________________
બે શેવિક સત્તા હાથ કરે છે
૧૦૩૯ આ બધા ફેરફાર થવા છતાંયે રશિયાની જૂની રચના હજી કાયમ રહી હતી. એક વિશાળ દેશમાં એકાએક સમાજવાદી વ્યવસ્થા ઊભી કરવી એ કંઈ સહેલ વાત નથી. ઘટનાઓના બળથી એવી પરિસ્થિતિ ઉત્પન્ન થઈન હોત તે સંભવ છે કે રશિયામાં આવા ફેરફાર થતા પહેલાં વરસોનાં વરસ વીતી જાત. ખેડૂતોએ જેમ જમીનદારોને હાંકી કાઢયા હતા તેમ તેમના ઉપર ક્રોધે. ભરાયેલા મજૂરોએ પોતાના ઘણુંખરા જૂના માલિકને કાઢી મૂકીને કારખાનાંઓને કબજો લઈ લીધો. સોવિયેટ એ કારખાનાંઓ તેના પહેલાંના મૂડીવાદી માલિકને સોંપી શકે એમ નહોતું. એટલે તેણે એને કબજે લીધા. આંતરવિગ્રહ દરમ્યાન, કેટલાક દાખલાઓમાં એ માલિકોએ કારખાનાંઓનાં યંત્રને નુકસાન પહોંચાડવાને પ્રયત્ન કર્યો. આથી સેવિયેટ સરકાર વળી પાછી વચ્ચે પડી અને તેમનું રક્ષણ કરવાને ખાતર તેણે એ કારખાનાંઓનો કબજો લીધો. આ રીતે સામાન્ય પરિસ્થિતિમાં થાત તેના કરતાં ઘણી વધારે ઝડપથી ઉત્પાદનનાં સાધનનું સામાજીકરણ થયું, એટલે કે કારખાનાંઓ સમાજની યા રાજ્યની માલિકીનાં બન્યાં.
સોવિયેટ અમલના પહેલા નવ માસ દરમ્યાન રશિયામાં જીવન બહુ ભિન્ન નહોતું. શેવિકાએ ટીકાઓ અને ગાળ સુધ્ધાં સાંખી લીધી અને બશેવિક વિરોધી છાપાઓ નીકળતાં રહ્યાં. આમજનતા સામાન્ય રીતે ભૂખમરે વેઠતી હતી પરંતુ મેજશેખ ઉડાવવા અને આડંબર કરવા માટે ધનિકે પાસે હજી પુષ્કળ પૈસા હતા. રાત્રે મોરંજક કાર્યક્રમો રાખનારી હોટેલમાં ભારે ભીડ રહેતી અને ઘોડદોડની શરતે તથા એવી બીજી રમત પણે હજી ચાલુ હતી. ભૂવા એટલે કે મધ્યમ વર્ગના વધારે ધનિક લોક મેટાં મોટાં શહેરોમાં મોટા પ્રમાણમાં દેખાતા હતા અને સંભવિત માનવામાં આવતા સેવિયેટ સરકારના પતન પરત્વે તેઓ છડેચક પિતાને હર્ષ વ્યક્ત કરતા હતા. દેશદાઝથી પ્રેરાઈને જેઓ જર્મની સામે યુદ્ધ ચાલુ રાખવાને અતિશય ઉત્સુક હતા તે જ આ લેકે જર્મનીના પેગ્રાડ તરફના ધસારાને હવે ખરેખાત ઊજવી રહ્યા હતા. જર્મને પિતાના પાટનગરનો કબજો લે એ સંભવિતતા પ્રત્યે તેઓ આનંદ વ્યક્ત કરતા હતા. પરદેશીઓના આધિપત્યના ડરને મુકાબલે સામાજિક ક્રાંતિ પ્રત્યેને તેમને અણગમે ઘણું વધારે હતે. ખાસ કરીને, ભિન્ન ભિન્ન વર્ગો એકબીજા સાથે સંડોવાયેલા હોય ત્યારે ઘણુંખરું આમ જ બને છે.
આમ જીવન ઝાઝા ફેરફાર વિના ઓછે અંશે હમેશની જેમ જ ચાલતું હતું અને આ તબકકે બેશેવિકેને ત્રાસ તે ખસૂસ નહોતે જ, મૅસ્કાન નારંગના મશહૂર કાર્યક્રમ ખીચખીચ ભરેલા નાચગૃહમાં રજે. રેજ ચાલતા હતા. પેટ્રોગ્રાડ ઉપર જર્મને ભય ઝઝુમી રહ્યો હતો ત્યારે