમ પણ તે ઇચ્છતો હતો. જમીનદારો ખતમ થઈ ગયા છે અને જમીન હવે તેમની ઔદ્યોગિક મજૂરોને લાગે કે તેમનુ શાણુ કરનારાઓને એવું પણ લેનિન ઇચ્છતા હતા. તે માનતા હતા કે, આથી તે ક્રાંતિથી તેમને થયેલા લાભો પિછાનશે તથા તેનું રક્ષણ કરવાને તેઓ ઉત્સુક બનશે. વળી તેમના ખરા દુશ્મના કાણુ હતા તેની પણ તેમને જાણ થશે. લેનિન આ રીતે વિચારી રહ્યો હતો અને તે ખરાખર જાણતા હતા કે આંતરયુદ્ધ આવી રહ્યુ છે. પાછળથી લેનિનની આ નીતિ સ ંપૂર્ણ પણે તેહમદ નીવડી. આ ખેડૂતો અને મારા લડાઈના મેાખરા ઉપરથી પોતપોતાનાં ખેતરા ઉપર તથા કારખાનાંઓમાં પાછા ફર્યાં. તેઓ એલ્શેવિક નહાતા કે નહેાતા સમાજવાદી. આમ છતાંયે તેઓ ક્રાંતિના ચુસ્ત ટેકાદાર બન્યા કેમ કે એને કારણે તેમને જે પ્રાપ્ત થયું હતું તે પોતાના હાથમાંથી તેએ જવા દેવા માગતા નહોતા. ખાલ્શેવિક આગેવાને ગમે તેમ કરીને પણ જર્મની સાથે સમાધાન કરવાને મથી રહ્યા હતા તે જ વખતે તે આંતરિક પરિસ્થિતિ તરફ પણ પેાતાનું લક્ષ આપી રહ્યા હતા. લશ્કરના મા અમલદારો તથા સાહસખારે મશીનગન તથા યુદ્ધને ખીજો સરજામ લઈને ધાડપાડુના ધંધો ચલાવી રહ્યા હતા. મોટાં મોટાં શહેરાના મધ્ય ભાગમાં તેઓ ગળીબાર કરતા અને લૂંટફાટ ચલાવતા હતા. જૂના અરાજકતાવાદી પક્ષના કેટલાક સભ્યા સાવિયેટને માન્ય કરતા નહાતા. તે પણ સારી પેઠે તકલીફ આપી રહ્યા હતા. સેવિયેટના સત્તાવાળાઓએ આ બધા ધાડપાડુ તથા ખીજા સાથે સખત હાથે કામ લીધું અને તેમને દાખી દીધા.
'
સોવિયેટ અમલ ઉપર એથીયે મેટું જોખમ તો જુદી જુદી સિવિલ સર્વાંસના સભ્યો તરફથી આવી પડયું. તેમનામાંના ઘણાએ એલ્શેવિકાના હાથ નીચે કામ કરવાની કે ખીજી કઈ પણ રીતે તેમની સાથે સહકાર કરવાની સાફ ના પાડી. લેનિને એક સિદ્ધાંત નક્કી કર્યું કે, “ જે કામ ન કરે તે ખાય પણ નહિ.” કામ નહિ તે ખાવાનું પણ નહિ. સહકાર ન કરનારા સિવિલ સર્વિસના બધા માસાને તરત જ બરતરફ કરવામાં આવ્યા. બેંકરોએ પોતાની તિજોરી ખાલવાની ના પાડી; સુરગ ફાડીને તે ઉધાડવામાં આવી. પરંતુ સહકાર ન કરનારા જૂની વ્યવસ્થાના નાકરા પ્રત્યેના લેનિનના સૌથી ભારે તિરસ્કારનું ઉદાહરણ તા એક સરસેનાપતિએ હુકમ માનવાની ના પડી ત્યારે જોવામાં આવ્યું. લેનિને તેને ખરતરફ કર્યાં અને પાંચ જ મિનિટની અંદર ફ્રીલેન્ઝા નામના એક યુવાન ખેલ્શેવિક લેફ્ટેનન્ટને સરસેનાપતિ અનાબ્યા !